તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોર તાલુકા પ્રાથમિક શિ.સ. મંડળીનો હીરક મહોત્સવ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો | 25 સપ્ટેમ્બર

સિહોરતાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લિ.નો હીરક મહોત્સવ તાજેતરમાં બંધન પાર્ટી પ્લોટ,સિહોર ખાતે સિહોર તા.પ્રાથ.શિ.અધિ.વીરલભાઇ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાઇ ગયેલ. જેમાં મંડળીના પાયાના પથ્થર સમાન કર્મનિષ્ઠોનું સન્માન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો અને શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

સિહોર તા.પ્રા.શિ.શ.સ.મંડળીના 60માં સ્થાપના દિન નિમિતે હીરક મહોત્સવ ઉજવાઇ ગયેલ. જેમાં મંડળી ઊભી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વડીલો કે તેમના પરિવારજનોનું સન્માન કરવામાં આવેલ. પ્રસંગે હીરક મહોત્સવ નિમિતે પ્રસિધ્ધ કરવામાં આવેલ સોવિનિયરનું વિમોચન કરવામાં આવેલ.ઉપરાંત મંડળીના પૂર્વ પ્રમુખોને પણ સન્માનિત કરવામાં આવેલ. તેમજ આગામી તા.1/4/17થી મંડળીનું ધિરાણ વધારવાની પણ જાહેરાત કરવામાં આવેલ. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથ.શિક્ષક સંઘના પ્રમુખ મધુકરભાઇ ઓઝા, જિલ્લા કલ્યાણ નિધિના પ્રમુખ ગિરીશભાઇ , કે.નિ.લીનાબેન તળાજિયા, પાલિતાણા તા.પ્રાથ.શિ.અધિ.જયોત્સનાબેન જાડેજા, સિહોર તા.પ્રાથ.શિ.શ.સ.મં.લિ.ના પ્રમુખ રમેશભાઇ કાકડિયા તેમજ મંડળીની કારોબારી તેમજ સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા મંડળીની કારોબારી અને કર્મચારીઓ દ્વારા જહેમત ઊઠાવાય હતી.

મહત્વપૂર્ણ યોગદાન બદલ કરાયેલુ સન્માન

અન્ય સમાચારો પણ છે...