તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક કોશિશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રીપોર્ટર . ભાવનગર . 24 ફેબ્રુઆરી

માત્રભાવનગર નહિ આસપાસના અમરેલી, બોટાદ અને અન્ય જિલ્લાઓ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માટે મહત્વનુ ગણાતુ એવુ ભાવનગર એરપોર્ટ આગામી 27મી માર્ચથી તેની મુંબઇ વિમાની સેવા વગરનુ થવાનુ છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાના વિકાસને આગળ ધરીને ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળે આજે પાર્લામેન્ટમાં ઝીરો અવર્સ દરમ્યાન પ્રશ્ન ઉઠાવ્યો હતો.

શૂન્ય કાળ દરમ્યાન એવીઅેશન મીનીસ્ટર ગંજપતિ રાજુની ઉપસ્થિતિમાં પ્રશ્ન ઉઠાવીને એવો તર્ક રજુ કર્યો હતો કે ભાવનગર મુંબઇ વચ્ચેની ફલાઇટ બંધ થશે તો માત્ર એરપોર્ટ બંધ થશે એવુ નથી. ભાવનગરના વિકાસના અનેક દ્વારો પણ સાથે બંધ થઇ જશે. તર્કના સમર્થનમાં તેમણે ભાવનગરનું અત્યંત મહત્વનુ અને એશિયાનુ સૌથી મોટુ અલંગ શિપબ્રેકીંગ યાર્ડ ઉપરાંત પીપાવાવ બંદર, અને જિલ્લામાં ચાલી રહેલા અનેક મોટા ઉદ્યોગો, આવી રહેલો મીઠી વિરડીનો ગ્લોબલ કક્ષાનો પાવર પ્રોજેકટ તેમજ વિશ્વભરમાં જાણીતુ એવુ પાલિતાણા જૈન તિર્થ વગેરેના કારણે અહીં લોકોનુ દેશ વિદેશના લોકોનુ આવન જાવન બંધ થઇ જાય તેમ છે અથવા તો તેમાં મોટાપાયે ઘટાડો આવે તેમ છે.

આમ એક ફલાઇટ બંધ થવાને કારણે ભાવનગરના વિકાસ પર મોટી રોક લાગી જાય તેમ ગણાવી તેમણે અંગે અગાઉ કરેલી રજુઆતોને પણ ટાંકી હતી.

એરપોર્ટ માટે સંસદમાં અવાજ ઉઠાવતા ભારતીબેન

અન્ય સમાચારો પણ છે...