લોકોનો ગુસ્સો જોઇ પોલીસે ઉમંગની જાહેરમાં ધોલાઇ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધામા હત્યા કેસમાં માતાએ પ્રેમી સાથે મળીને પોતાની સગી દિકરીને છરીના સંખ્યાબંધ ઘા ઝીંકીને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. નિષ્ઠુર માતા અને ક્રૂર પ્રેમી પ્રત્યે રોષ સાથે ફિટકારની લાગણી ફેલાઇ હતી. શુક્રવારે મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ધામામાં એકત્ર થયા હતા. ઉપરાંત પોલીસ સ્ટેશનની બહાર પણ લોકોની ભીડ જામી હતી. ત્યારે લોકોનો ગુસ્સો જોઇને પોલીસે પણ ઉમંગની જાહેરમાં ધોલાઇ કરવાની શરૂ કરી હતી. દંડા પડતા જ ઉમંગની ચીચીઆરીઓ સમગ્ર પોલીસ સંકુલમાં ગુંજી ઉઠીા હતી. જેનો વીડિયો ઉતારી ભીડમાંથી કોઇએ સોશ્યિલ મિડીયામાં વાયરલ કરી દીધો હતો.

સગીરાની હત્યા કરનારા ઉમંગની પોલીસે જાહેરમાં ધોલાઇ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...