તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેમચંદ્રસૂરી મ.સા.નો સંયમ જીવનનાં 68માં વર્ષમાં પ્રવેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ પૂ.પા. શાસનસમ્રાટ શ્રીમદ્દ વિજય નેમિસૂરીશ્વરજી મ.સા.નાં વર્તમાન ગચ્છનાયક પૂજ્ય આચાર્ય ભગવંત વિજય હેમચંદ્ર સૂરીશ્વરજી મ.સા. રવિવારે સંયમ જીવનનાં 68માં વર્ષમાં પ્રવેશ કરશે. તે નિમિત્તે પાલિતાણામાં અનેકવિધ કાર્યક્રમોનું રવિવારે આયોજન કરવામાં આવ્યું છે.

અણુખી ગામની અનોખી ઓલાદ, પિતા હીરાભાઈનું હીર, માતા પ્રભાવતીબેનની પ્રભા એટલે ભાઈ હસમુખ િવ.સ.1993નાં પોષ સુદ પુનમે િજનશાસન ગગનાંગણે સૌમ્યતા, શિત‌ળતા પ્રસરાવવા ચંદ્ર સમાન બાળકનો જન્મ થયો. વિ.સં.2005નાં મહા વદ પાંચમે ધોળકા પાસેનાં કોઠ ગામમાં પૂજ્યપાદ શાસન સમ્રાટ સમુદાયનાં સૌમ્યમૂર્તિ પૂ.આ.ભ. િવજય દેવસૂરીશ્વરજી મ.સા.નાં ચરણે સમર્પિત થયા.

તા.28ને રવિવારે પૂજ્યશ્રીનાં 68માં દીક્ષાદિને જીવદયા, સાધર્મિક ભક્તિ, અનુકંપા, િસહોર, પાલિતાણા કેસરીયાજી નગરમાં પ્રભુજીને ભવ્ય અંગરચના આદિ અનેકવિધ કાર્યો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...