- Gujarati News
- પાલિતાણામાં 7 વર્ષ પૂર્વે થયેલ હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો
પાલિતાણામાં 7 વર્ષ પૂર્વે થયેલ હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો
ક્રાઈમ રિપોર્ટર. ભાવનગર. 29 મે
પાિલતાણાતાલુકામાં ઠાડચ-ઠળીયા રોડ પર સાતેક વર્ષ પૂર્વે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવેલ. પોલીસે તેનો કબજો લઈ તપાસ કરતાં મહિલા ગાંધીનગરની હોવાનું અને તેણીનાં પતિએ તેની હત્યા તેના પતિ સહિત 8 શખ્સોએ કર્યાનું ખુલવા પામ્યું હતું. પોલીસે અગાઉ સાત શખ્સોની ધરપકડ કરેલ.
ગાંધીનગર ખાતે રહેતા પ્રવિણભાઈ પોપટભાઈ પટેલને કોઈ નયના નામની યુવિત સાથે પ્રેમસંબંધ હતો અને તેણીને ઘરમાં બેસાડવાનો વારંવાર પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનાં પત્ની િનર્મળાબેને ઈન્કાર કર્યો હતો. જેથી બાબતે વારંવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા.
દરમિયાન પ્રવિણભાઈએ તેમની પત્નીની હત્યા કરવા માટે અમદાવાદનાં ગાંધી વસાહતમાં રહેતા હરેશ ઉર્ફે કાળીયો રામસેવક ગુપ્તા નામના પરપ્રાંતીય શખ્સને રૂા. અઢી લાખની સોપારી આપેલ. દરમિયાનમાં હત્યારા હરેશ િનર્મળાબેનની હત્યા કરવા સંજય સહિત અન્ય આરોપીઓની મદદ લીધી હતી. અને ગત તા.22-8-2007ના રોજ એક કાવત્રુ ઘડ્યું હતું.
જેમાં પ્રવિણ પોપટ પટેલ અને તેના સાથીદારોએ પત્ની િનર્મળાબેનને સાથે લઈ ભાવનગરનાં સુપ્રસિદ્ધ બગદાણા ખાતે દર્શન કરવા જવાનું નક્કી કર્યું હતું. જેમાં િનર્ધારીત સમય મુજબ તમામ લોકો બગદાણા દર્શન કરવા ગયા હતા. અને પરત ફરતા ગત તા.25-8-2007નાં રોજ િનર્મળાબેનનાં પતિ પ્રવિણ પટેલ અને મુખ્ય હત્યારા હરેશ ઉર્ફે કાળીયો સહિતનાં શખ્સોએ અંતરિયાળ સ્થળે િનર્મળાબેનની િતક્ષણ હથિયાર વડે હત્યા કરી તેના મૃતદેહને પાલિતાણાનાં ઠાડચ-ઠળીયા રોડ ઉપર ફેંકી નાસી છૂટ્યા હતા.
જે તે સમયે બનાવ અંગે ઠાડચનાં અસંખ્ય મૂળશંકરભાઈ દ્વારા પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં નયનાબેનની હત્યા અને નાસી છૂટેલા અજાણ્યા શખ્સો િવરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તે વખતે પોલીસે ગુન્હો નોંધી પતિ પ્રવિણ પટેલ સહિતનાં સાત શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી હરેશ ઉર્ફે કાળિયો નાસતો ફરતો હોય તેની કાલે ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
8 શખ્સોએ ઠાડચ-ઠળીયા રોડ પર હત્યા કરી હતી