તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયોગેસ યોજનાનો ગેસ ઉડી ગયો : ગેસની ટાંકીઓ ફાટી ગઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર. ભાવનગર. 25 ફેબ્રુઆરી

રાંધણગેસઘરે બેઠા મળી રહે અને સમય સાથે આર્થિક બચત માટે બાયોગેસ પ્લાન્ટ આર્શિવાદરૂપ છે. જે માટે ચાર વર્ષ પૂર્વે પાલિતાણા તાલુકાના લાખાવાડ ગામની પસંદગી કરી મોડેલ વિલેજ તરીકે વિકસાવવા 100 જેટલા મીની ગોબરગેસ પ્લાન્ટ ઘરે ઘરે મુકાવ્યા હતા. પરંતુ 100માંથી આજે માત્ર 1 કાર્યરત છે. તત્કાલિન સમયે ગુજરાત એગ્રોના ચેરમેન તરીકે ડો.મનસુખભાઇ માંડવિયા હોવાથી પોતાના તાલુકા પાલિતાણા પર પસંદગી ઉતારી હતી.

ઉર્જાની બચત માટે સરકાર અનેક પ્રયાસો કરી નીતનવા અખતરા કરે છે. રાંધણ ઉર્જા માટે પણ સરકારે પ્રયત્નો કર્યા છે. હાલમાં શહેરમાં ઘરે ઘરે પાઇપ લાઇન દ્વારા ગેસ મળી રહે તે માટેની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રસોઇના કચરા અને પશુના કચરામાંથી ગેસ બનાવવાના પ્લાન્ટ દ્વારા ઘરે બેઠા રાંધણગેસ મળી રહે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી સરકાર પ્રયત્નશીલ છે. લોકોને તેમાં આર્થિક ભારણ રહે તે માટે સરકાર તેમાં સબસીડી પણ આપે છે અને બાયોગેસ પ્લાન્ટમાં મોડેલ વિલેજ તરીકે વર્ષ 2012માં પાલિતાણા તાલુકાના લાખાવાડ ગામની તત્કાલિન ગુજરાત એગ્રોના ચેરમેન મનસુખભાઇ માંડવીયાએ પસંદગી કરી હતી અને 100 જેટલા ગોબરગેસ પ્લાન્ટ ઘરે ઘરે મુકાવી 100 ટકા ગોબરગેસ આધારીત ગામ ગણાવ્યું હતું.

બાયોગેસ પ્લાન્ટ માટે મોટાભાગની રકમ સરકારે સબસીડી તરીકે આપી હતી. પરંતુ સંપૂર્ણ ગોબરગેસ આધારીત ગામ તરીકે શાસકો ગાણા ગાતા હતા તે લાખાવાડ ગામમાં 100 પૈકી માત્ર 1 ગોબરગેસ પ્લાન્ટ શરૂ છે. અન્ય પ્લાન્ટમાં કંપનીની ક્ષતીને કારણે ગેસની ટાકીઓ તુટી ગઇ હતી. જેથી સરકારનો પ્રયાસ ફોક નિવડ્યો હતો તેમજ ગુજરાત એગ્રો ડિપાર્ટમેન્ટ એગ્રીકલ્ચર પ્રોડકટનો છે એટલે કૃષિ વિભાગ સંલગ્ન અધિકારી મુકવા જોઇએ પરંતુ ગુજરાત એગ્રોના એમ.ડી. તરીકે મુળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીને મુકતા પણ ભારે ચર્ચા જાગી છે.

રૂા.32000નો પ્લાન્ટ માત્ર રૂા.18000માં પડે !

મીનીબાયોગેસ પ્લાન્ટ માટે જે તે સમયે સિન્ટેક્ષ કંપની સાથે એમ.ઓ.યુ. કરાયા છે અને હાલમાં આવા પ્લાન્ટ 2 ઘનમીટરના રૂા.32500ની કિંમતે આપવામાં આવે છે. જેમાં 12300ની સબસીડી બાદ કરતા લોકોને રૂા.20200માં સરકાર આપે છે. ખરેખર જો સામાન્ય જાણકારી ધરાવતો વ્યક્તિ ઘરે આવો પ્લાન્ટ બનાવે તો તમામ ખર્ચ સાથે માત્ર રૂા.18000માં પડે છે. આટલો મોટો તફાવત ભ્રષ્ટાચારની ચાડી ફૂકે છે.

નબળી ગુણવત્તાનું રિપોર્ટીંગ કર્યું હતું

^લાખાવાડમાંનાખેલાબાયોગેસ પ્લાન્ટમાં કંપની તરફથી નબળી ગુણવત્તાનું મટિરિયલ્સ વાપર્યાનું ધ્યાનમાં આવ્યું હતું અને તે બાબતે સરકારમાં પણ રિપોર્ટીંગ કર્યું હતું. ગ્રામજનોમાં તે બાબતે અસંતોષ હતો. > પી.આર.વિઠ્ઠાણી,આસી.મેનેજર,ગુજરાત એગ્રો

સરકાર 100 ટકા ગોબરગેસ આધારિત ગામ તરીકે ગણાવતા પાલિતાણાના લાખાવાડ ગામમાં 100માંથી માત્ર 1 પ્લાન્ટ કાર્યરત

વાસ્તવિકતા | ગુજરાત એગ્રોના ચેરમેને લાખાવાડની પસંદગી કરાવેલ

નવા પ્લાન્ટ નહી નાખવા નિર્ણય કર્યો

^લાખાવાડગામેવર્ષ 2012માં 100 જેટલા બાયોગેસ પ્લાન્ટ નાખ્યા હતા. પરંતુ મોટાભાગની ટાકીઓ ફાટી ગઇ હતી. સિન્ટેક્ષ કંપનીની પાંચ વર્ષની ગેરેન્ટી હોવાથી બાયોગેસ પ્લાન્ટ કંપનીને પરત કરી પૈસા પરત મેળવ્યા હતા. હાલમાં માત્ર 1 પ્લાન્ટ શરૂ છે. નવા પ્લાન્ટ નાખવા કંપની તરફથી ઓફર હતી પરંતુ નવા નહી નાખવા ગ્રામજનોએ નિર્ણય કર્યો હતો. > ભુપતભાઇ,તત્કાલિનસરપંચ - લાખાવાડ

અન્ય સમાચારો પણ છે...