• Gujarati News
  • પાલિતાણામાં બંધ મકાનમાં તસ્કરી

પાલિતાણામાં બંધ મકાનમાં તસ્કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |પાલિતાણામાં એક ગૃહસ્થ પોતાનુ ઘર બંધ કરી ધાર્મિક પ્રસંગે ગયા હતા ત્યારે બંધ મકાનમાં રાખેલ મુદામાલની ચોરી થયેલ. શહેરના સાદડી ભવન પાસે રહેતા મગનભાઇ મનજીભાઇ ચૌહાણ ગઇકાલે પોતાના વતનમાં માતાજીનો માંડવો હોઇ ત્યાં ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમ્યાન તેના બંધ મકાનમાં કોઇ અજાણ્યા શખ્સો પ્રવેશી તાળા નકુચા તોડી કબાટમાં રખાયેલ રૂ.90 હજાર રોકડા તથા સોના ચાંદીના ઘરેણા મળી કુલ રૂ. 1,60,300ની કિંમતનો મુદામાલ ઉઠાવી જતા પાલીતાણા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે. બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.