ભાવનગર પથંકમાં ચાર અપમૃત્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર, ભાવનગર | 7 ડિસેમ્બર

શહેરનાડોન ચોકમાં જમીન વીકાસ બેંકની સામે આવેલા રૂપાલી એપાર્ટમેન્ટમાં રહેતા અને એચ.સી.જી.હોસ્પીટલમાં ફરજ બજાવતા વણીક બીન્દાબેન નરેશભાઇ ભાયાણી (ઉ.વ.28)ને છેલ્લા ત્રણેક મહીનાથી બીન્દાબેનનુ મન નોકરી કે ઘરમાં લાગતુ હતુ. કંટાળી જઇ આજે સવારે 9-00 વાગ્યાના સુમારે તેમણે ફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

ખેડૂતવાસમાં રહેતા રમેશભાઇવેગડના પુત્ર વિશાલભાઇ (ઉ.વ.15 )એ આજે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ફાંસો ખાઇ આપઘાત વહોરી લેતા બનાવની બી.ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે બનાવ સ્થળે પહોંચીને લાશને પી એમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

જયારે ઘોઘા તાલુકાના ત્રંબક ગામે રહેતા હરભમસિંહ ગંભીરસિંહ ગાહિલ (ઉ.વ.55 ) પોતાની વાડીમા કામ કરતા હતા તે વખતે અકસ્માતે પડી જતા અને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પીટલમા ખસેડાતા સારવાર દરમિયાન તે�ઓનુ મોત નીપજયુ઼ હતુ. વિકૃત દશામાં તળાજા નજીકથી પુરૂષની લાશ મળી

તળાજા-પાલિતાણા રોડ પર માખણીયાનાં પાટીયા પાસે આવેલ સુંદરવન ગોૈશાળા પાસે કોઇ અજાણ્યા પુરુષની વિકૃત દશામાં લાશ મળી આવતાં તળાજા પોલીસે સ્થળ પર પહોંચી લાશનુ પંચનામુ કરી પી એમ માટે સરકારી હોસ્પીટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મૃતદેહ પાલિતાણા બારપરા વિસ્તારમાં રહેતા ખાતુભાઇ જેમલભાઇ મકવાણા (ઉ.વ.45 )ની હોવાનુ અને તેમનાં સગા સબ઼ધીના કહેવા મુજબ તઓ માનસીક બીમાર હતા.અને 4-5 દિવસથી લાપતા હતા.બનાવ સંદર્ભે એ.એસ.આઇ.એસ.વી.બોરીચાએ તપાસ હાથ ધરી છે.

{ યુવતીએ ડિપ્રેશનમાં આવી ફાંસો ખાધો

{ ખેડૂતવાસના તરૂણે ફાંસો ખાતા મોત

{ પાલીતાણાના વૃધ્ધ અને યુવકની લાશ મળી

અન્ય સમાચારો પણ છે...