તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણા-બાન્દ્રા ટ્રેન 5 દિવસ પડી રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર¿ભાવનગર | 26 નવેમ્બર

ભાવેણાનાહિત પ્રત્યે ઉપેક્ષાપૂર્ણ નિર્ણયો અને સુવિધા�ઓ માટે જાણીતું એવું રેલવે ખાતું હવે ફરી એક પાલીતાણા-બાન્દ્રા ટ્રેનને ફરી એકવાર સપ્તાહમાં 5 દિવસ ફાજલ પડી રહેવા દેશે. લોકો ઇચ્છી રહ્યા છે કે ટ્રેનને કોઇ એક રૂટ પર કાયમી સેવા માટે નિશ્ચિત કરવામાં આવે. ભાવનગરને હરદ્વાર કે દહેરાદૂન સહિત અનેક સ્થાનો સાથે જોડવાની માંગ સહિત એવી અનેક માંગ ઊભી છે, જેમાંથી કોઇ એક માંગ ટ્રેનના ઉપયોગથી સંતોષી શકાય તેમ છે. રેલવે સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર ડીવીઝનની પાલીતાણા-બાન્દ્રા સાપ્તાહિક ટ્રેનનો ભાવનગરના લોકોને લાભ મળે તે રીતે તેના ફાજલ રહેતા 5 દિવસનો ઉપયોગ કરવાની માંગણી વચ્ચે ટ્રેનને હોલીડે ટ્રેન તરીકે ભાવનગરથી જમ્મુ તાવી વચ્ચે ચલાવાયા બાદ હવે ફરી એક વાર ટ્રેનનું કશ્મીર કનેક્શન કટ થઇ જતાં અંગે રેલવે દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી ટ્રેન ફરી એક વાર સપ્તાહમાં 5 દિવસ ફાજલ પડી રહેશે.

અન્ય સમાચારો પણ છે...