ધાર્મિક નોંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}ઓમ સાઇ રામદરબાર પરિવારના સંકિર્તન

તા.18રાત્રે 9 કલાકે પ્રતાપસિંહ ડી.ગોહિલ પ્લોટ નં.3 વિરભદ્રનગર એસબીઆઇ બેંકની સામે નિલમબાગ સર્કલ ખાતે રાખેલ છે.

}ગોળીબારરામદરબાર પરિવારના સંકિર્તન

આજેરાત્રે 9 થી 11 સોની રૂત્વીક ઉમેશભાઇના આત્મશ્રેયાર્થે સોની જ્ઞાતિની વાડી ઉપરના વિભાગમાં હલુરીયા ચોક ખાતે રાખેલ છે.

}કષ્ટભંજનરામદરબાર પરિવારના સંકિર્તન

આજેરાત્રે 8-30 કલાકે નાનુભાઇ પરશોતમભાઇ સોલંકી શ્રમજીવી અખાડા પાસે પ્લોટ નં.1377 ટીવી કેન્દ્ર સામે ઘોઘા સર્કલ રાખેલ છે.

}ઓમસાઇ રામદરબાર પરિવારના સંકિર્તન

આજેરાત્રે 9 કલાકે બચુભાઇ ભટ્ટના આત્મશ્રેયાર્થે બારસો મહાદેવની વાડી પીલગાર્ડનની સામે શંકરના મંદિર પાછળ ભાનુભાઇ બચુભાઇ ભટ્ટ પરિવાર તરફથી રાખેલ છે.

}ક્રિષ્નામહિલા મંડળના ભજન કિર્તન

ભજનકિર્તનનો કાર્યક્રમ બીજના શ્રાધ્ધ નિમિતે અંધારીયા મોહીનીબેનના નિવાસે ક્રિષ્ના ટાઉનશીપ સુભાષનગર બ્લોક નં.108 ખાતે આજે સાંજે 5 થી 6-30 રાખેલ છે.

}લાઇફમીશન પરિવાર દ્વારા સત્સંગ

આજેસાંજે 5 થી 6 પ.પૂ.રાજર્ષીમુનીજી અાદેશીત ભાવનગર જિલ્લા સત્સંગ સંસ્કાર કેન્દ્ર શીવપાર્ક કાળીયાબીડ કોમ્યુનીટી હોલ શીવપાર્ક મેઇન ગેઇટ પાસે રાખેલ છે.

}હનુમાનમઢી રામદબાર પરિવારના કિર્તન

આજેરાત્રે 9 થી 12 સુવિધા ટાઉનશીપ એરોડ્રામ રોડ નં.169 બી અશોકભાઇ પટેલના નિવાસે રાખેલ છે.

}ચિદાનંદપ્રાર્થના મંડળની શાંતિ પ્રાર્થના

મંડળનીપ્રાર્થના સ્વ.નિર્મળાબેન જીવણલાલ દેવના આત્મશ્રેયાર્થે આજે સાંજે 4 કલાકે પુનિતભાઇ જીવણલાલ દવે મોખડકા તા.પાલીતાણા ખાતે રાખેલ છે.

}ચિદાનંદપ્રાર્થના મંડળની શાંતિ પ્રાર્થના

મંડળનીપ્રાર્થના સ્વ.હસમુખભાઇ મારવાડીના આત્મશ્રેયાર્થે આજે સાંજે 7 કલાકે હસમુખભાઇ મારવાડી ખાદી ભંડાર કોલોની બ્લોક નં.10 ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામે એરોડ્રોમ રોડ ખાતે રાખેલ છે.

}બહુચરકૃપા આનંદ ગરબા મંડળની ધુન

મંડળનીધુન આજે સાંજે 6 કલાકે વડવાળા ચામુંડા માતાજીના મંદિરે સિંધુનગર પાસે રાખેલ છે.

}શ્રીરામઅખંડ રામધુન

આજેરાત્રે 8 થી 9-30 શ્રીરામ અખંડ રામધુન સંત સેવારામ મંદિર સિંધુનગર ખાતે રાખેલ છે.

}લાલગરબાવાનો મઢના આનંદ ગરબા

આજેસાંજે 4 થી 7 આનંદ ગરબાના પાઠ ભવાની મંદિર સેવક સમુદાય આયોજીત ગંગાપુરી આશ્રમ સ્ટીલ કાસ્ટ પાછળ રૂવાપરી રોડ ખાતે રાખેલ છે.

}આર્યસમાજ દ્વારા પ્રવચન, વિચાર ગોષ્ઠિ

આજેસાંજે 5 થી 5-30 દૈનિક યજ્ઞ, 5-30 થી 6-30 યમ, સત્ય અને અહિંસા વિષય પર પ્રવચન તથા વિચાર ગોષ્ઠી આર્ય સમાજ સરદારનગર ખાતે છે.

}રંગદત્ત પરિવાર દ્વારા રંગ લીલામૃતની પારાયણ

પૂ.રંગઅવધૂત મહારાજ પ્રેરિત રંગ લીલામૃતની પારાયણ આજે સવારે 7 થી 12 રંગભુવન સરદારનગર ખાતે રાખેલ છે.

}વડવાજૈન દેરાસરમાં બાળકોને પ્રભાવના

પૂ.આચાર્યપ્રબોધચંદ્રસૂરિ મ.સા.ના યુવા શિષ્ય પૂ.મલયચંદ્ર મ.સા.ની પ્રેરણાથી આજે સવારે 8 થી 9-30 સમસ્ત ભાવનગરના જે બાળકો વડવા દેરાસરમાં પૂજા કરવા આવશે તેને પ્રભાવના સ્તવન, સ્તુતી,દેવલ ભાવસાર અને પંથ ગૌરાંગભાઇ ખાટસુરીયાના જન્મ િદવસ નિમિતે કરાશે.

}આનંદગરબાના પાઠ

આજેઅખીલ ગુજરાત આનંદ ગરબા પરિવાર દ્વારા મહંત ઉમેશગીરીબાપુને શ્રધ્ધાજલીનો કાર્યક્રમ બપોરે 3 થી 5 તથા રાત્રે 9-30 કલાકે સ્વ.જીતુભાઇ ગાંધી પરિવાર દ્વારા પારસભાઇ ગાંધી તરફથી માતાજીનો ગોખ પુરાશે બાલા બહુચરાજી મંદિર રૂવાપરી દરવાજા

}અધ્યાત્મવિદ્યામંદિરમાં આનંદનો ગરબો

આજેસાંજે 5-30 થી 6-30 આનંદનો ગરબો, 5 થી 6 એકયુપ્રેસર સારવાર અધ્યાત્મ વિદ્યામંદિર વિદ્યાતીર્થ આશ્રમના હોલમાં તળાજા રોડ ખાતે કરાવશે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયમાં આજે સવારે 9-15 થી 10-30 વ્યાખ્યાન ત્રિરંગી સામાયિક પ્રતિક્રમણ સાંજ થશે. ઉમેદગુરૂ જૈન પાઠશાળાના બાળકોની શિબિર 9-30 થી 11-30 છે.

}પાલીતાણાવાળાસામાયિક મંડળની સામાયિક

પાલીતાણાવાળાસામાયિક મંડળની સામાયિક આજે બપોરે 3 થી 4 કૃષ્ણનગર ચંદનબાળા ઉપાશ્રય ખાતે રાખેલ છે.

િજલ્લાનોંધ

}જિલ્લા શિક્ષણાધિકારી કચેરી

સને15-16 માટે ઇડીએન 18 યોજના હેઠળ લાઇબ્રેરી પુસ્તક સહાય યોજના હેઠળ જે સ્કૂલને ગ્રાન્ટ આપવામાં આવી હતી તે સ્કૂલે પુસ્તક ખરીદતી વખતે ટોટલ 10 ટકા ઉપર વળતર મળ્યુ હોય તે સ્કૂલે પુસ્તક ખરીદીનુ બિલ તા.19ના 3 કલાકે યોજના શાળામાં પહોંચાડવુ.

}વળીયાકોલેજ પરીક્ષા ફોર્મ અંગે

જેવિઘાર્થીએ વાર્ષીક કોર્સ માર્ચ એપ્રિલ 16-17ની પરીક્ષામાં કોપી કેસ થયેલ હોય અને અેફ સજા જઇ હોય તેવા વિદ્યાર્થીના નામ કોલેજ નોટીસ બોર્ડ પર છે. ઓકટો.16માં પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ તા.22 સુધી પરીક્ષા ફોર્મ ઓન લાઇન ભરી દેવા.સેમે 4,5,6 કોપી કેસ થયેલ હોય અને અેફ સજા જઇ હોય અને ઓકટો.16માં પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ તા.22 સુધી પરીક્ષા ફોર્મ કોલેજ ખાતે ભરી દેવા.

}વળીયાકોલેજ ઇગ્નો સેન્ટર

જુલાઇ-16માંફ્રેશ એડમીશન મેળવેલ વિઘાર્થીઓની ઇન્ડકશન મીિટંગ આજે સવારે 11 કલાકે નટરાજ કોલેજ કાળીયાબીડ રાખેલ છે.

}ભાવનગરજિલ્લા શિક્ષણાધિકારી

ખેલમહાકુંભ 16 અંતર્ગત તા.19ના રોજ 3 કલાકે બાયસેગના વંદે ગુજરાત ચેનલ નં.1 પર જીવંત પ્રસારણ દુરદર્શન ડીટીએચ સેટ અપ બોકસ પરથી થનાર છે. તો ભાવનગર જિલ્લામા આવેલ તમામ શાળાના આચાર્યોએ વિદ્યાર્થી અને સ્ટાફ સાથે બાગસેંગનો કાર્યક્રમ નિહાળવો.

}સરપી.પી.ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ

વર્ષ15-16માં ટીવાય બીએસસી પાસ કરેલ વિદ્યાર્થીઓએ કોશન મનીના ફોર્મ કોલેજ કાર્યાલયથી મેળવી તા.30 સુધીમાં ભરી જવા.મીિટંગ-બેઠક

}એસ.સી, એસ.ટી વિદ્યાર્થીઓની બેઠક

એસસી,એસટી સમાજના વિદ્યાર્થીઓની બેઠક આજે બપોરે 12 કલાકે ડો.બાબાસાહેબ આંબેડકર હોસ્ટેલ યુનિ.પાસે ભાવનગર ખાતે રાખેલ છે.

વિવિધકાર્યક્રમ

}ઉમંગધામ ખાતે મનોરંજન કાર્યક્રમ

મણીબાવાનપ્રસ્થ કલબ સંચાલીત ઉમંગધામના ઉપક્રમે આજે સવારે 10-30 થી 12-30 સત્ય સાઇ અર્ચનમ બાલવિકાસ ગૃપ દ્વારા મનોરંજન કાર્યક્રમ રજુ થશે જેમા નાના બાળકો દ્વારા કૃષ્ણની નટખટ લીલીઓ રજુ થશે.

}હરતુફરતુ પુસ્તકાલય

બળવંતપારેખ વિજ્ઞાનનગરી દ્વારા હરતુ ફરતુ પુસ્તકાલય શરૂ કરેલ છે. આજે વિદ્યાનગર એમ.જે.કોલેજ, અનંતવાડી, એસ.બી.આઇ, કાળીયાબીડ, લખુભા હોલ, રામમંત્ર મંદિર, ભાંગલી ગેટ વિ.જગ્યાએ જશે.વાંચન પ્રેમી જનતાએ લાભ લેવો.

}ઝાલાવાડસત્તર તાલુકા ઔ.સહસ્ત્ર બ્રહ્મ મંડળ

આજેસાંજે 3-30 કલાકે જ્ઞાતિ છાત્રાલય સિંધુનગર ખાતે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા આગામી કાર્યક્રમોની જાહેરાતનુ આયોજન અલ્પાહાર સાથે રાખેલ છે.

}અપંગપરિવાર કલ્યાણ કેન્દ્ર

શારિરિકવિકલાંગ ખેલ મહાકુંભ 16 અંતર્ગત જિલ્લા કક્ષા સ્પર્ધા માટે ભાગ લેવા ઇચ્છતા વિકલાંગ ખેલાડીઓએ ફોર્મની કાર્યવાહી માટે અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર આંબાવાડી ખાતે ડો.સર્ટી, આધાર કાર્ડ, બે ફોટા સાથે આજે સવારે 10 થી 1 હાજર રહેવુ.

}પતંજલિયોગ સમિતિ દ્વારા નિ:શુલ્ક યોગ

પતંજલિયોગ સમિતિ ભાવનગર દ્વારા સંચાલિત નિ:શુલ્ક દૈનિક યોગ કેન્દ્ર કાળીયાબીડ સાગવાડીમાં અગ્રવાલ સમાજના હોલમાં રોજ સવારે 6 થી 7-15 સુધી શરૂ છે.

}ધો.10માંભણતા વિદ્યાર્થી માટે શિષ્યવૃતિ પરીક્ષા

એનસીઇઆરટીન્યુ દિલ્હી દ્વારા રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી શિષ્યવૃતિ માટેની પરીક્ષાનુ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામુ બહાર પાડયુ છે. જેની પ્રથમ પરીક્ષા 6/11ના લેવાશે ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી એનટીએસઇ પરીક્ષા આપી શકે છે. ફોર્મ 20 સપ્ટે.સુધી ભરી શકાશે www.ncert.nic.inપર ચેક કરવુ અથવા વિજ્ઞાનનગરીનો સંપર્ક કરવો. 2205220

}રોટરીકાયમી રસીકરણ કેન્દ્રમાં રસી અપાશે

રોટરીકલબ દ્વારા દર રવિવારે સવારે 9-30 થી 11-30 રોટરી હોલ ઘોઘાસર્કલ પોલીયો, ડીપીટી, બીસીજી, ઓરી, પેન્ટા વિ.રસી વિનામૂલ્યે તેમજ એમએમઆર ટાયફોઇડ, હીપેટાઇટીસ એ-બી, ચીકનપોક્ષ, રોટા વાઇરસ, ન્યુમોકોકલ રસી રાહતદરે આપવામાં આવશે.

}તપોવનસંશોધન કેન્દ્રમાં પ્રાણાયામ

ભાવનગરમહિલા મંડળ સંચાલીત તપોવન સંશોધન કેન્દ્રમાં સગર્ભા બહેનોને રોજ રોજ ધ્યાન, હળવી કસરત , યોગ, પ્રાણાયામ, ચિત્ર, આર્ટ એન્ડ ક્રાફટ અને વિવિધ તહેવારોની ઉજવણીના કાર્યક્રમ કરવામાં આવે છે. તો ભાવનગર શહેરના દરેક સગર્ભા બહેનોને ગર્ભસંસ્કાર કેન્દ્રનો લાભ લેવો.

}બહેનોમાટે તાલીમ

વિવિધલક્ષી કલ્યાણ કેન્દ્ર મહિલા બાગ ખાતે સીવણ વર્ગ, બ્યુટી પાર્લર, મોબાઇલ રીપેરીંગ, બેઝીક કોમ્પ્યુટર કોર્સ શરૂ કરેલ છે. સોમથી શનિ 11 થી 6માં નામ નોંધણી કરાવવી.

}સિધ્ધપુરસંપ્રદાય બ્રાહ્મણ જ્ઞાતિ

જ્ઞાતિનાતેજસ્વી તારલાઓની વિદ્યાર્થી પ્રતિભા પુજા અને વડીલોની વયવંદનાનો કાર્યક્રમ આજે સવારે 9 કલાકે સિંધુનગર છાત્રાલય ખાતે છે.

}જોષીપરિવાર અગીયાળી, ઇશ્વરીયા

નવરાત્રીઆઠમના રોજ ચોરવડલા મુકામે માતાજી આશાપુરાન હવન હોય હવનમાં બેસવા ઇચ્છતા કુટુંબીભાઇઓએ પોતાના નામ કિશોરભાઇ જોશી, હરીભાઇ જોશીને લખાવી દેવા.

}કાૈશલ્યવર્ધન કેન્દ્ર નારી

કેન્દ્રખાતે એનસીવીટી, જીસીવીટીના લાંબાગાળાના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવનાર હોઇ જોડાવા ઇચ્છનારે 11 થી 1માં જાણકારી માટે કેન્દ્રનો સંપર્ક કરવો.

}અગીયાળીનાના બહુચરાજી મંદિર

અગીયાળીનાના બહુચરાજી મંદિર ખાતે આજે સવારે 9 થી રાત્રે 9 સુધી ભગવાનભાઇ વિનામૂલ્યે સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...