તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહેનને લગ્ન કરી સાસરે વળાવે તે પહેલા ભાઇને કાળનંુ તેડુ આવ્યંુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર બ્યુરો |ભાવનગર |27 નવેમ્બર

ભાવનગર-વલ્લભીપુરરોડ પર આવેલા લુણધરા ગામના રહેવાશી અનિલભાઇ ઘનશ્યામભાઇ મકવાણાની બહેનના લગ્ન હોવાથી આસપાસના ગામડા�અોમાં રૂબરૂ મોટર સાયકલ લઇને કંકોત્રી દેવા માટે ગયા હતા.તે વખતે મોડી સાંજના સુમારે ઘરે પરત ફરતી વખતે પાણવી અને લુણધાર ગામ વચ્ચે પહોંચતા સામેથી આવતી ઇનોવા કાર નંબર જી.જે.4.એ.પી.9025 ના ચાલકે પોતાના ક્બજાનુ વાહન પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી લાલજીભાઇના બાઇક સાથે અથડાવતા અને તે�ઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે વલભીપુરની રેફરલ હોસ્પીટલમા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર ટી.હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા.જયા સારવાર દરમિયાન તેમનુ મોત નીપજયું હતુ.આ બનાવ અંગે મૃતકના ભાઇ જગદીશભાઇ ઘનશ્યામભાઇ મકવાણાએ વલભીપુર પોલીસ મથકમા અકસ્માત મોતની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં મુળ અમરેલી જિલ્લાના સાવર કુંડલા તાલુકાના ભેંકરા ગામના વતની અને સુરતમાં હીરાના વ્યવસાય માટે સ્થાયી થયેલા આહીર ગોવિંદભાઇ બાઘાભાઇ ( ઉ.વ.52 )તેમના પરિવાર સાથે લગ્ન પ્રસંગે માદરે વતન આવ્યા હતા.અને તે�ઓ પ્રસંગ પુરો કરી પોતાના સાઢુભાઇ કે જે�ઓ મહુવા તાલુકાના ધરાઇ ગામે રહે છે.તેમના ઘરે ગયા હતા.અને ત્યા હળી મળી પરિવાર સાથે કારમાં પરત સુરત જવા નીકળ્યા હતા.

દરમિયાન તળાજા-પાલિતાણા રોડ પર આવેલા કુંઢેલી ગામના જોખમી વળાંક પાસે તેમની કાર કે જે જીતેન્દ્રભાઇ ચલાવતા હતા.તેમણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુમા આવેલા ખાડામા પલ્ટી મારી ગઇ હતી.

બનાવમાં ચાલકના પિતા ગોવિંદભાઇને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે પ્રથમ તળાજા અને ત્યાથી વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા. જયા સારવાર દરમિયાન તે�અોનુ મોત નીપજયુ઼ હતુ.

ભેંકરા ગામના આધેડનું ભાવનગરની ખાનગી દવાખાનામા અને લુણધરાઇના યુવકનંુ સર ટી. હોસ્પીટલમા થયંુ મોત

કરૂણાંતિકા | જુદા-જુદા વાહન અકસ્માતોની બે ઘટનાઓ

અન્ય સમાચારો પણ છે...