તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના દરેક તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેઉઆપટેલના આત્મગૌરવ સમાન ખોડલધામ કાગવડમાં ભવ્ય મંદિર આકાર પામી રહ્યુ છે ત્યારે લેઉવા પટેલ સમાજ અલગ અલગ ઇતિહાસ રચવા કટીબદ્ધ છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા અને પ્રમુખ નરેશભાઇ પટેલનો તા. 11-7-15ના તેમના જન્મદિનની શુભકામના પાઠવવા માટે ખોડલધામ યુવા સમિતિ ભાવનગર દ્વારા જીલ્લાના દરેક તાલુકામાં અલગ અલગ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે.

જેમાં ખોડલધામ યુવા સમિતિ ભાવનગર દ્વારા તા.10-7-15 શુક્રવારે સવારે 9-30 કલાકે એસ.ડી. લખાણી કોમ્યુનિટી સેન્ટર 771/એ વિજયરાજનગર ભાવનગર તેમજ ખોડલધામ યુવા સમિતિ બોટાદ અને લેઉવા પટેલ યંગ ગ્રુપ બોટાદ તા.5-7 રવિવારે સવારે 9 કલાકે લેઉવા પટેલની વાડી હીફલી બોટાદ ખોડલધામ યુવા સમિતિ ઉમરાળા અને સ્વામી નિર્દોશાનંદજી માનવ સેવા ટ્રસ્ટ તા. 5-7 રવિવારે સવારે 9-30 કલાકે સ્વામિ નિર્દોષાનંદજી હોસ્પીટલ ટીંબી ખાતે ખોડલધામ યુવા સમિતિ મહુવા તા. 10-7 શુક્રવારે સવારે 8 કલાકે પટેલ બોર્ડીંગ મહુવા ખાતે ખોડલધામ યુવા સમિતિ પાલિતાણા અને સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ પાલિતાણા દ્વારા તા.11-7 શનિવારે 3-30 કલાકે પટેલ બોર્ડીંગ સ્ટેશન રોડ, પાલિતાણા તેમજ ખોડલધામ યુવા સમિતિ ભાવનગર અને સરદાર પટેલ સેવા ટ્રસ્ટ દ્વારા તા. 7-7-15ને મંગળવારે સવારે 9 કલાકે સપ્તપદી હોલ કાળીયાબીડ ખાતે ઉપરોકત તમામ અલગ અલગ તાલુકાના સ્થળો ઉપર બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...