તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે પાલિતાણામાં ચાતુર્માસ ઉપધાન તપ મોક્ષમાળા કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલિજિયસ રિપોર્ટર| ભાવનગર | 26 નવેમ્બર

પાલિતાણાખાતે આવેલ સિદ્ધ ગિરિરાજની તળેટી અને છત્રછાયામાં પ.પૂ.આ.વિજય નિર્મળચંદ્રસુરી મ.સા.ની નિશ્રામાં ઘોારી વિશાશ્રીમાળી સમાજ સુરત દ્વારા ચાર્તુમાસ ઉપધાન તપની આરાધના 243 આરાધકો સાથે આસો સુદ 10ના પ્રારંભ થયો છે. જેમાં ભાવનગરનાં અ.સૌ. દિપ્તીબેન મુકેશભાઇ વોરાની સુપુત્રી ચિ.જીલએ પણ ઉપઘાન તપની આરાધના કરેલ છે. તેઓની મોક્ષમાળારોપણ પાલિતાણા ખાતે બાબુ દેરાસર અને તા.27ને રવિવારના સવારે 9 કલાકે યોજાશે.

જેમાં શનિવારે સવારે મોક્ષમાળાના ઉછામણી, બપોરે પંચ કલ્યાણક પુજા, સાંજે ભાવના તથા મુખ્ય દાતાઓનું બહુમાન મહેમાનોની સાધર્મિક ભક્તિ તેમજ તા.26ને રવિવારે સવારે 9 કલાકે ભવ્યાતિભવ્ય મોક્ષમાળાને વરઘોડો તથા મોક્ષમાળા રોપણ કાર્યક્રમ યોજાશે. જેમાં નવયુગ જૈન મિત્ર મંડળ આગમન ગ્રુપ, શાશ્વત ગ્રુપ સુરત સેવા આપશે.

ઘોઘારી વિશા. જૈન સમાજ, સુરત આયોજિત

અન્ય સમાચારો પણ છે...