છેલ્લા 55 વર્ષમાં ભાવનગર િજલ્લામાં 11,17,000 મતદારોનો વધારો થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1962નીપ્રથમ િવધાનસભા ચૂંટણીમાં ભાવનગર િજલ્લામાં 5 લાખ 10 હજાર મતદારો નોંધાયા હતા. ત્યારબાદથી અત્યાર સુધીમાં 55 વર્ષે 11 લાખ 17 હજાર જેટલા મતદારોનો વધારો થયો છે. કારણ કે તા.9ને શનિવારે યોજાનાર મતદાનમાં િજલ્લામાંથી 16 લાખ 27 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે.

પ્રથમવાર ચૂંટણી થઈ ત્યારે કુંડલા ભાવનગર િજલ્લાનો ભાગ હતું. જે અત્યારે અમરેલી જિલ્લામાં છે. સમયે કુંડલા ઉપરાંત પાલિતાણા, બોટાદ, સિહોર, ભાવનગર, ઘોઘા-દસકોઈ, તળાજા-દાઠા અને મહુવા એમ કુલ 8 બેઠકો હતી જેમાં સૌથી ઓછા મતદારો 57732 ભાવનગર બેઠક ઉપર અને સૌથી વધુ મતદારો 68698 મહુવા સીટ ઉપર નોંધાયા હતા.

ઈતિહાસ| 1962ની પ્રથમ ચૂંટણીમાં 5.10 લાખ મતદારો હતા

આવતીકાલે સાત બેઠકો ઉપર 16.27 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે : 1962માં પ્રથમ ચૂંટણી થયેલી

અન્ય સમાચારો પણ છે...