તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોરની જનતા એસ.ટી. ડેપોની સુવિધાથી વંચિત રહેતા હેરાનગતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરજિલ્લામાં દસ તાલુકા આવેલા છે અને 10 પૈકી સિહોર અને ઘોઘાએ ભાવનગરથી નજીકના તાલુકા મથક છે.સિહોરએ ભાવનગર જિલ્લાના ઘણા તાલુકા અને સમગ્ર રાજયના ઘણા ખરા મોટા શહેરોમાં જવા માટેનો મુખ્ય માર્ગ પસાર થાય છે.આમ છતાં સિહોરમાં એસ.ટી.ડેપો હોવાને કારણે સિહોર શહેર અને તાલુકાના ગ્રામ્યજનોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે.

સિહોર તાલુકા નીચે 78 ગામો આવેલા છે. પરંતુ હજી સુધી એસ.ટી.ડેપોની સુવિધાથી વંચિત છે ! સિહોરથી અમરેલી, બાબરા, વડિયા, કુકાવાવ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ-ભુજ, પાલિતાણા, અમદાવાદ, સુરત, વલભીપુર, બરવાળા, ટાણા, વરલ, મહુવા તરફ જતાં વાહનો પસાર થાય છે. અહીં અમદાવાદ કે ભાવનગર કે પાલિતાણા કે અમરેલી કે સાવરકુંડલા તરફથી બસ આવે અને આગળના મુકામ તરફ ચાલી જાય. પરંતુ સિહોરમાં એસ.ટી.ડેપો નથી.જેને કારણે સિહોર શહેર તાલુકાના મુસાફરોને ભારે હેરાન પરેશાન થવું પડે છે.વિદ્યાર્થી�ઓને પણ પરેશાની સહન કરવી પડી રહી છે.જે તાલુકામાં એસ.ટી.ડેપો છે તે તાલુકાના ગામડા�ઓને એસ.ટી.ની સુવિધા મળી રહેતી હોય છે.જયારે સિહોરમાં વાયા એસ.ટી.ડેપો છે. ગામડા�ઓએ તો ખાનગી વાહનો પર મદાર રાખવો પડે છે. સોનગઢ ખાતે બસ સ્ટેશનમાં ખાનગી વાહનો આડેધડ ઊભા હોય છે.સિહોરમાં પણ બસ સ્ટેશનની બહાર હાઇ-વે પર ખાનગી વાહનોનો મેળાવડો હોય છે. જેને કારણે બંને જગ્યાએ અકસ્માતની ભીતિ રહે છે.

િસહોર એસ.ટી. બસસ્ટેન્ડમાં દરરોજ 53 એક્સપ્રસ બસ અને 107 લોકલ બસની આવનજાવન રહે છે.

ઉપલી કચેરીએ કાર્યવાહી

કરવાની હોય છે

^સિહોરમાં જે એસ. ટી. સ્ટેન્ડ છે તેને વાયા સ્ટેન્ડ કહેવાય.સિહોરને એસ.ટી.બસ સ્ટેન્ડનો દરજજો અપાવવા માટેની જે કાર્યવાહી કરવાની હોય છે તે કાર્યવાહી ઉપલી કચેરીએ કરવાની હોય છે. >ભાવેશભાઈપંડયા, ટી.સી.સિહોર એસ.ટી.

સિહોર શહેર તાલુકાના મુસાફરોને ભારે પરેશાની : અપડાઉન કરતા છાત્રોને હાલાકી

અભાવ| સિહોર એસ.ટી. સ્ટેન્ડમાંથી રોજની અસંખ્ય બસોની આવન-જાવન

અન્ય સમાચારો પણ છે...