પાલિતાણા અેસટી દ્વારા ભદ્રેશ્વરની બસ સુવિધા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા એસટી ડેપો દ્વારા પાલિતાણાથી મુંદ્રા (કચ્છ) સુધીની બસ શરૂ કરવામાં આવેલ છે. બસને ભદ્રેશ્વર જૈન તીર્થ થઇને ચલાવવામાં આવે તેવી યાત્રીકોની અને મુસાફરોની લાગણી અને માંગણી હતી જેથી જૈન યાત્રાધામ પાલિતાણા ખાતે દર્શન કરવા આવતા જૈન યાત્રિકો કચ્છમાં આવેલા અતિ પ્રાચિન એવા ભદ્રેશ્વર તિર્થ સુધી દર્શન કરવા જવા સીધી સુવિધા મળી રહે. આથી લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઇને પાલિતાણા એસટી ડેપો દ્વારા પાલિતાણા-કચ્છ મુંદ્રા બસના રૂટમાં ફેરફાર કરી વાયા જૈન તીર્થથી બીજા જૈન તીર્થને જોડતી બસ થતા જૈન સમાજમાં હર્ષની લાગણી ફેલાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...