તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PGVCLમાં રૂ.3.75 કરોડની છેતરપિંડી-ગેરરીતિની ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર |ભાવનગર | 21 જુલાઇ

પીજીવીસીએલનાઅધિકારીઓ અને કોન્ટ્રાકટરોએ મળી પોણાચાર કરોડની વીજકામમાં ગેરરીતિ આચરી હોવાની પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં આજે મોડી રાત્રે પોલીસ ફરીયાદ દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે.

પાલિતાણા પીજીવીસીએલ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં અર્થીંગનુ અન્ડર ગ્રાઉન્ડ કેબલનુ કામ કરવા તથા અન્ય કામ કરવા માટે જે કોન્ટ્રાકટ આપવામાં આવેલ તેની શરતોનું ઉલ્લંઘન કરી માલસામાન વાપરવામાં આવ્યો હોય અને છેતરપિંડી આચરાઇ છે.

કામમાં થયેલ ગેરરીતિની તપાસ ઝોનલ કચેરી ભાવનગર દ્વારા નિમવામાં આવેલ અધિકારીઓ દ્વારા કરવામાં આવતા અને મોટી ગેરરીતિ ધ્યાને પડતા ચામુંડા કન્સ્ટ્રકશનના અમૃતભાઇ કે. રાઠોડ, શુભ કન્સ્ટ્રકશનના ભગીરથસિંહ એમ. સરવૈયા, તથા સંજયસિંહ જી. ગોહિલ, જે.એન. વાઘેલાના જયવંતસિંહ વાઘેલા અને શિવરંજનીના ગુંજન મહેતા સહિતના સામે પાલિતાણા ટાઉન પોલીસમાં કાર્યપાલક ઇજનેર ઘનશ્યામભાઇ જી. પરીખે ફરીયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ કુલ રૂપિયા પોણા ચાર કરોડની છેતરપિંડી અને ગેરરીતિ અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અર્થિંગના કામમાં ટેન્ડર મુજબ કામ નહિ કરી માલ ઓછો વાપરવા બદલ 5 કોન્ટ્રાકટરો સામે ફરિયાદ

પાલિતાણા ડિવિઝન નીચેના કામોમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો