કાળિયાબીડ : નામ ટ્રાન્સફરના ડીંડક સામે રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર |ભાવનગર | 17 સપ્ટેમ્બર

ભાવનગરનાકાળિયાબીડને રેગ્યુલરાઈઝ કરવાનું ફાઈનલ નોટિફિકેશન બહાર પડતા કાળિયાબીડની એસ્ટેટ માર્કેટની પણ તેજી આવી છે પરંતુ કાળિયાબીડના રહિશો પ્લાન મંજુરીની રાહ જોઈ રહ્યા છે જ્યારે બીજી તરફ મિલ્કતોના નામ ટ્રાન્સફરની પહોંચના નામે લાખો રૂપિયાની ઉઘરાણાથી રહિશોપણ ત્રાસી ગયા છે.

ભાવનગરના વિકાસ પામતા વિસ્તારો પૈકી કાળિયાબીડ િવસ્તાર મોખરે છે. શહેરમાં સૌથી વધારે શૈક્ષણિક સંસ્થાઓ કાળિયાબીડમાં છે. ભાવનગરના ઉચ્ચ અધિકારી-પદાધિકારીઓ અને રાજકીય આગેવાનો કાળિયાબીડમાં વસવાટ કરે છે. છતાં વર્ષો સુધી કાળિયાબીડને કાયદેસરતા માટે ઝઝુમવું પડ્યું છે. વર્ષોથી ચાલતા વિવાદો વચ્ચે કોમન પ્લોટ, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર રસ્તાઓ અને સાર્વજનિક જગ્યાઓનો ગુંચવડો માંડ ઉકેલી ગત 10મી મેના રોજ કાળિયાબીડ રેગ્યુલરાઈઝ કરવા ફાઈનલ નોટિફિકેશન બહાર પડ્યું હતું. જે તંત્રવાહકો અને ચૂંટાયેલી પાંખની કામગીરી માટે આવકારદાયક છે. પરંતુ ફાઈનલ નોટિફિકેશન બહાર પડ્યાને ચાર મહિના થવા આવ્યા છતાં પાલિતાણા સુગર મીલે કાળિયાબીડનો સુધારેલો િરવાઈઝ પ્લાન મંજુરી માટે કોર્પોરેશનમાં મુક્યો નથી જેને કારણે કાળિયાબીડના રહિશોને પણ રેગ્યુલરાઈઝનો કોઈ ફાયદો થતો નથી.

કાળિયાબીડના રહિશોને એક તરફ રેગ્યુલરાઈઝનો કોઈ લાભ નથી, બીજી તરફ મિલ્કતોના નામ ટ્રાન્સફરની પહોંચના પણ બેફામ ઉઘરાણાનો ભોગ બનવું પડે છે. B.C. અને D ટાઈપના મકાનોમાં રહિશોએ ખરીદ-વેચાણ માટે પાલિતાણા સુગર મીલ પાસે ફરજીયાતપણે જવું પડે અને જેટલી રકમની પહોંચ આપે તેના 7થી10 ગણી રકમ વસુલ કરે છે. જેથી રહિશોમાં ભારે રોષ ફેલાયો છે.

િવવાદનું વમળ | કાળિયાબીડના રહિશોને રેગ્યુલરાઈઝનો લાભ મળતો નથી ઉપરથી નામ ટ્રાન્સફરના વધુ નાણાં ચુકવવાના

માત્ર પહોંચમાં નામ બદલાય, તો ફી શું કામ ?

નામટ્રાન્સફરના નામે પાલિતાણા સુગર મીલ જે રીતે રકમ વસુલે છે તે તદ્દન ગેરવ્યાજબી હોવાનો રહિશોનો રોષ છે. મિલ્ક્ત લે-વેચમાં વેચનાર પાસે રહેલી પહોંચમાં ખરીદનારનું નામ દાખલ કરવામાં પહોંચમાં રહેલી રકમનો ચેક આપવા ઉપરાંત વધારાની રકમ વસુલે છે. જે ફોર્મમાં પાલિતાણા સુગર મીલ તો ખરીદનાર-વેચનાર વચ્ચે રહેતું નથી. તે બન્ને વચ્ચે કરાર થાય છે. માિલકી પણ બદલાતી નથી ત્યારે આટલી મસ મોટી રકમ શેની વસુલે છે ? તેવા રહિશોમાં પ્રશ્ન ઉદ્દભવ્યા છે.

નામ ટ્રાન્સફરની પહોંચની રકમ કરતા 7 થી 10 ગણા નાણાંના ઉઘરાણાની કાયદેસરતા અંગે ઉઠેલા અનેક સવાલો

ક્વેરિનું સોલ્યુશન

કરી પ્લાન મુકાશે

^કાળિયાબીડનેરેગ્યુલરાઈઝ કરવાનું ફાઈનલ નોટિફિકેશન પ્રસિદ્ધ થયા પૂર્વે પાલિતાણા સુગર મીલે મુકેલા રિવાઈઝ પ્લાનમાં કોર્પો. દ્વારા સુધારા સુચવ્યા છે જે ક્વેરિનું સોલ્યુશન કરી રિવાઈઝ પ્લાન મંજૂરી માટે વહેલીતકે મુવામાં આવશે. >ધીરજભાઈ,પાલિતાણાસુગર મીલ

નામ ટ્રાન્સફરનું

નડતરરૂપ સરવૈયુ

કઈટાઈપની મિલક્ત, કેટલી રકમની પહોંચ અને કેટલી રકમની થાય છે વસુલાત

મિલકતપહોંચ વસુલાત

B5000 40,000

C 7000 50,000

D 15000 1,50,000

અન્ય સમાચારો પણ છે...