મહુવામાં ઝાપટા ભાવનગરમાં વિરામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર | 16 સપ્ટેમ્બર

ભાવનગરજિલ્લામાં ગઇ કાલથી વ્યાપક વરસાદ શરૂ થતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી વળી હતી પણ આજે બીજા દિવસે વરસાદનું જોર નબળુ પડી જતા લોકો નિરાશ થયા હતા. આજે ભાવનગર જિલ્લામાં એક માત્ર મહુવામાં હળવા ઝાપટા સ્વરૂપે 6 મી.મી. વરસાદ વરસી ગયો હતો. આજના 6 મી.મી. સાથે મહુવામાં સિઝનનો કુલ વરસાદ 466 મી.મી.ના આંકને આંબી ગયો છે. ગુરૂવારે રાત્રિના સમયે જિલ્લામાં મેઘમહેર વરસવાનું શરૂ રહેતા વલ્લભીપુરમાં 2 ઇંચ વરસાદ થયો હતો અને પાલિતાણામાં 44 મી.મી., ગારિયાધારમાં 30 મી.મી.,ભાવનગર શહેરમાં પણ ગુરૂવારે મોડી રાતના સમયે હળવા ભારે ઝાપટા સાથે 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. જો કે આજે શુક્રવારે જિલ્લામાં મહુવાને બાદ કરતા તમામ વિસ્તારોમાં મેઘવિરામ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...