દિવ્યાંગોનું સન્માન, રેલી તથા શિક્ષણ શિિબર યોજાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વવિકલાંગ દિવસે પાલિતાણા ખાતે બી.આર.સી. ભનવમાં પાલિતાણા તાલુકામાં િદવ્યાંગ બાળકોનું સન્માન તથા દિવ્યાંગ જાગૃતિ રેલી દ્વારા ભવ્ય વિશ્વ વિકલાંગ દિવસ ઉજવાયો.

કાર્યક્રમમાં પાલિતાણા કાનૂની સેવા સમિતિ િજલ્લા આઈ.ઈ.ડી.કો.ઓ. તથા ક્ષેત્રે કાર્યરત શિક્ષકો અને તાલુકાના તમામ િદવ્યાંગ બાળકો તથા તેમના વાલીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. િદવ્યાંગ બાળકો માટેના કાયદાઓ તથા તેમના હક્ક માટેની માહિતી અપાઈ હતી. ખેલ મહાકુંભમાં સમગ્ર િજલ્લાનું ગૌરવ વધારનાર બાળકો પૈકી જે પરમાર કલ્પેશ રાજુભાઈ બોસીની રમતમાં સમગ્ર રાજ્યમાં તૃતિય સ્થાન સાથે કાસ્યપદક મેળવતા આજના દિવસે ખાસ બાળકને પણ સન્માનિત કરાયા હતા. તમામ દિવ્યાંગ બાળકોએ રેલીસ્વરૂપે લોકજાગૃતિ અર્થે એક નવો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા િજલ્લા આઈ.ડી.ડી.કો. દેવેન્દ્રભાઈ વ્યાસ તથા બી.આર.સી.કો. હાર્દિકભાઈ ગોિહલ તેમજ ક્ષેત્રે કાર્યરત શિક્ષક ગણ અને પાલિતાણા કાનૂની સેવા સમિતી દ્વારા પોતાનું યોગદાન આપેલ.

આમ, િવશ્વ િવકલાંગ િદવસ તમામ દિવ્યાંગ બાળકો માટે આનંદમય અને પ્રેરણાદાયી િનવડ્યો.

પાલિતાણામાં BRC ‌‌ભવનમાં કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...