Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
BSNL દ્વારા નવા ટાવર સ્થપાશે
{ ઘોઘા, મામસા, સોનગઢ, અકવાડામાં 3જી ટાવરની સુવિધા ઉપલબ્ધ : નેટ સેવા સુધારાશે
ભાવનગર | 19 જુલાઇ
બીએસએનએલદ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં જ્યાં જ્યાં મોબાઇલ કવરેજની ખામીઓ હશે તે સ્થળોના સર્વે કરાવી, અને ટેકનિકલ રીપોર્ટના આધારે 8 મોબાઇલ ટાવરો સ્થાપવામાં આવશે.
ગોપનાથ ખાતે ભાવનગર જિલ્લાના સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા બીએસએનએલના ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તથા અકવાડા, કારીયાણી, સુરનગરમાં 2જી, અને ઘોઘા, મામસા, સોનગઢમાં 3જી મોબાઇ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે.
જિલ્લામાં પાલિતાણા, સિહોર અને તળાજામંા તથા શહેરમાં જે વિસ્તારોમાં મોબાઇલ કવરેજ નબળુ પડી રહ્યું છે, ત્યાં મોબાઇલ ટાવર સ્થાપવામાં આવશે અને તેના માટે 8 ટાવરની મંજૂરી મળી ચૂકી છે. ભાવનગર જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ પણ જ્યાં જ્યાં ક્ષતિગ્રસ્ત હશે અથવા નબળા સિગ્નલની સમસ્યાઓ હશે, તેને પણ નીવારવા માટેના પ્રયાસો કરાશે. તેમ ભાવનગર બીએસએનએલ ટીડીએમ ઓ.જી. રાવલે જણાવ્યું હતું.
પગલા | ભાવનગર શહેર અને ગામડાઓમાં પ્રશ્નો ઉકેલાશે