• Gujarati News
  • પાલિતાણાના બિસ્માર માર્ગોથી તોબા પોકારી ઉઠયા

પાલિતાણાના બિસ્માર માર્ગોથી તોબા પોકારી ઉઠયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રસિદ્ધ યાત્રાધામ તિર્થનગરી પાલિતાણામાં અસંખ્ય યાત્રિકો આવતા હોય છે. પરંતુ પાલિતાણાના બિસ્માર માર્ગોથી ત્રાહિમામ પોકારી જતા હોય છે. પાલિતાણાના ગૌરવ સમાન રસ્તાઓના પ્રશ્ને અનેક વખત રજુઆતો કરવામાં આવે છે પણ તિર્થનગરીના માર્ગો ટનાટન કરવામાં તંત્ર નિષ્ક્રિય બન્યુ છે.

રાજય સરકાર તીર્થસ્થાનના વિકાસ માટે મોટા બણગા ફુટે છે. પરંતુ વાહીયાત હોય તેવુ લાગે છે. પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં શુભમંગલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભૈરવનાથ ચોકથી તળેટી સુધીનો સીસીરોડ અને કલાત્મક ફુટપાથો બનાવી આપેલ છે. પરંતુ રોડ અને ફુટપાથની જાળવણી રૂપે સાફસફાઇ રાખવામાં નગરપાલિકા તંત્ર ઉણુ ઉતરેલ છે.

પાલિતાણા શહેરના અનેક વોર્ડના ખાંચા ગલીઓ અને આંતરીક રસ્તાઓ ઉબડખાબડ અને કાચા અને ધુડીયા છે. પાલિતાણાના વિકાસ માટે સરકાર પોતાની જવાબદારીમાંથી ઉણી ઉતરી હોય તેમ લાગી રહ્યુ છે. ગરીબ કલ્યાણ મેળાઓ અને જાહેર પ્રસિદ્ધિ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી સરકાર રસ્તાઓ કયારે બનાવશે ? તેવો લોકપ્રશ્ન જાગ્યો છે.

વિસ્તારના ચુંટાયેલા નગરસેવકોઅે આમ જનતાના રોડ રસ્તાની સુવિધા માટે શું કર્યુ ? રાજયમાં ભાજપની સરકાર છે. ભાજપના સાંસદ પાલીતાણાના છે. અને ભાજપ શાસિત નગરપાલિકા હોવા છતાં રોડ માટે ગ્રાન્ટ કેમ આપી શકાય ? અને રોડ રસ્તા કેમ બન્યા તે પ્રશ્નનો જવાબ પાલીતાણાની જનતાને આપવો રહ્યો ?

પ્રજાના મતથી ચુંટાયેલા નગરસેવકો લોકોના કામથી દુર ભાગી રહ્યા છે. લોકોના કામ કરવામાં નગર સેવકોને કોઇ રસ હોય તેમ જનતામાં ચર્ચાઇ રહ્યુ છે. આથી જનતા હેરાન પરેશાન થઇ ગઇ છે. તેમાં બે મત નથી. રોડ અને ખુલ્લી ગટરોમાં વહેતુ પાણી અને ગંદકી કયારે હટશે તે તો આવનારો સમય બતાવશે.

દરેક જગ્યાએ કાચા અને ધુળીયા રસ્તામાંથી અને ડીસ્કો રોડમાંથી ડામર રોડ કે પેવર રડ કયારે બને તેની રાહદારીઓ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. શું પ્રશ્ન ઉકેલવાની ચુંટાયેલા નગરસેવકો પદાધિકારીઓ અને ચીફ ઓફીસર દરકાર લેશે ખરા ? તેવી ચર્ચાએ નગરમાં જોર પકડયુ છે.

પાલિતાણા પંથકના જુદા જુદા માર્ગો તેમજ પાલિતાણા શહેરના માર્ગોના સમારકામ કરવા અથવા નવા માર્ગો બનાવવામાં આવેલ છે ત્યાં વાહનચાલકોની હાલત વધુ કફોડી થાય તેવા કામો કરવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

ગુણવત્તા વગરના કામોથી હાલત ખરાબ

પાલિતાણાનાવિવિધમાર્ગો ઉપર સમારકામ કરવામાં આવે છે કે નવા રોડ બનાવવાની કામગીરી થાય છે તેમાં જવાબદારોની મીલી ભગતથી નિયમોને નેવે મુકી ગુણવત્તા વગરના કામો કરવામાં આવે છે. શહેરમાં થયેલા સીસી રોડ મોટા ભાગના તુટી ગયા છે. આથી વાહનચાલકોને રોડ પરથી પસાર થવામાં વધુ હાલાકીનો સામનો કરવો પડે છે. સમગ્ર મામલે કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે તો રોડના સમારકામ બાદ લોકોની સમસ્યામાં ઘટાડો થવાના બદલે વધારો થઇ રહ્યો હોય તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. શહેરને જોડતા ગૌરવ પથ રોડની દશા પણ દયનીય હાલતમાં છે. પવિત્ર તીર્થનગરીના ઇન્ટરનલ રસ્તાઓ ઉબડ ખાબડ છે. ડીસ્કો રોડથી પ્રજાજનો ત્રાહીમામ પોકારી ઉઠેલ છે.

રોડના કામો શરૂ કરાયા છે

^રોડરસ્તાનાનબળા કામ અંગેની ફરિયાદ આવેથી તપાસ કરવામાં આવશે જુદા જુદા વિસ્તારોના રોડના કામો શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. > બી.આર.બરાળ, ચીફઓફીસર ન.પા. પાલિતાણા