ધો.12 સા.પ્ર.નું ભાવનગર જિલ્લાનું 58.26 ટકા પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન િરપોર્ટર |ભાવનગર | 30 મે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત ધો.12 સમાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. રાજ્યનું પરિણામ માત્ર 54.98 ટકા આવ્યું છે. ભાવનગર જિલ્લાનું આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. ભાવનગર જિલ્લામાં પરિણામ 58.26 ટકા આવ્યું છે. વખતે રિઝલ્ટ માત્ર ઓનલાઇન જાહેર કરાયું છે માર્કશીટ હવે બોર્ડ જાહેર કરે પછી શાળાઓમાંથી અાપવામાં આવશે. ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં 5.30 ટકા ઘટયું છે. તો સાથોસાથ તેજસ્વી ટકાવારી મેળવી પરીક્ષામાં ઉતિર્ણ થનારા તારલાઓની સંખ્યામાં પણ જબ્બર ઘટાડો નોંધાયો છે.

ભાવનગર જિલ્લામાં માર્ચ-2015માં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ 23,681 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા તેમાં 23,355 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા તેમાં 13,606 પરીક્ષાર્થીઓ પાસ થયા છે જ્યારે 10,075 પરીક્ષાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે કુલ 259 પરીક્ષાર્થીઓના પરિણામ અનામત રખાયા છે. ભાવનગર જિલ્લામાં કુલ 10 તેજસ્વી તારલાને 91 ટકાથી 100 ટકાની ગુણ આવ્યાં છે. સમગ્ર જિલ્લામાં પાલિતાણા કેન્દ્રનું સૌથી �ઓછું 40.19 ટકા અને સૌથી વધુ પરિણામ વાળુકડ(પાલિતાણા) કેન્દ્રનું 89.45 ટકા આવ્યું છે.

વર્ષે પ્રથમ વર્ષ અને તેનાથી વધુ ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓમાં ધરખમ ઘટાડો થયો છે અને દ્વિતીય વર્ગના વિદ્યાર્થીઓમાં વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં પણ સ્થિતિ છે. પરિણામથી બીબીએ અને બીકોમની સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ખાલી રહેશે તેવી સ્થિતિનું િનર્માણ થયું છે.

જિલ્લામાં કેન્દ્રવાઈઝ પરિણામ

કેન્દ્રપરીક્ષાર્થી પાસ નાપાસ ટકાવારી

ભાવનગર7435 5272 2163 70.91

મહુવા 2642 1348 1294 51.02

પાલિતાણા 2722 1094 1628 40.19

ગારિયાધાર 1289 699 590 54.23

વાળુકડ 256 229 27 89.45

સોનગઢ 1497 901 596 60.19

સિહોર 2286 1394 892 60.98

વલ્લભીપુર 905 499 406 55.14

ભુંભલી 740 544 196 73.51

વાળુકડ 467 266 201 56.96

તળાજા 1979 873 1106 44.11

ઉંચડી 572 300 272 52.45

સથરા 838 535 303 63.84

જિલ્લામાં ગ્રેડ પ્રમાણે પાસ થયેલા વિદ્યાર્થીઓ

ગ્રેડ2014 2015 વધઘટ

એ111 10 -1

એ2 440 312 -128

બી1 2168 1066 -1102

બી2 4157 2041 -2116

સી1 4212 3050 -1162

સી2 1588 3654 2066

ડી 1257 3447 2190

નાપાસ 8170 10075 -1905

િજલ્લામાં 1 થી લઇને બી2 સુધીના ગ્રેડ મેળવનારાની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે જ્યારે પાસ કલાસની સંખયા વધી છે.

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયા બાદ પરીક્ષામાં સફળ થયેલા છાત્રોએ રીતે સફળતાની આનંદ-ઉમંગથી ઉજવણી કરી હતી. જો કે વર્ષે શાળામાંથી માર્કશીટ આપવાની હોય સવારે શાળા�ઓમાં કોઇ ખાસ રોમાંચ કે ચહલ પહલ જોવા મળી હતી. આમ છતાં જે વિદ્યાર્થી�\\\" શાળામાં આવ્યા હતા તે શાળાના પરિસરોમાં ભવિષ્યમાં કઇ કારકિર્દી‍ ઘડવા ઇચ્છુક છે તે અંગે પોત-પોતાના ગ્રુપમાં ચર્ચા વિચારણા પણ કરતા નજરે ચડયા હતા. / અજયઠક્કર

સમગ્ર જિલ્લામાં પાલિતાણા કેન્દ્રનું સૌથી ઓછું 40.19 ટકા અને સૌથી વધુ પરિણામ વાળુકડ કેન્દ્રનું 89.45 ટકા

રિઝલ્ટ| ભાવનગર જિલ્લામાં કુલ 10,075 પરીક્ષાર્થીઓ નાપાસ જાહેર થયા : 259 િવદ્યાર્થીના પરિણામ અનામત

અન્ય સમાચારો પણ છે...