તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી ચાર માસ શત્રુંજય યાત્રા બંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તા.18-6થીચાતુર્માસ પ્રારંભ થયેલ છે. ચાતુર્માસ માટે અંદાજે 15 જેટલા આચાર્ય ભગવંતો આદી ઠાણા સાથે બીરાજમાન છે. તેમજ ચારેક હજાર જેટલા આરાધકો પાલિતાણામાં ચાતુર્માસ કરનાર છે. ચાતુર્માસમાં વિવિધ ઉપાશ્રયોમાં નિયમિત વ્યાખ્યાનો યોજાશે તેમજ જપ તપ આરાધના ઉપાસના વિશેષ પ્રમાણમાં થશે. પર્વાધિરાજ પર્યુષણ પણ ચાતુર્માસમાં આવે છે તળેટી વિસ્તારમાં ધાર્મિક માહોલ ઉભો થયેલ છે. જૈન મુનીઓ, સાધુ સાધવીજીઓ, આચાર્ય ભગવંતો ચાતુર્માસ દરમ્યાન એક સ્થળે સ્થિરતા કરતા હોય છે. તા.18-7-16ને સોમવારના દિવસે શત્રુંજય ગીરીરાજની યાત્રા કરવાનો છેલ્લો દિવસ હતો આજે. અંદાજે 10 હજાર જેટલા યાત્રીકો યાત્રા કરવા આવેલ છે તા.19-7થી શત્રુંજય ગીરીરાજની ચાતુર્માસના કારણે યાત્રા ચાર માસ બંધ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો