યુનિ.નો ખેલકૂદ મહોત્સવ વાળુકડથી શહેરમાં ખસેડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.કે.ભાવનગરયુનિવર્સિટીનો ખેલકૂદ મહોત્સવ પાલિતાણા નજીકના વાળુકડ ગામની આર.એમ.ડી કોલેજના યજમાનપદે આજથી શરૂ થયો હતો, પરંતુ વાવાઝોડાની સ્થિતિ, વરસાદને કારણે તત્કાળ સ્થળ બદલાવવાની ફરજ પડી હતી, અને તમામ સ્પર્ધાઓ સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ખસેડવામાં આવી છે.

વાળુકડ ખાતે યોગ્ય મેદાન નહીં હોવા છતા ખેતરને સમથળ કરી સ્પર્ધાઓનું આયોજન કરી અને ખેલાડીઓ સાથે મજાક કરવામાં આવી હતી. અધુરામાં પુરૂ હોય તે રીતે ઝરમર વરસાદને કારણે હંગામી મેદાનો ગારામાં પરિવર્તિત થયા હતા. ખેલાડીઓમાં પણ નારાજગી પ્રવર્તતા યુનિ. સત્તાધિશો દ્વારા ખેલકૂદ મહોત્સવ સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો છે. તા.12 ડિસે.ની ઇન્ટર યુનિવર્સિટી એથલેટિક્સ સ્પર્ધાઓ આંધ્રપ્રદેશમાં શરૂ થવાની છે અને તેના માટેની એન્ટ્રી ખેલકૂદ મહોત્સવમાં ખેલાડીઓએ કરેલા દેખાવના અાધારે મોકલવાની છે.

ઉપરાંત ઇ.સી. અને એ.સી. મેમ્બરોને ખેલકૂદ મહોત્સવના આમંત્રણ કાર્ડ પણ મોકલવામાં નહીં આવતા તમામ સભ્યોમાં પણ નારાજગી પ્રવર્તિ રહી છે.

વાવાઝોડા-વરસાદની પ્રતિકુળ સ્થિતિથી

સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે હવે રમાશે

અન્ય સમાચારો પણ છે...