તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુધાળાથી ખાંભડા નેસડાના રોડના કામમાં ભ્રષ્ટાચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાદુધાળા ગામથી ખાંભડા નેસ તરફ જતાં રસ્તા પર મેટલ રોડ બનાવવાનું કામ શરૂ કરાયું છે. તે કામ એસ્ટીમેન્ટ મુજબ થતું હોવાના આક્ષેપ સાથે ઉપસરપંચે ટીડીઓને રજૂઆત કરી છે.

વિસાવદર તાલુકાના દુધાળા ગ્રામ પંચાયતમાં ગતવર્ષની ચૂંટણીમાં ખાંભડા નેસનો ગ્રામપંચાયતમાં સમાવેશ કરાયો હતો અને નેસમાં રહેતા લાખાભાઇ ગઢવીએ ઉમેદવારી નોંધાવી હતી અને વિજેતા થયા બાદ ઉપસરપંચ બન્યા હતાં અને આઝાદી બાદ પ્રથમ વખત દુધાળાથી ખાંભડા નેસ તરફ જતાં રસ્તાને મેટલ રોડ બનાવવા માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 3 લાખની ગ્રાન્ટ ફાળવાઇ હતી અને કામ હાર્ડમોરમ અને મજૂરો દ્વારા કરાવવાને બદલે ચેક ડેમમાંથી જેસીબી દ્વારા માટી અને કાચા પથ્થર ભરી એક દિવસમાં રસ્તાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...