• Gujarati News
  • ભાવનગર. 9 સપ્ટેમ્બર જૂનાગઢઆર.આર.સેલ અને પાિલતાણા ટાઉન પોલીસે સંયુક્ત રીતે આયંબીલ ભુવન પાસે આવેલ

ભાવનગર. 9 સપ્ટેમ્બર જૂનાગઢઆર.આર.સેલ અને પાિલતાણા ટાઉન પોલીસે સંયુક્ત રીતે આયંબીલ ભુવન પાસે આવેલ ઘીની દુકાને દરોડો પાડી રૂા.77000નાં નકલી ઘીના જથ્થા સાથે વેપારીની ધરપકડ કરી હતી. ઘટનાએ પાલિતાણા...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત િવગતો મુજબ જૂનાગઢ આર.આર.સેલને બાતમી મળેલ કે પાિલતાણામાં મોટાપાયે નકલી ઘી બનાવી વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પાિલતાણા પોલીસને સાથે રાખી જૂનાગઢ આર.આર.સેલ.નાં હે.કો. હઠીિસંહ ચંદ્રસિંહ સરવૈયાએ સ્ટાફ સાથે આયંબિલ ભુવન પાસે આવેલ દેવાંગ નરેન્દ્રભાઈ કપાસીની મહાવીર ઘી ભંડાર નામની દુકાને અને તેના ઘરે દરોડો પાડી નકલી ઘીનાં ડબ્બા 40, 2 ચુલા, બેરલ 1, નકલી ઘી બનાવવા માટેનું કેમિકલ સહિત કુલ રૂા.77,.400નો મુદ્દામાલ કબજે લીધો હતો.
અંગે જૂનાગઢ આર.આર.સેલના હે.કો. હઠીસિંહે દેવાંગ કપાસી િવરૂદ્ધ પાિલતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નકલી ઘી બનાવવા અને વેચાણ કરવાનાં ગુનામાં વેપારી દેવાંગ કપાસીની ધરપકડ કરી તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. અંગે પોલીસે ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ્સ િવભાગને પણ જાણ કરવામાં આવેલ છે.
ઘટના બનતા પાલિતાણા પંથકના વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
પાલિતાણામાં દેવાંગ નરેન્દ્રભાઈ કપાસીની મહાવીર ઘી ભંડાર નામની દુકાને અને તેના ઘરે દરોડો પાડ્યો હતો / મેહુલસોની
પોલીસે નકલી ઘીનાં 40 ડબ્બા અને સાધનો સહિત રૂા.77,400નો મુદ્દામાલ કબ્જે કર્યો
પાલિતાણામાંથી નકલી ઘીના જથ્થા અને કેમિકલ્સ સાથે વેપારી ઝડપાયો
ભ્રષ્ટાચાર| જૂનાગઢ આર.આર.સેલ અને પાલિતાણા પોલીસે દરોડો પાડ્યો