• Gujarati News
  • ભાવનગર . 11 સપ્ટેમ્બર પાલિતાણાટેલિફોન એક્ષચેન્જમાં સોમવારે બપોરના અરસામાં કોઇ યાંત્રીક ખામી સર

ભાવનગર . 11 સપ્ટેમ્બર પાલિતાણાટેલિફોન એક્ષચેન્જમાં સોમવારે બપોરના અરસામાં કોઇ યાંત્રીક ખામી સર્જાતા પાલિતાણા શહેરના અડધા ઉપરાંતના ટેલિફોન મુંગા થઇ ગયેલ હતા.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટા ભાગના લેન્ડ લાઇન ફોન બંધ થઇ જતા ગ્રાહકોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવેલ. જોકે સાંજ સુધી ટેલિફોન કાર્યરત થઇ ગયા હતા.

ગત તા. 1ના પણ એક્ષચેન્જમાં યાંત્રીક ખામી સર્જાયેલ અને 6 દિવસ ફોન મુંગા રહેલ. એક્ષચેન્જમાં રીપેરીંગ થતા બે દિવસ ટેલીફોન કાર્યરત રહેલા ફરી યાંત્રીક ખામી સર્જાતા શહેરના મોટા ભાગના લેન્ડ લાઇન મુંગા થઇ ગયા હતા. ટેલીફોન તંત્રના ધાંધીયાથી પ્રજાજનો ત્રાસી ગયા છે.

યાંત્રિક ખામી સર્જાઇ છે

એક્ષચેન્જમાં બીજીવાર યાંત્રીક ખામી સર્જાતા ટેકનીકલ સ્ટાફ દ્વારા મરામતની કામગીરી હાથ ધરી સેવા પૂર્વવત કરવા પ્રયાસો કરાઇ રહ્યા છે. > આર.વી.કવૈયા, એસડીપીપાલિતાણા એક્ષચેન્જ

પાલિતાણામાં ખોટકો સર્જાતા ટેલિફોન ઠપ્પ

બીએસએનએલની કથળતી સેવા

અવાર નવાર એકસચેન્જમાં ખોટકો સર્જાવાના બનતા બનાવો : ગ્રાહકોને થતી પરેશાની