હિન્દુ મરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| નિરંજનભાઇ જાદવરાય વોરા (નિવૃત્તજીઇબી ઇન્ડિયન મેડીકલ એશો.) તે હિતાર્થ વોરા, મુકેશ વોરા (જીઇબી, વડોદરા), અંજીલા કમલેશ મહેતા (વડોદરા)ના પિતા, ફાલ્ગુન વોરા (જીઇબી), હાર્દિક વોરા (વોડાફોન)ના દાદાજીનું તા.27ને સોમવારે અવસાન થયેલ છે. તેની શાંતિપ્રાર્થના તા.30ને ગુરૂવારે સાંજે 4 થી 6 ઇન્ડિયન મેડીકલ એસો. હોલ, ડાયમંડ ચોક ખાતે રાખેલ છે.તળાજા| સ્વ.હસમુખભાઇભોગીલાલ ત્રિવેદીનાં પુત્ર પ્રકાશભાઇ(ઉ.વ.66)તા.27/7ને સોમવારે કૈલાસવાસી થયેલ છે. તે લતાબેનના પતી, સ્વ.બીપીનભાઇ, વર્ષાબેન ઇન્દ્રવદનભાઇ ત્રિવેદી (ઉના), શોભનાબેન રાજેન્દ્રકુમાર ઓઝા (મહેસાણા), મુકેશભાઇ ત્રિવેદી (તળાજા)ના મોટાભાઇ, ગં.સ્વ.સુધાબેનના દેર, હિનાબેનના જેઠ, ચિરાગ, યતીન, સ્મીતાબેન હિતેશકુમાર ત્રિવેદી (તળાજા)ના પિતાશ્રી, રવી મુકેશભાઇ, અમીબેન માધવકુમાર પંડ્યા (તળાજા)ના બાપુજી, હીતેશકુમાર મોહનભાઇ ત્રિવેદી, દક્ષાબેન ચિશગભાઇ ત્રીવેદીનાં સસરા, દિવ્યાંગ, પાર્થ, ખુશી, યાજ્ઞીક, ક્રીશના દાદા થાય. તેમની પિયરપક્ષ તથા શ્વસુરપક્ષની સંયુક્ત સાદડી તા.30/7ને ગુરૂવારે સાંજે 4 થી 6 શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, તળાજા ખાતે રાખેલ છે.પાલિતાણા| શુકલ જયંતિલાલ વૃજલાલ (ઉ.વ.92,યજુવૈદ આચાર્ય, ભવાની મંદિર, પેલેસ રોડ) તા.26ને રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે અરૂણભાઇ જયંતિલાલ શુકલ (કેયુર ગેસ એજન્સી)ના પિતાશ્રી, સ્વ.રમણીકલાલ વૃજલાલ શુકલના નાના ભાઇ, ચંદુલાલ રતિલાલ શુકલ, સ્વ.શિવપ્રસાદ, સ્વ.યશવંતભાઇ, સ્વ.મહેશચંદ્રના દાદાના દીકરા, ગિરીશભાઇ, ભરતભાઇ, ભગવતીબેન, સ્વ.કૈલાસબેન, આશાબેન (સિહોર)ના કાકા, શૈલેષભાઇ, પરેશભાઇ (નીતિ ઝેરોક્ષ), સોનલબેન જાની (મહુવા)ના મોટા બાપુજી, તુષાર અરૂણભાઇ, અર્ચના પ્રણવકુમાર (અમદાવાદ), નિકીતાબેન જીમીતકુમાર (બોટાદ), દર્શન, પાર્થ, ઋષીના દાદા, સસુર પક્ષે મોટી વાવડીવાળા સ્વ.જેશંકરભાઇ દામજીભાઇ િત્રવેદીના જમાઇ, પ્રવિણભાઇ, હર્ષદભાઇ િત્રવેદી (અમરેલીવાળા)ના બનેવી થાય. તેની બન્ને પક્ષની સંયુકત સાદડી તા.30ને ગુરૂવારે બપોરે 3-30 થી 6 રામવાડી, પાલિતાણા ખાતે રાખેલ છે.જુનીકામરોળ | સરવૈયા મનુભા પોપટભા (ઉ.વ.77)તે તા.28/7ને મંગળવારે કૈલાસવાસી થયેલ છે. તે શિવભદ્રસિંહ, ઘનશ્યામસિંહના પિતાશ્રી, સ્વ.પ્રભાતસિંહ પોપટભા, સ્વ.નાનભા, સ્વ.વખતસિ઼હ, સ્વ.જીવુભાના નાનાભાઇ, ભોજુભા, પ્રવિણસિંહ, ઓઘુભા, ભુપતસિંહ, સ્વ.રઘુભા, અશોકસિંહ, સહદેવસિંહ, ઇન્દ્રસિંહ, કીરતસિંહ, કેશુભા, બળવંતસિંહ, બળવંતસિંહ, સ્વ.પ્રદીપસિંહ, રણજીતસિંહના કાકા, પ્રતાપસિંહ, યુવરાજસિંહ, કુળદીપસિંહ, જયપાલસિંહ, ધ્રુવરાજસિંહ, રૂષિરાજસિંહ, હરદીપસિંહ, શક્તિસિંહ, કૃષ્ણદેવસિંહ, અજયસિંહ, સત્યપાલસિંહ, પ્રતિપાળસિંહ, ગોપાળસિંહના દાદાબાપુ થાય. તેમની ઉત્તરક્રિયા તા.7/8ને શુક્રવારે દિવસે રાખેલ છે તથા બેસણુ જુની કામરોળ મુકામે રાખેલ છે.

ભંડારિયા| ભડી-ભંડારિયાનિવાસી ગોહિલભાવુભા મોતીભા (ઉ.વ.95)તા.27ને સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ.મનુભા મોતીભા, સ્વ.હનુભા મોતીભા, રમુભા મોતીભાના મોટા ભાઇ, કિરીટસિંહ, અનોપસિંહ, રાજેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહના પિતા થાય. તેની ઉત્તરક્રિયા તા.7/8ને શુક્રવારે ભંડારિયા નાની ડેલી ખાતે રાખેલ છે.

ઓદરકા,તા.ઘોઘા | છનુભા ખોડુભા ગોહિલ (ઉ.વ.75)તા.28ને મંગળવારે સ્વર્ગવાસ પામેલ છે. તે મનુભા ખોડુભા, જીણકુભા ખોડુભાના મોટા ભાઇ, ભીમદેવસિંહ નારણજી, બળવંતસિંહ નારણજી, લાલુભા મહોબતસિંહ (ઘોઘા એસબીઆઇ), ધીરૂભા મહોબતસિંહના કાકા, અરવિંદસિંહ છનુભા, રાજેન્દ્રસિંહ છનુભાના પિતાશ્રી, સુખદેવસિંહ બહાદુરસિંહ, અશોકસિંહ જીણકુભા, કનકસિંહ જીણકુભા, સુઝાનસિંહ જીણકુભા, હરદેવસિંહ મનુભા, નરેન્દ્રસિંહ મનુભાના મોટા બાપુ, વિજયસિંહ અરવિંદસિંહ, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહના દાદાજી થાય. તેની ઉત્તરક્રિયા તા.8/8ને શનિવારે ઓદરકા મુકામે રાખેલ છે.

ભાવનગર| ભરતસિંહ રતનસિંહ રાઠોડ (ઉ.વ.60)તા.28ને મંગળવારે સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રવિણસિંહ ફતેસિંહ, હરદેવસિંહ પ્રતાપસિંહ, વિક્રમસિંહ ચંદુભાના મોટા ભાઇ, નરેન્દ્રસિંહ ભીખુભા, કિશોરસિંહ રણજીતસિંહ, ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ, રાજેન્દ્રસિંહ, અશોકસિંહના કાકા, અજયરાજસિંહ ભરતસિંહના પિતા થાય. તેનું બેસણું તા.30ને ગુરૂવારે સાંજે 4 થી 6 અમારા નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| પ્રફુલાબેન પ્રવિણચંદ્ર વસાણી (ઉ.વ.52)તા.25ને શનિવારે શ્રીજી ચરણ પામેલ છે. તે પ્રવિણચંદ્ર મનસુખલાલ વસાણી (રીટાયર્ડ એસ.ટી)ના પત્ની, ચેતનભાઇ પ્રવિણચંદ્ર વસાણી (સંદેશ ન્યુઝ પેપર), જતીનભાઇ પ્રવિણચંદ્રના માતુશ્રી, હસુબેન વસાણી (રીટા. શિક્ષીકા, ખાંભા), રંજનબેન જે. કારિયા, ઇન્દુબેન (વડોદરા), દીપકભાઇ, નરેન્દ્રભાઇના ભાભી, ધોલેરા નિવાસી હરિલાલ અમૃતલાલ ઠક્કરની પુત્રી, રાજુભાઇ, હર્ષદભાઇના મોટા બેન થાય. તેનું બેસણું તા.30ને ગુરૂવારે આનંદનગર, જલારામ મંદિર, વીરબાઇ હોલમાં સાંજના 4 થી 5-30 રાખેલ છે.થોરડી| હીરાબેન ઇશ્વરભાઇ પીઠવા (ઉ.વ.91,ગામ સઇજ) તા.27ને સોમવારે રામચરણ પામેલ છે. તે થોરડી સ્વ.શામજીભાઇ, સ્વ.છગનભાઇ, મગનભાઇ, રમણીકભાઇના બેન, હસમુખભાઇ, હિંમતભાઇ, રસીકભાઇના ફઇ, વાળુકડ (જીજીનું) કાળીદાસભાઇ પરષોતમભાઇ પરમારના ભાણેજ થાય. તેનું બેસણું તા.30ને ગુરૂવારે થોરડી અમારા નિવાસસ્થાને સાંજે 4 થી 6 રાખેલ છે.અગીયાળી,તા.સિહોર | ગોસ્વામીબળવંતગીરી મહારાજગીરીના પત્ની જયાબેનબળવંતગીરી (ઉ.વ.40)તા.28ને મંગળવારે કૈલાસવાસ થયેલ છે. તે દર્શનગીરી બળવંતગીરીના માતુશ્રી, ગોવિંદગીરી મહારાજગીરી (દેવગાણા ખોડીયાર મંદિર), મોજગીરી મહારાજગીરી (એસ.ટી. કન્ડકટર), દેવગીરી મહારાજગીરીના નાના ભાઇના પત્ની, સુખદેવગીરી (શોભાવડ), પ્રભાતગીરી, મથુરગીરી, બટુકગીરી, વિનોદગીરીના બેન થાય. તેનું શક્તિપૂજન તા.3/8ને સોમવારે તેના નિવાસસ્થાને અગીયાળી, તા.સિહોર મુકામે રાખેલ છે.તળાજા| હરકિશનભાઇરામદાસભાઇ અગ્રાવત (પોસ્ટમેન નિવૃત્ત, તળાજા)ના પત્ની જયોતિબેન(ઉ.વ.59)તે જગદીશભાઇ, મનોજભાઇ, અરૂણાબેન તળાજા, ચેતનાબેન નારી, વર્ષાબેન ભાવનગર, જાગૃતિબેન ગઢાળીવાળાના માતા, રાજુભાઇ ચન્દ્રકાંતભાઇ, મહેશભાઇ ચન્દ્રકાન્તભાઇ, સંજયભાઇ ભરતભાઇ, પ્રવિણભાઇ ભરતભાઇના કાકી, ઉમાબેન નેનુજી ભાવનગરવાળાના ભાભી, જયશ્રીબેન ભરતકુમાર આચાર્ય ભાવનગર, મમતાબેન સંજયકુમાર અગ્રાવત અમરેલી રેખાબેન મુકેશકુમાર અગ્રાવત વેરાવળના કાકી, ભાવનગરવાળા સ્વ.છગનલાલ બાલુભાઇ આચાર્યની દીકરી, હસમુખભાઇ છગનલાલ નારીવાળાના બહેન તા.28ને મંગળવારે રામચરણ પામેલ છે. તેના સુવાળા તેમજ સાદડી તા.30ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમજ તા.7/8ને શુક્રવારે ઉત્તરક્રિયા અમારા નિવાસસ્થાને મોરલીર મંદિર, ડુંગરાવાળી શેરી, તળાજા રાખેલ છે.ભાવનગર| મંજુલાબેન ધીરજલાલ અંધારિયા (નિવૃત્તઅેરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, પાવર હાઉસ)ના પત્ની, પ્રેરક, હિમાંશુ (બાબો)ના માતુશ્રી, રમણભાઇ ભુપતરાય, કિશનભાઇ ભુપતરાય, રાજુભાઇ ભુપતરાય, કિર્તીભાઇ ભુપતરાયના ભાભી, સ્વ.બુદ્ધીલાલ નાથાલાલના દીકરી, સ્વ.મધુબેન લક્ષ્મણદાસ, યશોમતી જીતેન્દ્રભાઇ, નંદનબેન દયાનંદભાઇ ધોળકાવાળાના નાના બેન તા.28ને મંગળવારે સ્વર્ગવાસ પામેલ છે. તેનું ભાઇઓ તથા બહેનોનું બેસણું તા.29ને બુધવારે સાંજે 5-30 થી 7 ઓમ પ્લાઝા હોલ, ડોન ચોક, નાગરિક બેંકની બાજુમાં રાખેલ છે.કુકડ| માથાવડીયા મગનભાઇ ટપુભાઇ (ઉ.વ.75)તા.27ને સોમવારે રામચરણ પામેલ છે. તે સ્વ.મોહનભાઇ ટપુભાઇ, છગનભાઇ ટપુભાઇના નાના ભાઇ, પ્રવિણભાઇ, ચિમનભાઇ, હિંમતભાઇ, કનુભાઇ પિતા, સુરેશભાઇ મોહનભાઇ (અમદાવાદ), કિશોરભાઇ છગનભાઇ (નિવૃત્ત એસટી કર્મચારી, અમદાવાદ)ના કાકા, પરમાર વિપુલભાઇ નરેશભાઇ (અવાણીયાવાળા)ના નાના, જાદવ પોપટભાઇ ટપુભાઇ (ઠાડચ)ના બનેવી થાય. તેની ઉત્તરક્રિયા તા.6/8ને ગુરૂવારે કુકડ, તા.ઘોઘા તેના નિવાસસ્થાને રાખેલ છે.વાલાવાવ| સ્વ.પાંચાભાઇવાલાભાઇ કાપડીયાના પુત્ર (વશરામ)ઘુઘાભાઇ પાંચાભાઇ કાપડીયા (ઉ.વ.54)તે કેહુભાઇ અરજણભાઇ કાપડીયાના ભાઇ, પીથલપુરવાળા પુરીબેનના ભત્રીજા, તરેહરાવાળા પુનીબેનના પતિ તા.21ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તેની ઉત્તરક્રિયા તા.1/8ને શનિવારે રાખેલ છે.આંમળા| સ્વ.રવજીભાઇબેચરભાઇ બાટીયાના પત્ની મંગુબેનરવજીભાઇ બાટીયા (ઉ.વ.99)તે મસ્તરામધારા રાજપરા મોહનભાઇ રામભાઇ ભીલ, મગનભાઇ ભીલના બેન, સગરામભાઇ રવજીભાઇ બાટીયા, ઓધાભાઇ બાટીયાના માતુશ્રી, પરશોતમભાઇ ઓઘડભાઇ બાટીયાના ભાભુ, જયેશ બાટીયાના મોટી તા.19ને રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. ઉત્તરકારજ રાંકાહર રાંધલઆઇ રોડ તા.29ને બુધવારે 11 કલાકે રાખેલ છે. માટલી ભરણા પ્રથા બંધ છે.

આંમળા| સ્વ.ભવાનભાઇનાનભાઇ બાટીયાના પત્ની જીવીબેનભવાનભાઇ બાટીયા (ઉ.વ.101)તે ઝાંઝમેર લાખાભાઇ રણછોડભાઇ બાંભણીયાના બેન, ઓઘડભાઇ નાનભાઇ બાટીયાના ભાભી, નરશીભાઇ ભવાનભાઇ બાટીયાના માતુશ્રી, પરશોતમભાઇ ઓઘડભાઇ બાટીયાના ભાભુ, જયેશ બાટીયાના મોટી તા.21ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તેની ઉત્તરક્રિયા તા.31ને શુક્રવારે 11 કલાકે લીંડીયા નદી કાંઠે રાખેલ છે. માટલી ભરણા પ્રથા બંધ છે.

ટાઢાવડ,તા.તળાજા | રાજુભાઇ મગનભાઇ મકવાણા (ઉ.વ.22)તે પોપટભાઇ ગોવિંદભાઇ મકવાણા, અભેસંગભાઇના મોટા ભાઇ, લાભુભાઇના નાના ભાઇ, કમાભાઇ અમરાભાઇ, રવજીભાઇ શામજીભાઇના નાના ભાઇના દીકરા, જનકભાઇ અરજણભાઇ સરવૈયાના ભાણેજ તા.27ને સોમવારે ટાઢાવડ મુકામે સ્વર્ગવાસ થયેલ છે.

મહુવા| સામાતભાઇ કાનાભાઇ ગોહિલ (ઉ.વ.80)તે અરવિંદભાઇ (ફ્રિઝવાળા)ના પિતાશ્રી, ભગવાનભાઇના મોટાભાઇ, ધીરાભાઇ ભગવાનભાઇ, ભરતભાઇ, રાજુભાઇ હરીભાઇ, વિજયભાઇ, કાળુભાઇ બાલાભાઇ, ચંદુભાઇના મોટાબાપા, પ્રવિણભાઇ લાખાભાઇ પરમારના આતા, નિલેષ વિઠ્ઠલભાઇ શિયાળના સસરા તા.27/7ને સોમવારે રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.30/7ને ગુરૂવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન નૂતન નગર, હેવન હોટલ પાસે, મહુવા તથા ઉત્તરકારજ તા.7/8ને શુક્રવારે મોધીબા હોલ, જનતા પ્લોટ ખાતે રાખેલ છે.

રાજાવદર| નારણભાઇ ગોબરભાઇ વાળા (ઉ.વ.85)તે ભોળાભાઇ, ધીરૂભાઇ, બુધાભાઇ, દવલબેન શામજીભાઇ (મસુંદડા), કડવીબેન દુલાભાઇ (બેડા), નાનીબેન બીજલભાઇ (મસુંદડા), પાનુબેન મનુભાઇ (બેડા), ધનુબેન મનુભાઇ(ચોકવા)ના પિતાશ્રી, જીવાભાઇ, સોંડાભાઇના મોટાભાઇ, સ્વ.કાનાભાઇ, સ્વ.વાલાભાઇ, સ્વ.શામજીભાઇના નાનાભાઇ, છગનભાઇ ચીથરભાઇ ભીલના મામા તા.28/7ને મંગળવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.8/8ને શનિવારે વાડી વિસ્તારમાં રાખેલ છે. બેડા ત્રણ રાખેલ છે. માટલી સાદી રાખેલ છે.

ગોરખી| બસુબેન ભીમાભાઇ સોલંકી (ઉ.વ.75)તે તા.28/7ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તે ગોરભાઇ, શીવાભાઇના માતુશ્રી, દાનાભાઇ, મોહનભાઇ, ધરમશીભાઇ, પુજાભાઇ, બુધ્ધાભાઇના કાકી, લખમણભાઇના મોટાબા, ભુપતભાઇ, કાંતીભાઇ, બાઘાભાઇના દાદીમાં થાય. તેમનું ઉત્તરકારજ તા.7/8ને શુક્રવારે રાખેલ છે.

મંગેળા| માધાભાઇ ખાટાભાઇ ચૌહાણ (ઉ.વ.55)તે તા.28/7ના રોજ રામચરણ પામેલ છે. તે લખમણભાઇ, મનુભાઇ, નવલભાઇના પિતાશ્રી, નાગજીભાઇના મોટાબાપુના દિકરા, ઘુસાભાઇના કાકાના દીકરા, બાબુભાઇ સાંખટના બનેવી, ભગવાનભાઇ ડાભી (દકાના)ના ભાણેજ, બારૈયા મથુરભાઇ વેલાભાઇ (તરસરા)ના સસરા થાય. તેમની ઉત્તરક્રિયા તા.8/8ને શનિવારે મંગેળા મુકામે રાખેલ છે.ભાવનગર| વાલ્મીકીભજન સમ્રાંટ મુકુંદભાઇપ્રેમજીભાઇ (સર.ટી.હોસ્પિટલ) તણસા નિવાસી હાલ ભાવનગર તા.19ના રામચરણ પામેલ છે. તે મધુબેન (બીએમસી)ના પતિ, સ્વ.રામજીભાઇ ચૌહાણ, બચુભાઇ, ભુપતભાઇ, મંગુબેન, પુનીબેન, ચંદુબેનના ભાઇ, પાર્વતીબેન (બીએમસી), મુનીબેન, જગદીશભાઇ, વિપુલભાઇના પિતા, શૈલેષભાઇ દાઠીયા, સરજુભાઇ વેગડના સસરા, ભાર્ગવ, સોનુ, રૂગેશ, જય, ધ્રુવાંગ, સનીના દાદા, સ્વ.મોહનભાઇ દાઠીયા, બાબુભાઇ વેગડના વેવાઇ થાય. તેનું પાણીઢોળ તા.30ને સવારે 10-30 કલાકે તેના નિવાસસ્થાને વાલ્કેટ ગેટ ખાતે રાખેલ છે.ભાવનગર| સાધુ જેઠીદાસ કાળીદાસ પરમાર (ઉ.વ.72)તા.19ના રામચરણ પામેલ છે. તે ગં.સ્વ.કેસરબેનના પતિ, મોહનદાસના નાના ભાઇ, રાજેશભાઇ, કુબેરભાઇ, સુરેશભાઇ, ગજાનંદભાઇના પિતાજી, સુનિલભાઇ, મુકેશભાઇ, જયેશભાઇ, પરેશભાઇ, ભવદિપ, કિશનના દાદા થાય. તેના ભંડારાની વિધિ તા.30ને ગુરૂવારે સાંજે તેના નિવાસસ્થાને રાખેલ છે.લાઠી| મહેન્દ્રભાઇ (બટુકભાઇ) મનુભાઇ ભટ્ટ (ઉ.વ.75,ચાવંડવાળા) તા.27ને સોમવારે અવસાન થયેલ છે. તે મધુભાઇ, રમેશભાઇના મોટા ભાઇ, પરેશભાઇ, તુષારભાઇના પિતાશ્રી થાય. તેનું બેસણું તા.30ને ગુરૂવારે બપોરે 3 થી 6 કલાકે ક્રિષ્ના વાડી, ખોખા ડાંગરના ચોરા પાસે, લાઠી મુકામે રાખેલ છે.

ગારિયાધાર| દામજીભાઇ ભગવાનભાઇ ચાૈહાણ (ઉ.વ.59)તા.28ને મંગળવારે રામચરણ પામેલ છે. તે ધનજીભાઇ, લખમણભાઇના નાના ભાઇ, પ્રવિણભાઇ, ભરતભાઇ, રમેશભાઇ, અશોકભાઇ, હિતેષભાઇ, બાબુભાઇ, વિનુભાઇના કાકા થાય. તેનું બેસણું તા.30ને ગુરૂવારે તેમજ ઉત્તરક્રિયા તા.5/8ને બુધવારે ભીડભંજન પ્લોટ, ડાયાલાખાની વાડી, નાની વાવડી રોડ, ગારિયાધાર મુકામે રાખેલ છે.

મુસ્લિમમરણભાવનગર| મ.ખાનભાઇ સાલેભાઇ કુરેશી તા.27નેસોમવારે અલ્લાહપાકની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેની જીયારત મરદોની રહેનુમા યે મીલ્લત મસ્જીદમાં કુંભારવાડા હા.બોર્ડ, રૂ.નં.396ની સામે તા.29ને બુધવારે સવારે 8-30 કલાકે રાખેલ છે. ઔરતોની જીયારત કુંભારવાડા નારી રોડ લીયાકતઅલીબાપુની દરગાહે રાખેલ છે. તે મ.સાલેભાઇ રાજેભાઇ કુરેશીના દીકરા, હાજી તાજભાઇ સાલેભાઇ કુરેશી, ચાંદભાઇ સાલેભાઇ કુરેશીના નાના ભાઇ, મુનાફભાઇ ખાનભાઇ કુરેશી, સીરાજભાઇ ખાનભાઇ કુરેશીના બાપુજી, ઇકબાલભાઇ જીાભાઇ કુરેશી, રફીકભાઇ જીભાઇ કુરેશીના ભાઇ, મલેક ઇસુબભાઇ નુરભાઇ, કુરેશી મુનાફભાઇ રસુલભાઇના સસરા થાય.ભાવનગર| મીઠુબેન્ડવાળામ.રફીકભાઇ નુરમહંમદભાઇ દેખૈયાના પુત્ર હનીફભાઇરફીકભાઇ દેખૈયા તા.27નેસોમવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેની ઝીયારત તા.29ના મર્દોની સવારે 8-30 કલાકે અમીપરા મસ્જીદ તથા ઓરતો માટેની ઝીયારત હલીમાબાગ, મતવચ ચોક, લાકડી બજાર ખાતે સવારે 9 કલાકે રાખેલ છે.ભાવનગર| આઢીયા અલારખભાઇ મુસાભાઇ બંગડીવાળા તા.28નાઇન્તેકાલ થયેલ છે. તેની જીયારત ગુરૂવારે 8-30 કલાકે જુમ્મા મસ્જીદમાં રાખેલ છે. ઔરતોની તેના નિવાસસ્થાને લાંડાશેરી ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...