તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Palitana
  • પૂજય યશોવર્મસૂરીશ્વરજી મ.સા.નું ભાવનગરમાં ભવ્યાતિભવ્ય સામૈયું

પૂજય યશોવર્મસૂરીશ્વરજી મ.સા.નું ભાવનગરમાં ભવ્યાતિભવ્ય સામૈયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલીતાણાતીર્થમાં ઐતિહાસિક ચાતુર્માસ-ઉપધાનતપ-99 યાત્રા અને છ-છ છરિપાલીતસંઘીની પૂર્ણાહૂતિ કરાવી શ્રધ્ધેય ગુરૂદેવ જૈનાચાર્ય યશોવર્મસૂરીશ્વરજી મ.સા., પૂ.આચાર્ય અજિતયશ સૂરીશ્વરજી મ.સા.આદિ વિશાળ સાધુ સમુદાય ગૂરૂવારે ભાવનગરનાં આંગણે પધારતા તેઓનું વાજતે ગાજતે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતુ.

શહેરનાં સંસ્કારમંડળ ચોકથી શરૂ થઇ શહેરનાં રાજમાર્ગો પર ફરી ગુરૂકભ્ત ડો.મયંકભાઇ-સમીરભાઇનાં ગૃહાંગણે વિશાળ મંડપમાં પ્રવેશી પ્રવચનસભામાં ફેરવાયું હતુ.શહેરનાં અગ્રણીઓ, બોધ્ધીકવર્ગ, ટ્રસ્ટીઓ, રાજકીય આગેવાનો અને યુવા વર્ગ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહયો હતો.

પ્રસંગે ગુરૂદેવે ભકીતમાર્ગની અદભુત વાણીથી સોૈને ભીંજવી દીધા હતા. તેઓ રૂપાણી ઉપાશ્રયમાં પ્રવચન આપ્યા બાદ તા.27નાં દાદાસાહેબ ઉપાશ્રયમાં સવારે 8-45 કલાકે પ્રવચન આપશે. રવીવારે બપોરે 2-30 કલાકે જાહેર પ્રવચન ફરમાવશે.

અન્ય સમાચારો પણ છે...