સગીરાને નસાડી ગયાની ફરિયાદ
બોટાદ : જિલ્લાનાલાઠીદડ ગામેથી રહેતી સગીરાને પાલિતાણા ખાતે રહેતો દિલીપ ઓધાભાઇ દેવીપૂજક નામનો યુવક તેમની પ્રેમજાળમાં ફસાવી, લલચાવી ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી સગીરાને બદકામ કરવાના ઇરાદે નસાડી ગયાની સગીરાના પરિવારજનોએ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી નાસી છુટેલ દે.પૂ. યુવકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનુ જાણવા મળેલ છે.