હિન્દુ મરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| ગં.સ્વ.ચંપાબેન (ઉ.વ.90)તે સ્વ.ચંદુલાલ લક્ષ્મીશંકર ભટ્ટના પત્ની, બરવાળા (ઘેલાશા) નિવાસી સ્વ.લાભશંકર પ્રભાશંકર પંડયાનાં દીકરી, સ્વ.મૂળશંકર એલ. ભટ્ટના નાના ભાઇના પત્ની, સ્વ.કિરીટભાઇ, બંકિમભાઇ (નિવૃત્ત એમ.કે. જમોડ હાઇસ્કૂલ), છાયા જનાર્દનભાઇ પાઠક, રેખા હેમંતભાઇ પંડયાના માતુશ્રી, ગં.સ્વ.ઇન્દુમતી કિરીટભાઇ ભટ્ટ, પ્રીતિબેન બંકિમભાઇ ભટ્ટના સાસુ, ધૈવત, ચિત્રાંગી, ડો.પૂજા, જયના દાદીમાનું તા.26ના રોજ અવસાન થયેલ છે. તેનું શ્વસુર પક્ષ અને પિયર પક્ષનું સંયુકત બેસણું તા.29ને ગુરૂવારે સાંજે 4-30 થી 6-30 પ્લોટ નં.938, અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, ગીતા ચોક, ભાવનગરના મોટા હોલમાં રાખેલ છે.ભાવનગર| રક્ષેશભાઇ કુમુદચંદ્ર ઓઝા (ઉ.વ.79)તે અંજનીબેન (નિવૃત શિક્ષક, ટી.બી. જૈન હાઈસ્કુલ) ના પતિ, રાજલભાઇ (જીવન વિમા નીગમ)ના પિતાશ્રી, દીપાબેન (ઘરશાળા બુનિયાદી વિભાગ)ના સસરા, બિલ્વના દાદા, હાર્દિકભાઇ ભાર્ગવભાઇ ઓઝા(બેંક ઓફ બરોડા)ના કાકા તા.27/6ને મંગળવારે અવસાન પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા.29/6ને ગુરૂવારે સાંજે 5 થી 6.30 વૃજવિહાર હોલ, હરજી બારૈયા નર્સરીની બાજુમાં, ઘોઘા સર્કલ ખાતે રાખેલ છે.ભાવનગર| ખડસલીયાનિવાસી હાલ ભાવનગર સ્વ.ગીરજાશંકર જીવણરામ જોષી તથા સ્વ.મોનાબેનના પુત્ર ભાસ્કરભાઇગીરજાશંકર જોષી (ઉ.વ.65)તા.28ના ભાવનગર મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તે ગીતાબેનના પતિ, સુનિલભાઇ, નિરવભાઇના પિતાશ્રી, સ્વ.હરિપ્રસાદભાઇ, સ્વ.કપીલભાઇ, સ્વ.ભરતભાઇ, સ્વ.જયંતભાઇ, દિનેશભાઇ (એકસલ), સ્વ.ચંદનબેન પંડયા, સ્વ.ઇન્દુબેન ભટ્ટ, સ્વ.કુંદનબેન દવે, સ્વ.જયાબેન જાની, સ્વ.મંજુલાબેન રાવલ, સ્વ.મધુબેન રાવલના ભાઇ, કિશોરભાઇ જન્માશંકરભાઇ રાજયગુરૂના બનેવી, સ્વ.અતુલભાઇ રાજયગુરૂ, ધર્મેન્દ્રભાઇ એમ. જાનીના વેવાઇ થાય. તેની બન્ને પક્ષની સંયુકત સાદડી તા.30ને શુક્રવારે સાંજે 4 થી 6 માધવાનંદ આશ્રમ, મુની દેરી, પટેલ પાર્ક સામે, ન્યૂ એરોડ્રામ રોડ, ભાવનગર મુકામે રાખેલ છે.ભાવનગર| ગં.સ્વ.નયનાબેન પ્રવિણચંદ્ર રાજ્યગુરૂ (ઉ.વ.67,નિવૃત્ત આઇ.ટી.આઇ., ભાવનગર) તા.26ના કૈલાસવાસી થયેલ છે. તે િનલેશભાઇ પ્રવિણચંદ્ર રાજયગુરૂ, સ્વ.હિનાબેન ભરતભાઇ શુકલ (પાલિતાણા), નિલમબેન હિતેશભાઇ ઉપાધ્યાય (ભાવનગર)ના માતુશ્રી, માનસીબેન નિલેશભાઇ રાજયગુરૂના સાસુ, તૃષાંશી, આર્ષના દાદીમા, પિયર પક્ષે ગં.સ્વ.શાંતાબેન હર્ષદરાય િત્રવેદીના પુત્રી, સ્વ.રંજનબેન હર્ષદરાય િત્રવેદી, રાજેશભાઇ હર્ષદરાય િત્રવેદીના બેન, મોસાળ પક્ષે સ્વ.ઇન્દુભાઇ ચાતુર્વેદી, ધીરૂભાઇ, વિનુભાઇ, સ્વ.બિંદુભાઇ, સ્વ.બીપીનભાઇ ચાતુર્વેદી, મુકુંદભાઇ, રમેશભાઇ ઉપાધ્યાયના ભાણેજ થાય. તેની સંયુકત સાદડી તા.29ને ગુરૂવાર બપોરના 4-30 થી 6-30 મોઢ ચાતુર્વેદીય રાજયગોર સમવાયની વાડી (હલુરિયા ચોક), ભાવનગર ખાતે રાખેલ છે.ગાિરયાધાર| સેદરડાનિવાસી હાલ ગારિયાધાર જાનીપ્રભાશંકર ભગવાનજીભાઇ (બચુદાદા,ઉ.વ.90) તા.27ને મંગળવારે કૈલાસવાસ પામેલ છે. તે જાની હિંમતભાઇ (ગારિયાધાર), ગુણુભાઇ (ભાવનગર), િવમળાબેન (અમૃતવેલ), અરૂણાબેન (પાલિતાણા)ના પિતાશ્રી, જાની લાભશંકરભાઇ, પ્રાણશંકરભાઇ, મુળશંકરભાઇના કાકા, દિનેશભાઇ, બુધેશભાઇ, ચીમનભાઇ, અશ્વીનભાઇ, ભરતભાઇ, હિરેનભાઇ, ભાવિનભાઇના દાદા, આદપુર નિવાસી સ્વ.જીવણલાલ જોષી, સ્વ.શામજીભાઇ સ્વ.ભાઇશંકરભાઇ, રમણીકભાઇના બનેવી થાય. તેની સાદડી ભાવનગર મુકામે ગુણુભાઇ વાળંદ સોસાયટીને ત્યા તા.30ને શુક્રવારે સાંજે 4 થી 6 રાખેલ છે. તેની દશા (સરવણી) તા.7/7ને શુક્રવારે તેમજ ઉત્તરક્રિયા તા.8/7ને શનિવારે ગારિયાધાર મુકામે રાખેલ છે. લૌિકક પ્રથા તેમજ મુઢકણા પ્રથા બંધ રાખેલ છે.ભાવનગર| સ્વ.મોહનલાલહરીશંકર િત્રવેદીના પુત્ર પ્રફુલ્લચંદ્રમોહનલાલ િત્રવેદી (ઉ.વ.72,નિવૃત્ત િજલ્લા શિક્ષણાધિકારી કચેરી) તા.25ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ધર્મદેવ (મેજીક સોફટવેર એલઆઇસી), ચિરાગ (મ.શિક્ષક અમરેલી), નીપાબેન િજજ્ઞેશકુમાર પંડયા (રામદેવ નમકીન)ના પિતાજી, સ્વ.ઉષાબેન, પ્રવિણભાઇ, યોગેશભાઇ, પ્રદિપભાઇના ભાઇ થાય. તેની સાદડી તા.29ને ગુરૂવારે સાંજે 4-30 થી 6-30 દેવવાડી (કારડીયા રાજપૂત વાડી), મનુભાઇ ગાંઠીયાવાળાની પાછળ, ડી.એસ.પી. રોડ, ભાવનગર ખાતે રાખેલ છે. શ્વસુર પક્ષ સ્વ.રતિલાલ માધવજી િત્રવેદી (મુંબઇ) તરફથી પણ સાદડી સાથે રાખેલ છે.

મહુવા| અજયભાઇવજેશંકર ત્રિવેદી (નિવૃત્ત ન.પા.) તથા નયનાબેનના પુત્ર મુકેશ(માધવ,ઉ.વ.17) તે સ્વ.જસવંતરાય, સ્વ.હર્ષદરાય, હરિકૃષ્ણભાઇ (બાબુદાદા) નટુભાઇ, ભાસ્કરભાઇના નાનાભાઇના પુત્ર, મંગુબેન, ભદ્રાબેન, દમુબેનના ભત્રીજા, ધવલભાઇ (સેલવાસ), ધારાબેનના નાનાભાઇ, મહેશભાઇ શંકરલાલ ઓઝા (વિરહાક છાપાવાળા, ઉના) પરિવારના ભાણેજ તા.28/6ને બુધવારે અવસાન પામેલ છે. તેમનુ બેસણુ તા.29/6ને ગુરૂવારે સાંજે 4 થી 6 કલાકે મનનબાગ, મુનીનગર પાસે, મહુવા મુકામે રાખેલ છે.કરમદિયા| મણીશંકરભાઇ માવજીભાઇ લાધવા (ઉ.વ.73)તા.28ને બુધવારે સ્વર્ગવાસ પામેલ છે. તે લાધવા મનુભાઇ માવજીભાઇ, લાધવા લલ્લુભાઇ માવજીભાઇ, લાધવા જટાશંકરભાઇ માવજીભાઇના મોટા ભાઇ, લાધવા અમૃતલાલભાઇ, લાધવા અશોકભાઇ, લાધવા શૈલેષભાઇના પિતાશ્રી, લાધવા તુષારભાઇ, લાધવા જગદીશભાઇ, લાધવા રાહુલભાઇના મોટા દાદા, ઠાડચ નિવાસી જાની વલ્લભભાઇ ભવાનીશંકરભાઇ, જાની ધનજીભાઇ ભવાનીશંકરભાઇ, સ્વ.જાની નરભેરામભાઇ ભવાનીશંકરભાઇ, જાની વિજયભાઇ ભવાનીશંકરભાઇના બનેવી, સાંખડાસર-1 નિવાસી સ્વ.જાની વિઠ્ઠલભાઇ ગોપાળજીભાઇના સાળા, જાની રમેશભાઇ, દિનેશભાઇ, મુકેશભાઇના મામા થાય. તેનું બેસણું તા.29, તા.30, તા.1/7, ગુરૂ, શુક્ર, શનિવારે તેના નિવાસસ્થાને કરમદિયા મુકામે રાખેલ છે. બવળીકાણ સાથે રાખેલ છે. સુવાળા તા.30ને શુક્રવારે રાખેલ છે.નવાજાળિયા| કમળાબા નટુભા ગોહિલ (ઉ.વ.50)તા.28/6ને બુધવારે સ્વર્ગવાસ પામેલ છે. તે કાળુભા દાજીભા ગોહિલના દીકરા નટુભાના પત્ની, બહાદુરસિંહ કાળુભા, ખુમાનસિંહ કાળુભા, નવલસિંહ કાળુભાના નાનાભાઇના પત્ની, બળવંતસિંહ કાળુભાના મોટાભાઇના પત્ની, ઘનુભા દોલુભા, જીતુભા જટુભાના મોટાબાપુના દીકરાના પત્ની, પ્રદીપસિંહ, રોહિતસિંહના માતૃશ્રી થાય. તેમની ઉત્તરક્રિયા તા.6/7ને ગુરુવારે રાખેલ છે.

દેદરડા| સરવૈયા હંસાબા સુજાનસિંહ (ઉ.વ.55)તા.26ને સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ.સુજાનસિંહ ભરતસિંહના પત્ની, પ્રતાપસિંહ ભરતસિંહ, સહદેવસિંહ ભરતસિંહના નાના ભાઇના પત્ની, કલ્પેશસિંહ સુજાનસિંહ, મેરૂભા સુજાનસિંહના માતુશ્રી, જગદીશસિંહ રવુભા, બાલુભા રવુભા, ગુલાબસિંહ રવુભાના ભાભી, ભયલુભા પ્રતાપસિંહ, પ્રદિપસિંહ માવુભા, જીતેન્દ્રસિંહ બટુકસિંહ, નરેન્દ્રસિંહ દિલુભા, નીલદીપસિંહ સહદેવસિંહ (મા. યાર્ડ, પાલિતાણા), અરવિંદસિંહ સહદેવસિંહ (ટ્રા.પો. ભાવનગર), િસદ્ધરાજસિંહ મહિપતસિંહ, વાસુદેવસિંહ પ્રતાપસિંહના કાકી થાય. તેની ઉત્તરક્રિયા તા.3/7ને સોમવારે દેદરડા મુકામે રાખેલ છે.

પીપળવા| સુજાનસિંહ ટીસુભા ગોહિલ (ઉ.વ.55)તા.27ના સ્વર્ગવાસ પામેલ છે. તે ઉપેન્દ્રસિંહના પિતાશ્રી, મહાવિરસિંહ, રઘુવિરસિંહ અજયસિંહના મોટા ભાઇ, કુલદીપસિંહ, શક્તિસિંહના દાદા બાપુ, વનુભાના ભત્રીજા, ધર્મેન્દ્રસિંહ, કિશોરસિંહના નાના ભાઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.7/7ને શુક્રવારે પીપળવા મુકામે રાખેલ છે.

મધુવન,તા.તળાજા | રાઠોડબટુકભા બાલુભાના મોટા દીકરા રાઠોડહરદેવસિંહ બટુકભા (ઉ.વ.52)તે બનેસિંહ, જયપાલસિંહ, રાજેન્દ્રસિંહના મોટા ભાઇ, િવરરાજસિંહ, યુવરાજસિંહના પિતાશ્રી, મુળુભા જીલુભા, અરવિંદસિંહ જીલુભા, સ્વ.વિરભદ્રસિંહ જીલુભાના ભત્રીજા, મહેન્દ્રસિંહ મુળુભા, યશપાલસિંહ, જશુભા, હઠુભા, દિગ્વિજયસિંહ, િવરમદેવસિંહના મોટા ભાઇ, ભુરૂભા ટપુભા, મહિપતસિંહ ટપુભા, ગગુભા ટપુભા, િવક્રમસિંહ ટપુભા, જીણુભા ટપુભાના ભત્રીજા, સહદેવસિંહ બાબુભાના મોટા ભાઇ તા.27ને મંગળવાર સ્વર્ગવાસ થયેલ છે. તેની ઉત્તરક્રિયા તા.7/7ને શુક્રવારે મધુવન તેના નિવાસસ્થાને રાખેલ છે.

ભાવનગર| હંસાબા મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.50)ગામ પાદરી (ગો) તે રવુભા રામસંગજી, ઉદુભા દેવીસિંહના વહુ, ભરતસિંહ શિવુભા, િવક્રમસિંહ શિવુભા, રાજભા શિવુભા, સુરૂભા બોઘુભા, કિશોરસિંહ બોઘુભા, પ્રવિણસિંહ દાનુભા, વાળા અમરબા દાનુભાના ભાભી, મહિપતસિંહ રામસંગજીના પત્ની, ક્રિપાલસિંહ મહિપતસિંહ, દિલીપસિંહ મહિપતસિંહના મમ્મી, હિતરાજસિંહ ક્રિપાલસિંહના દાદીમા તા.27ને મંગળવારે રામચરણ પામેલ છે. તેનું બેસણું તા.29નેે મંગળવારે સાંજે 4 થી 6 તથા ઉત્તરક્રિયા તા.3/7ના તેના નિવાસસ્થાને પ્લોટ નં.51, ગણેશનગર-2/એ, ચિત્રા, ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર| સોની શામળદાસ મોહનલાલ કુકડીયા (ઉ.વ.83)તા.27ના ભાવનગર મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તે વિજયભાઇ, બુધાભાઇ, વિરલભાઇના પિતાશ્રી, પ્રાણજીવનદાસ મુળજીભાઇ, શાન્તુબેનના નાના ભાઇ, અમિત, ગોપાલ, મિત, રીના, નંદનીના દાદા થાય. તેની સાદડી તા.29ને ગુરૂવારે સવારે 9-30 થી 11 સોનીની હવેલી, મેઘાણી સર્કલ, બેઝમેન્ટમાં રાખેલ છે.ભાવનગર| કંથારીયાહાલ ભાવનગર નિવાસી પ્રભાતસિંહખુમાનસિંહ ગોહિલ (ઉ.વ.53)તા.28ને બુધવારે સ્વર્ગવાસ થયેલ છે. તે ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ગોહિલ, જગદીશસિંહ ખુમાનસિંહ ગોહિલના નાના ભાઇ, બળવંતસિંહ ખુમાનસિંહ ગોહિલના મોટા ભાઇ, કુલદીપસિંહ, નરેન્દ્રસિંહના પિતાશ્રી, નવાનાવડા નિવાસી દીપસંગભાઇ, ભરતભાઇ, ભુપતભાઇ પ્રગજીભાઇ સોલંકીના બનેવી થાય. તેની લૌિકક તા.30ને શુક્રવારે એક દિવસ અને બેસણું તા.1/7ને શનિવારે 4ા થી 6 રાખેલ છે.ભાવનગર| ચૌહાણ લક્ષ્મણભાઇ શાંતિલાલ (ઉ.વ.80,પંકજ પાનવાળા) તા.26ને સોમવારે રામચરણ પામેલ છે. તે જમનાદાસભાઇ, ગોપાલભાઇ, કુસુમબેન કિરીટકુમારના મોટા ભાઇ, પંકજભાઇ, કેતનભાઇ, ઉમંગભાઇ, અમીતભાઇ (કલરવાળા)ના પિતાશ્રી થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે સાંજે 5 થી 7 રાજપૂત ભોઇ જ્ઞાતિની વાડી, સુતારવાડ, િવકાસ ટ્રાન્સપોર્ટની બાજુમાં રાખેલ છે.ભાવનગર| રાજકોટનિવાસી ગુલાબગીરીપ્રેમગીરી ગોસ્વામી (ઉ.વ.79)તા.23ના કૈલાસવાસ થયેલ છે. તે ભાવનગર નિવાસી બહુચરાજી માતા મહંત કૈ.વા.ઉમેશગીરી ગોપાળગીરીના બનેવી, મેહુલગીરી (એસ.ટી.), પિયુષગીરી (િત્રપૂરા ડિઝીટલ), જીજ્ઞેશગીરી (ઓમ ઓટો કન્સ્લ્ટ)ના ફુવા થાય. તેનું સસુર પક્ષનું બેસણું તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 બહુચરાજી મંદિર, રૂવાપરી દરવાજા, બાર્ટન લાઇબ્રેરી પાસે, ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર| સ્વ.ગટારામભાઇબાળકદાસના પત્ની ભાગુબેન(ઉ.વ.98)તા.27ને મંગળવારે રામચરણ પામેલ છે. તે સ્વ.કાશીરામભાઇ, સ્વ.બચુભાઇના નાના ભાઇના ઘરના, રઘુરામજીના ભાભી, સ્વ.લક્ષ્મીરામ નારણદાસ (ગરીપરા)ના ભાઇના ઘરના, રાધાબેન બાબુરામ (પાિલતાણા)ના ભાભી, સ્વ.માધવદાસ ગરીબદાસ ગોંડલીયા (શોભાવડ)ના દીકરી, ગોવિંદરામ, કનુભાઇ, ગવુબેન, કમુબેનના માતુશ્રી થાય. તેનું સમાધીપૂજન તા.29ને ગુરૂવારે બપોરે રાખેલ છે.ભાવનગર| બાબુભાઇ નાથાભાઇ જેઠવા (ઉ.વ.97,જૂનાગઢ ટેઇલર્સવાળા) તા.28ને બુધવારે ગોપાલચરણ પામેલ છે. તે ગં.સ્વ.મંજુલાબેનના પતિ, ભીખાભાઇ, જયેશભાઇ, વિજયભાઇ, નીતીનભાઇના પિતાશ્રી થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 ગોપાલલાલજીની હવેલી, આર.ટી.ઓ. રોડ પર રાખેલ છે.સથરા| સ્વ.શામજીભાઇભાણાભાઇ લીંબાસીયાના પત્ની કાશીબેન(ઉ.વ.84)તે શાન્તીભાઇ, રમેશભાઇ, વિનુભાઇ, મધુબેનના માતુશ્રી, સંજય, પીન્ટુ, ચેતનના મોટીબા, આહાલપરા લક્ષ્મણભાઇ કરશનભાઇ (પાવઠી), મનુભાઇના ફૈઇબા તા.25/6ને રવિવારે રામચરણ પામેલ છે. તેમની સાદડી તથા સુવાળા તા.29/6ને ગુરૂવારે તથા ઉત્તરકારજ તા.5/7ને બુધવારે સથરા મુકામે રાખેલ છે.નૈપ-સથરા| સ્વ.શામજીભાઇભાણાભાઇ લીંબાશીયાના પત્ની કાશીબેનશામજીભાઇ લીંબાશીયા (ઉ.વ.85)તે શાંતિભાઇ શામજીભાઇ (સથરા), રમેશભાઇ શામજીભાઇ, વિનુભાઇ શામજીભાઇ (િપથલપુર), ગં.સ્વ.મધુબેન પ્રવિણભાઇ (મહુવા)ના માતુશ્રી, મનસુખભાઇ ભાણાભાઇ (મુંબઇ), જેન્તીભાઇ ભાણાભાઇ (અમદાવાદ)ના ભાભી, લખમણભાઇ આહલપરા (પાવઠી)ના ફૈબા તા.25ને રવિવારે રામચરણ પામેલ છે. પિથલપુર (તા.તળાજા) મુકામે બેસણું તા.1/7ને શનિવારે મિસ્ત્રી રમેશભાઇના નિવાસસ્થાને પિથલપુર મુકામે રાખેલ છે. ઉત્તરકારજ તા.5/7ને બુધવારે સથરા (નૈપ) મુકામે રાખેલ છે.મહુવા| સ્વ.સોંડાભાઇદેવશીભાઇ ઠંઠવળીયાના પત્ની ગોદાવરીબેનસોંડાભાઇ ઠંઠવળીયા (ઉ.વ.91)તે ગોબરભાઇ સોંડાભાઇના માતુશ્રી, ભાવેશ, ભાૈતિકના દાદીમા, ધીરૂભાઇ, શામજીભાઇ (ગોપાલ નમકીન) ઠંઠવળીયાના મોટાબા, મોહનભાઇ વાલાભાઇ ઠંઠવળીયા (ખંઢેરાવાળા)ના કાકી, નાનજીભાઇ, સ્વ.મોહનભાઇ બાલાભાઇ ઠંઠવળીયાનાં ભાભી, સ્વ.હરીભાઇ, સ્વ.મોહનભાઇ, ગોવિંદભાઇ, નારણભાઇ, પાંચાભાઇ રઘાભાઇ કુચા (કુંડવીવાળા)ના મોટા બેન તા.28ને બુધવારે રામચરણ પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.9/7ને રવિવારે સોનાવાલા બાગ, મહુવા મુકામે િદવસનું રાખેલ છે. પિયરકાણ અમારા નિવાસસ્થાને સાથે રાખેલ છે.ભાવનગર| મકનભાઇમોહનભાઇ રાવળ (મિસ્ત્રી)ના પત્ની રમાબેનમકનભાઇ રાવળ (ઉ.વ.54)તા.27ના રામચરણ પામેલ છે. તે િકરીટભાઇના માતાશ્રી, ઇશ્વરભાઇ, પ્રવિણભાઇના ભાભી, િહરેનકુમારના સાસુ, નિલેશ, વિપુલ, મિહીરના ભાભુ થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે સાંજે 5 થી 7 વાટલીયા કુંભાર સુતારની વાડીમાં રાખેલ છે.માનપુર,તા.ગારિયાધાર | વસંતબેન હરસુરભાઇ ધાંધળ તા.28નેબુધવારે રામચરણ પામેલ છે. તે પ્રહલાદભાઇ, જયસુખભાઇ, િવક્રમભાઇના માતુશ્રી થાય. તેની ઉત્તરક્રિયા તા.6/7ને ગુરૂવારે માનપુર મુકામે રાખેલ છે.રેવા| વીજુબેન માલાભાઇ ખુશર (ઉ.વ.21)તા.27/6ને મંગળવારે રામચરણ પામેલ છે. તે માલાભાઇ નાથાભાઇના પત્ની, નાથાભાઇ અરજણભાઇ ખુશરના પુત્રવધુ, ભાયાભાઇ વાલાભાઇ, શામળાભાઇ અરજણભાઇ, બોઘાભાઇ અરજણભાઇ, ગોવિંદભાઇ નાથાભાઇ, ભાયાભાઇ વાલાભાઇ, હાજાભાઇ કાનાભાઇ, મેરાભાઇ મેપાભાઇ, રૂડાભાઇ પાંચાભાઇ, સુરાભાઇ ભાયાભાઇ, રતાભાઇ ભાયાભાઇ, ઘુઘાભાઇ મેરાભાઇ, લાલજીભાઇ નાજાભાઇના ભત્રીજા વહુ થાય.તેમનુ કૂતરા પાવાનું તા.3/7ને સોમવારે રેવા મુકામે રાખેલ છે.સેંજળીયા| ગુજરાતી ધનજીભાઇ જીવાભાઇ (ભુવા,ઉ.વ.72) તા.26ને સોમવારે રામચરણ પામેલ છે. તે ધીરૂભગત, ભરતભાઇ ધનજીભાઇ ગુજરાતી, રાજુભાઇ ધનજીભાઇ ગુજરાતીના પિતાશ્રી, વલ્લભભાઇ ખોડાભાઇ ગુજરાતી, વિનુભાઇ ઘુસાભાઇ ગુજરાતીના કાકા થાય. તેની ઉત્તરક્રિયા તા.4/7ને મંગળવારે સેંજળીયા મુકામે રાખેલ છે.

સરકડિયા(ટાણા) | મનુભાઇ શામજીભાઇ રાઠોડ (ઉ.વ.50)તા.27/6ને મંગળવારે રામચરણ પામેલ છે. તે અલ્પેશભાઇ, ગોપાલભાઇના પિતાશ્રી, વેલજીભાઇના નાનાભાઇ, દીપશંગભાઇ બચુભાઇ, શંભુભાઇ મીઠાભાઇના મોટાબાપુના દીકરા, ગભાભાઇ સામતભાઇ (સાંજણાસર)ના બનેવી, ભગવાનભાઇ પાંચાભાઇ ચાવડા (સરકડિયા)ના ભાણેજ થાય. તેમનું ઉત્તરકારજ તા.3/7ને સોમવારે સરકડિયા મુકામે રાખેલ છે.

આમળા,તા.તળાજા | ચાવડા નરશીભાઇ રાણાભાઇ (ઉ.વ.78)તે બાલાભાઇ, ઘુસાભાઇ, અજાભાઇ, જોરૂભાઇ, જીણાભાઇ, લખમણભાઇ, ભુપતભાઇના પિતાશ્રી, રાણીવાડા નિવાસી ભાલીયા ભગવાભાઇ ગોવિંદભાઇના બનેવી તા.28ને બુધવારે રામચરણ પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.9/7ને રવિવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.

રોયલ,તા.તળાજા | ગોવિંદભાઇ કાબાભાઇ ચુડાસમા (ઉ.વ.72)તા.27ને મંગળવારે રામચરણ પામેલ છે. રાઘવભાઇ, જીણાભાઇ, આણંદભાઇના પિતાશ્રી, ભરતભાઇ કરશનભાઇ, વિનુભાઇ કરશનભાઇના મોટા બાપા, ભોપાભાઇ જસાભાઇ મકવાણા તેમના બનેવી તેમજ વેલાભાઇ દીપાભાઇ મકવાણાના ફુવા થાય. તેની ઉત્તરક્રિયા તા.6/7ને ગુરૂવારે અમારા નિવાસસ્થાને રાખેલ છે.

વરલ| પુતળીબેન લાભુભાઇ રાઠોડ (ઉ.વ.60)તા.28/6ને બુધવારે રામચરણ પામેલ છે. તે પુનાભાઇ ઘુસાભાઇ, તુળશીભાઇ ઘુસાભાઇ, જીવરાજભાઇ ઘુસાભાઇના ભાભી, સંજયભાઇ, શૈલેષભાઇના માતૃશ્રી થાય.તેમની ઉત્તરક્રિયા તા.6/7ને ગુરુવારે વરલ મુકામે રાખેલ છે.

થોરાળી| કરમશીભાઇ ટપુભાઇ ડાભી (ઉ.વ.60)તા.28/6ને બુધવારે સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રકાશભાઇ, અશ્વિનભાઇ, હાર્દિકભાઇના પિતાશ્રી, વશરામભાઇ ટપુભાઇ, ભગવાનભાઇ ઉકાભાઇ, સવજીભાઇ, શંભુભાઇ, ખાટાભાઇના નાનાભાઇ, ઘુઘાભાઇ લખમણભાઇ, ભરતભાઇ બોઘાભાઇ, લાભુભાઇ ભગવાનભાઇના કાકા, મનુભાઇ જીણાભાઇ ચૌહાણ, ગોવિંદભાઇ ભોથાભાઇ વાઘેલા (માંડવાળી)ના મામા, દેવજીભાઇ ભોથાભાઇ ગોહિલ, વાલજીભાઇ હરિભાઇના બનેવી થાય. તેમની ઉત્તરક્રિયા તા.7/7ને શુક્રવારે તેમના નિવાસ સ્થાન થોરાળી મુકામે રાખેલ છે.

ભદ્રાવળનં.1, તા.તળાજા | અંબાબેન કાનાભાઇ વાળા (ઉ.વ.95)તા.27ને મંગળવારે રામચરણ પામેલ છે. તે સ્વ.નારણભાઇ અરજણભાઇ, કરશનભાઇ અરજણભાઇના ભાભી, વાળા બુધાભાઇ કાનાભાઇના માતુશ્રી, વાળા વલ્લભભાઇ, રમેશભાઇ, જીણાભાઇ, રાજુભાઇ, લક્ષ્મણભાઇ, ભીખાભાઇના મોટા બા, સાડવદર સંજયભાઇ પટેલ, મંગાભાઇ પટેલના સાસુમા થાય. તેનું ઉત્તરકારજતા.7/7ને શુક્રવારે ભદ્રાવળ નં.1ના નિવાસસ્થાને રાખેલ છે.

વાઘનગર| સ્વ.માવજીભાઇસોમાતભાઇ ચૌહાણના પુત્ર મનુભાઇ(ઉ.વ.57)તે મુકેશભાઇ, કૌશિકભાઇના પિતાશ્રી, બાલુભાઇ, મોહનભાઇ, ધીરૂભાઇ, ખુશાલભાઇ, સ્વ.નંદલાલભાઇ, કરણભાઇ, હીંમતભાઇ, નટુભાઇ, પરશોત્તમભાઇ, રમેશભાઇ, ભુપતભાઇના ભાઇ, મહેશભાઇ વાઘેલા, ભરતભાઇ ભાલીયા, નરેશભાઇ ભાલીયાના સસરા, ટીડાભાઇ સોંડાભાઇના જમાઇ તા.27/6ને મંગળવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.8/7ને શનિવારે તેમના નિવાસ સ્થાને વાઘનગર મુકામે રાખેલ છે. (માટલી પ્રથા બંધ છે.)ઘેટી,તા.પાલિતાણા | બાબરીયાસ્વ.ખોડાભાઇ ધુડાભાઇના પુત્ર કાન્તીભાઇ(ઉ.વ.32)તા.24ને શનિવારે રામચરણ પામેલ છે. તે જીવણભાઇ બાબરીયાના ભત્રીજા, લાખાભાઇ, શામજીભાઇ, નાગજીભાઇ, મહેશભાઇ, રમેશભાઇ, દીપકભાઇ, દિનેશભાઇના ભાઇ, નાથાભાઇ ભીમાભાઇ વાઢૈર (ખાખરીયા)ના જમાઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.30ને શુક્રવારે િદવસના ઘેટી મુકામે તેના નિવાસસ્થાને રાખેલ છે.

જૈનમરણભાવનગર| સ્વ.રસિકલાલમોહનલાલ ગાંધી મહુવાવાળાના દીકરા નવિનભાઇરસિકલાલ ગાંધી (ઉ.વ.56)તા.26ને સોમવારે નવકારમંત્રનું સ્મરણ કરતાં અવસાન પામેલ છે. તે શરદભાઇ ગાંધી (મુંબઇ), કિરણબેન જયેન્દ્રભાઇ શાહ (ભાવનગર), નયનાબેન તુષારભાઇ વાધર (અમદાવાદ)ના ભાઇ, કનૈયાલાલ ધરમશી કનાડીયા (મુંબઇ)ના ભાણેજ થાય. તેની સાદડી તા.29ને ગુરૂવારે સવારે 9 થી 11, બ્લોક નં.જી-1, મહાવીર દર્શન એપાર્ટમેન્ટ, શિલ્પીનગર, ભાવનગર ખાતે રાખેલ છે.

ભાવનગર| રંઘોળાનિવાસી શાહ મગનલાલ જીવરાજભાઇના દીકરી સુરજબેનપ્રતાપરાય શાહ (ઉ.વ.72)મહુવા મુકામે તા.27ને મંગળવારે અવસાન પામેલ છે. તે ચિમનલાલ મગનલાલ (મિરા રોડ), ધીરજલાલ, જયંતિલાલ (સુરત), નવિનચંદ્ર (ભાવનગર), ચંદ્રાબેન દીપચંદભાઇ (વલભીપુર), પુષ્પાબેન નગીનદાસ (નોંઘણવદર)ના બેન થાય. તેની સાદડી તા.29ને ગુરૂવારે સવારે 9 થી 11 કલાકે ભાઇઓ તથા બહેનોની સાથે નવિનચંદ્ર મગનલાલ શાહ, િવઠલવાડી, જૈન દેરાસર સામે, ત્રણ માળીયા, બ્લોક નં.4/45, ભાવનગર મુકામે રાખેલ છે.મહુવા| શાહહરીલાલ ગોપાળજી(ગોળવાળા)ના પુત્ર પ્રતાપરાયના પત્ની સુર્યબાળા(ઉ.વ.72)તે નિલેશભાઇ, મીતેશભાઇ, કિરણબેન ધર્મેશકુમાર (વલસાડ), અલ્પાબેન યોગેશકુમાર (મુંબઇ)ના માતુશ્રી, પ્રીતીના સાસુ, સ્વ.ચંપકભાઇ, સ્વ.સુર્યકાન્તભાઇ, સ્વ.પ્રવિણભાઇ, સ્વ.નવીનભાઇ, સ્વ.તારાબેનના ભાઇના પત્ની, મગનલાલ જીવરાજભાઇ (રંઘોળા)ના દિકરી, જીલ, દિવ્યના દાદી તા.26/6ને સોમવારે મહુવા મુકામે અરીહત શરણ પામેલ છે. તેમની સાદડી તા.29/6ને ગુરૂવારે સાંજે 4 થી 6 કલાકે જૈન ભોજનશાળા, વાસીતળાવ, મહુવા મુકામે ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે.ભાવનગર| નિરંજનભાઇ (કાકુભાઇ) કાંતિલાલ વાંકાણી તા.27નેમંગળવારે અરિહંત શરણ પામેલ છે. તે સ્વ.કાંતિલાલ હેમરાજ વાંકાણીના પુત્ર, ધીરજલાલ હેમરાજ વાંકાણીના ભત્રીજા, એમેરિકા સ્થિત વિનયભાઇ, અરૂણભાઇ, પ્રવિણભાઇ, જીતેન્દ્રભાઇ, રમેશભાઇ, શોભનાબેન મુકેશભાઇ સોમાણીના ભાઇ, પ્રણવ, દિપાલી દુષ્યંતકુમાર સોમાણી, ભૂમિ ઉદયકુમાર સોમાણીના પિતા, ભવ્ય વાંકાણી, અંશ, ખુશી, વિધિ, ભવ્ય સોમાણીના દાદા, સ્વ.કાંતિલાલ વૃજલાલ સોમાણીના વેવાઇ, મનુભાઇ મુળજીભાઇ નાવડીયાના જમાઇ, સ્વ.કેશવલાલ મોતીલાલ ડબલાના ભાણેજ થાય. તેની સંયુકત સાદડી તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 નવગામ ભાવસાર જ્ઞાતિની વાડી, વડવા પાળીયાધાર ખાતે રાખેલ છે. સ્વ.નું ચક્ષુદાન કરેલ છે.

મુસ્લિમમરણમહુવા| બતુલબાનુ બિન્તે રમઝાનઅલી જાફરી તેજ.ગુલામઅબ્બાસભાઇ ચારણીયા (બી.એસ.એન.એલ.)ના મહોરદાર, મર્હુમ અકબરભાઇ ના પુત્રવધુ, અલીરઝા (રૂપારેલ ગ્રુપ), સરફરાજ, આરીફ(ટેક સોલ્યુશન)ના માતુશ્રી ખુદાની રહેમતમાં પહોચેલ છે. મર્હુમાની ત્રીજાની મજલીસે હુસૈન (અ.સ.) તા.30/6ને શુક્રવારે સવારે 11 કલાકે ઔરતોમાં તથા મર્દોમાં નમાઝે જુમ્મા બાદ બપોરે 2 કલાકે મસ્જીદે રેઝા (ડોમ) મહેંદીબાગ, મહુવા મુકામે રાખેલ છે.પાલિતાણા| હાજીરહેમાનભાઇભાઇજીભાઇ મહેતરના ઔરત હાજીયાણીબીબીબેન (ઉ.વ.75)તા.27ને મંગળવારે જન્નતનશીન થયેલ છે. તે હુસેનભાઇ હાજીરહેમાનભાઇ મહેતર, હનીફભાઇ, મ.હસનભાઇ (બુધાભાઇ) હાજી રહેમાનભાઇ મહેતરના વાલીદા, મ.રહેમાનભાઇ, અબ્દુલભાઇ મામદભાઇ સેલોત (દેવળીયા)ના બેન, મ.ઇસ્માઇલભા ભાઇજીભાઇ મહેતર, રજાકભાઇ ભાઇજીભાઇ મહેતર, અલારખભાઇ બાલાભાઇ મહેતર, હસનભાઇ હાજીભાઇ મહેતર (જીઇબી), અલારખભાઇ મમદીભાઇ મહેતરના ભાભી, મ.સુવાલીભાઇ મામદભાઇ સૈયદ, મ.મુસાભાઇ ઇબ્રાહીમભાઇ સૈયદ (સિહોર)ના વેવાણ, મ.હાજીજમાલભાઇ આમદભાઇ પાદરશી, મ.ઇસ્માઇલભાઇ અબ્દુલ્લાભાઇ (સિહોર), મ.હસનભાઇ અલારખભાઇ ડેરૈયા (સાણોદર)ના સાળાના ઔરત, હાજીઇસુબભાઇ, હાજી મુસાભાઇ ઇસ્માઇલભાઇ સૈયદ (સિહોર) મ.ગફારભાઇ જમાલભાઇ ડેરૈયા, રહીમભાઇ આમદભાઇ ડેરૈયા (વરતેજ) હાજીમુખ્તારભાઇ હાજીભાઇ ટાંક, મ.હારૂનભાઇ અલીભાઇ શાહ રફીકભાઇ કાસમભાઇ સૈયદના સાસુ થાય. તેની જીયારત તા.30ને શુક્રવારે સવારે 10 કલાકે મર્દો માટે અલ-મદિના મસ્જીદ તથા ઔરતો માટે મોહંમદીબાગ, ઘાંચી જમાતની વાડી, તળાવ, પાલિતાણા ખાતે રાખેલ છે.તણસા-વાવડી| મ.હાજીભાઇ ઉસ્માનભાઇ માલકાણી સોનગઢવાળા(હાલ વાવડી) તા.28ને બુધવારે અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે હમીદભાઇ, આસીફભાઇના વાલીદ થાય. તેની જીયારત વાવડી મુકામે તા.30ને શુક્રવારે સવારે 9 કલાકે રાખેલ છે.