હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણજાફરાબાદ/મહુવા| સ્વ.તારાબેન નટવરલાલ જોષી (ઉં.વ.95)તે વૃષિકાબેન જીતેષભાઇ ભટ્ટના નાનીમાં, જયશ્રીબેન અશ્વીનકુમાર વ્યાસના ફઇબા, પુષ્પાબેન હર્ષદરાય પંડ્યાના મામી, પ્રજ્ઞાબેન કેતનકુમાર ભટ્ટના માસી તા.13/9ને મંગળવારે કૈલાસવાસી થયેલ છે. તેમની સંયુક્ત સાદડી તા.17/9ને શનિવારે સાંજે 4 થી 6 પ્રાણકુંવર બાગ, સામુદ્રીમાતાના મંદીર, મહુવા ખાતે રાખેલ છે.સથરા| સથરાનિવાસી સ્વ.છોટાલાલપરમાણંદભાઇ જાની (ઉં.વ.105)તા.16/9ના રામચરણ પામેલ છે. તે જાની નાગજીભાઇ કરૂણાશંકરભાઇ, જાની લાલજીભાઇ લક્ષ્મીરામભાઇ, સુખદેવભાઇ રામજીભાઇ જાનીના કાકા, જાની મેઘજીભાઇ છોટાલાલ, વેલજીભાઇ છોટાલાલ જાની, માવજીભાઇ છોટાલાલ, ભુપતરાય છોટાલાલ જાની, સ્વ.મથુરભાઇ છોટાલાલ, અનંતરાય છોટાલાલ જાનીના પીતાજી,સમઢીયાળા નિવાસી ઉમિયાશંકર નારણભાઇ પનોત, પાદરી (ગો)ના સ્વ.પ્રેમજી મણીશંક ધાંધલીયાના સસરા, તરસરા ગામના સ્વ.કાળાભાઇ રવજીભાઇ, સ્વ.શંભુભાઇ રવજીભાઇ બારૈયાના બનેવી. તેની લૌકિક ક્રિયા તા.19/9 તથા 22/9 તથા તા.23/9ના સોમ, ગુરૂ, શુક્રવારે રાખેલ છે. બવળીકાણ સથરા ગામે રાખેલ છે.માલપર,તા.ઘોઘા | હાલઅંજાર ગોહિલ વનરાજસિંહ દોલુભાના મોટા દીકરા પૃથ્વીરાજસિંહના પત્ની મીનાબા(ઉં.વ.30)તા.15/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે ગોહિલ અરવિંદસિંહ, લગ્ધીરસિંહ, ઘનશ્યામસિંહ, જયવંતસિંહ ગોવુભા, વનરાજસિંહ પથુભાના પુત્ર વધુ, કુંવરસિંહ બાપુભા, રમજુભા બાપુભાના પૌત્ર વધુ થાય. તેના સુવાળા તથા બેસણું તા.1/9ને સોમવારે માલપર તેમજ ઉત્તરક્રિયા તા.23/9ને શુક્રવારે રાખેલ છે.

દેદરડા,તા.પાલિતાણા | સરવૈયા રણજીતસિંહ પોપટભા (ઉં.વ.78)તા.16/9ના અવસાન પામેલ છે. તે સુજાનસિંહ સરવૈયા (ભાવનગર), જગદીશસિંહ સરવૈયા, સ્વ.દશરથસિંહ સરવૈયા (દેદરડા)ના પિતાશ્રી, રવિન્દ્રસિંહ (ભાવનગર), રાજદીપસિંહ (વડોદરા),હિતેન્દ્રસિંહ (ગાંધીનગર), જયદીપસિંહ હર્ષદીપસિંહ (દેદરડા)ના દાદા થાય. તેની ઉત્તરક્રિયા તા.27/9ના દેદરડા રાખેલ છે.

ભડલી| ગં.સ્વ.બાઇરાજબા ભીખુભા ગોહિલ (ઉં.વ.92)તા.15ને ગુરૂવારે ભડલી મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તે ગોહિલ ખોડુભા ભીખુભા (નિવૃત્ત ઇન્કમટેક્ષ ઓફિસર), જયવંતસિંહ ભીખુભા, વનરાજસિંહ ભીખુભાના માતુશ્રી, સ્વ.મંગળસિંહ સતુભા, વિક્રમસિંહ સતુભા, મહિપતસિંહ સતુભાના ભાભુમાં, સ્વ.લખધીરસિંહ ખોડુભા, પૃથ્વીરાજસિંહ, પરાક્રમસિંહ, ઓમદેવસિંહ, મહિપાલસિંહ, મહેન્દ્રસિંહ, ગોપાલસિંહ, નરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, કિશોરસિંહ, અર્જુનદેવસિંહના દાદીમાં થાય. તેનું બેસણું (એક દિવસ માટે) તા.19ને સોમવારે 4 થી 6 પ્લોટ નં.25-એ, શાંતિનગર, પ્રેસ કવાર્ટર પાછળ, ચિત્રા ભાવનગર મુકામે તેમજ ઉત્તરક્રિયા તથા ધાર્મિક વિધિ તા.23ને શુક્રવારે ભડલી રાખેલ છે.

આંબલા| પુંજુભા રૂપસિંહ ગોહિલ (ઉં.વ.48)તા. 16/9ને શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે. તે માધુભા ચંદુભા ગોહિલ, હરુભા ચંદુભા ગોહિલના નાનાભાઇ, ઘનશ્યામસિંહ કરણુભા ગોહિલ, હરપાલસિંહ કરણુભા ગોહિલ, જયદીપસિંહ કરણુભા ગોહિલ, ભારતસિંહ નીરુભા ગોહિલ, બળવંતસિંહ નીરુભા ગોહિલ, અજયસિંહ નીરુભાના કાકા થાય. તેમની ઉત્તરક્રિયા તા.24/9ને શનિવારે આંબલા મુકામે રાખેલ છે.

ભોયકા(ભાવનગર) | ભોયકાહાલ ભાવનગર નિવાસી ઝાલાસહદેવસિંહ ગજેન્દ્રસિંહ (ઉં.વ.42)તા.14ને બુધવારે અવસાન પામેલ છે. તે ઝાલા ગજેન્દ્રસિંહ મંગળસિંહના પુત્ર, ભરતસિંહ મંગળસિંહના ભત્રીજા, વિજયસિંહ કેશુભાના નાના ભાઇ, શક્તિસિંહ ભરતસિંહ, સિદ્ધરાજસિંહ જેઠુભા, બળદેવસિંહ ગજેન્દ્રસિંહના મોટા ભાઇ, પ્રતિક્ષાબા, હરપાલસિંહના પિતા, કર્મદીપસિંહના મોટા બાપુ થાય. તેનું બેસણું તા.19/9ને સોમવારે સાંજે 4 થી 6 નંદનવન સોસાયટી, શેરી નં.5, શક્તિમાના મંદિર પાસે, કાળીયાબીડ તેના નિવાસે રાખેલ છે.સાતાનાનેસ,તા.પાલિતાણા | સાતાનાનેસતા.પાલિતાણાથી કામળીયા ભાભલુભાઇ હમીરભાઇના પત્ની કામળીયાઅમરબાઇબેન (ઉં.વ.60)તા.15/9ના કૈલાસવાસ થયેલ છે. તે કામળીયા રામકુભાઇ ભાભલુભાઇ, બાબાભાઇ ચાપાભાઇના માતુશ્રી, ભુંભલી નિવાસી હરકટ ઉગાભાઇ નાનાભાઇના બેન, કામળીયા ભયલુભાઇ દડુભાઇ, પ્રતાપભાઇના મોટાબા થાય. તેનું ઉત્તરકારજ તા.25/9ને રવિવારે રાખેલ છે.લાખણકા(ડેમ) | તળશીભાઇઝવેરભાઇ સાચપરાના પત્ની રતનબેન(ઉં.વ.75)તા.15/9ને ગુરૂવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ભરતભાઇ તળશીભાઇ, કાનજીભાઇ તળશીભાઇના માતુશ્રી, દિશાન્ત, કેયુર, ધ્રુવીલ, કવિતા, ભુમિ, શ્રુતીના દાદીમાં, અશોકભાઇ ગોવિંદભાઇ બેલડીયા, શંભુભાઇ ગોવિંદભાઇ બેલડીયાના મામી થાય. તેની ઉત્તરક્રિયા કારજ તા.21/9ને બુધવારે અમારા નિવાસે રાખેલ છે.

નિંગાળા| નિંગાળાનિવાસી ડાહ્યાભાઇલીંબાભાઇ વિઠ્ઠાણી (ઉં.વ.70)તા.16/9ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે અરજણભાઇ, કરમશીભાઇ, દયાળભાઇના મોટા ભાઇ, ગોરધનભાઇ, રાજુભાઇના પિતાશ્રી થાય. તેની ઉત્તરક્રિયા તા.27/9ને મંગળવારે તેના નિવાસે નિંગાળા રાખેલ છે.ભાવનગર| પટેલ રમાગૌરી વૃજલાલ (ઉં.વ.87)તા.15/9ને ગુરૂવારે સ્વર્ગવાસ થયેલ છે. તે પટેલ વૃજલાલ દુર્લભજીભાઇના દીકરી, સ્વ.મહેશભાઇ નવીનભાઇ (સીયાત, સાયન્સ કોલેજ), નરેન્દ્રભાઇ પટેલ (બેંક ઓફ બરોડા)ના માતુશ્રી, કુમુદબેન, ભારતીબેન, કિશોરીબેનના સાસુ, રાકેશ, વિપુલ, આલાપ, સંગીતા, વૈશાલી, ઝરણાના દાદીમાં થાય. તેનું બેસણું તા.17/9ને શનિવારે ઠાકરદ્વારા મંદીર, ઉમિયાધામ, કણબીવાડ, સાંજે 4.30 થી 6 રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ભાવનગર| સ્વ.રસીકલાલજમનાદાસ પટેલના પત્ની ગૌરીબેન(ઉં.વ.95)તે સ્વ.અમુલખરાય જમનાદાસ (બોલ્ટનટવાળા)ના ભાભી, પટેલ સ્વ.રતીલાલ ચુનીલાલ (ભોલવાળા)ના દીકરી, સ્વ.ભોપાભાઇ, સ્વ.બટુકભાઇ, મનસુખભાઇ, સ્વ.મંગુબેનના મોટા બેન, નરેશભાઇ પીયુષભાઇના ફઇ, સ્વ.મહેન્દ્રભાઇ જનકભાઇ, સ્વ.જીતેન્દ્રભાઇ સુરતવાળા, મૃદુલાબેન, નીતાબેનના માતુશ્રી, સ્વ.હરકિશનભાઇ, દીલીપભાઇના સાસુ, નીકુંજ, સોહીલ, રવિ, હાર્દિક સુરતવાળાના દાદીમાં, હરેશભાઇ, સ્વ.પ્રવિણભાઇ, દીનેશભાઇ, સહમીસ્ટાબેન, હંસાબેન, દેવીબેનના ભાભુ તા.16ને અક્ષરવાસ થયેલ છે. તેનું બેસણું તા.17ને શનિવારે બપોરે 4.30 થી 6 કડવા પાટીદાર જ્ઞાતીની વાડી, ઉમીયાધામ, ઠાકરદ્વાર મંદિર, કણબીવાડ, ભાવનગર તેમજ પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.પીંગળી,તા.તળાજા | સ્વ.ધોળીબેન ભીખાભાઇ રાઠોડ (ઉં.વ.85)તા.16/9 શુક્રવારે રામચરણ પામેલ છે. તે ભુપતભાઇ ભીખાભાઇ રાઠોડના માતુશ્રી, રાઠોડ જામશંગભાઇ (શિક્ષક), પ્રતાપભાઇ, નવશંગભાઇના દાદીમાં, રાઠોડ મેઘજીભાઇ અજાભાઇના ભાભી, સોલંકી જોરશંગભાઇ સજાભાઇ, સ્વ.જીણાભાઇ, તુલસીભાઇ, નટુભાઇ, નવલશંગભાઇ (ભાવનગર), જોરસંગભાઇ ગવાભાઇ સોલંકીના ફઇબા થાય. તેનું બેસણું તા.17-19ના રોજ પીંગળી મુકામે તેમજ ઉત્તરક્રિયા તા.27/9 મંગળવારે તેના નિવાસે રાખેલ છે.

ભાવનગર| ડોડીયા મનુભાઇ શામજીભાઇ (ઉં.વ.72)તા.14/9ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે ઉર્મિલાબેન ડોડીયાના પતિ, સ્વ.બટુકભાઇ, સ્વ.દલપતભાઇ, જીતુભાઇના નાના ભાઇ, કાંતિભાઇના મોટાભાઇ, ડોડીયા નિપુલભાઇ, તુષારભાઇ, દક્ષાબેનના પિતાશ્રી, પઢીયાર યોગેશકુમાર ચીમનભાઇના સસરા થાય. તેની સાદડી તા.17/9ને શનિવારે 4 થી 6 ચકુબાગની વાડી, ભીડભંજની સામે રાખેલ છે. (લૌકિક પ્રથા બંધ રાખેલ છે.)દામનગર| ઠક્કર રતિલાલ ગોકળદાસ (ઉં.વ.89)તા.16/9 શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે હસુભાઇ (રાજકોટ), જયંતિભાઇ (દામનગર), નવનીતભાઇ, રમેશભાઇ (મુંબઇ), કુંદનબેન કલાબેન (ભાવનગર), રેખાબેન (મુંબઇ), સ્વ.ભાવનાબેન (સાવરકુંડલા), માયાબેન (ઉના)ના પિતાશ્રી થાય. તેની સાદડી તથા ઉઠમણું તા.17/9 શનિવારે 4 થી 6 દામનગર, લોહાણા મહાજન વાડીમાં રાખેલ છે.ફુલસર,તા.તળાજા | ફુલસર(તા.તળાજા) નિવાસી મનુભાઇ ઝવેરભાઇ રાઠોડના પુત્ર ભગીરથભાઇના પત્ની પારૂલબેન(ઉં.વ.21)તા.15/9ને ગુરૂવારે અવસાન થયેલ છે. તે હરસોરા ગુણવંતભાઇ બાબુભાઇ (સાંખડાસર)ની દીકરી, રૂશીભાઇ મનુભાઇ, ભાવનાબેન અલ્પેશકુમાર પરમાર (પાલિતાણા), વિજયભાઇ બાવચંદભાઇના ભાભી, બીપીનભાઇ ધનજીભાઇ (ભાવનગર)ના નાના ભાઇના પત્ની, લીલીબેન ઝવેરભાઇ કવા, સવિતાબેન વનમાળીભાઇ મકવાણા (પાલિતાણા), મંગુબેન પોપટભાઇ ચૌહાણ (તળાજા) ભત્રીજા વહુ, ફુલચંદભાઇ ગોવિંદભાઇ પરમાર, પ્રવિણભાઇ ગોવિંદભાઇ, મહેન્દ્રભાઇ ગોવિંદભાઇ (મહાત્મા)ના ભાણેજ વહુ થાય.ભાવનગર| ઘામણકા,હાલ ભાવનગર સ્વ.અગ્રાવતઅશોકભાઇ હરજીવનદાસ (ઉં.વ.55)તા.16/9ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે લાભુરામજી હરજીવનદાસજી,જેજેરામજી હરજીવનદાસજીના નાના ભાઇ,રાધેશ્યામભાઇ હરજીવનદાસજીના મોટા ભાઇ, સંજયભાઇ આરતીબેન, સુનીલભાઇના પિતા, રાજેશભાઇ, વિનોદભાઇ, વિજયભાઇના કાકા, તુષારભાઇના દાદા, પ્રવિણકુમાર ઓથાના સસરા, સ્વ.છગનભાઇ બાલુભાઇ આચાર્ય (વડવાવાળા)ના જમાઇ, સ્વ.વિનોદભાઇ, સ્વ.જયોતિબેન, કાળુભાઇ ટેમ્પાવાળા, અમિતભાઇ, અર્જુનભાઇના બનેવી થાય. તેનું બેસણું તા.19/9ને સોમવારે તેમજ ઉત્તરક્રિયા તા.22/9ને ગુરૂવારે અમારા નિવાસે રાખેલ છે.તળાજા| જશીબેન માધવજીભાઇ ગોહેલ (ઉં.વ.86)તા.14/9ને બુધવારે રામચરણ પામેલ છે. તે સ્વ.ત્રિભોવનદાસ જીવણલાલ વાઘેલાના દીકરી, નટવરલાલ ત્રિભોવનદાસ વાઘેલા, અનંતરાય ત્રિભોવનદાસ વાઘેલા, ત્રિવેણીબેન નંદલાલભાઇ ગોહેલ, લીલીબેન ભાણજીભાઇ પીઠડીયા, સ્વ.પ્રભાબેન શાંતિભાઇ ગોહેલના મોટા બેન, કીશોરભાઇ (અલબેલા ટેઇલર), શરદભાઇ, ડો.હરેશભાઇ વાઘેલા (યોગી કલીનીક), ડો.અતુલભાઇ વાઘેા (CIPET, અમદાવાદ)ના ફઇબા થાય. તેની સાદડી તા.19/9 સોમવારે સાંજે 4 થી 6 દરજી જ્ઞાતીની વાડી, તળાજા રાખેલ છે.પચ્છેગામ,તા.ગારિયાધાર | મુકેશભાઇદેવજીભાઇ હિંગુના માતુશ્રી નબુબા(ઉં.વ.90)તા.16/9ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે સ્વ.રતીલાલ મેઘજીભાઇ સરવૈયા રૂપાવટીવાળાની દીકરી થાય. તેનું બેસણું તા.17/9ને શનિવારે બપોરે 3 થી 6 પચ્છેગામ તેના નિવાસે તેમજ ઉત્તરક્રિયા તા.24/9ને શનિવારે સવારે 10 કલાકે પચ્છેગામ રાખેલ છે.

પચ્છેગામ,તા.ગારિયાધાર | મુકેશભાઇદેવજીભાઇ હિંગુના માતુશ્રી નબુબા(ઉં.વ.90)તા.16/9ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે મુળજભાઇ હીરાભાઇ શાન્તિભાઇ બાબુભાઇ સરવૈયા (રૂપાવટીવાળા)ના બેન, વાલજીભાઇ કાંતિભાઇના કાકી દીકરી બેન થાય. તેની પિયર પક્ષની સાદડી તા.19/9 સોમવારે બપોરે 3 થી 6 રૂપાવટી રાખેલ છે.મહુવા| મનુભાઇઆતુભાઇ રાઠોડના પુત્ર ભરતભાઇ(ઉં.વ.26)તે રાજુભાઇ, જીતુભાઇ, જતીનભાઇ છગનભાઇ, અરવિંદભાઇ પરશોત્તમભાઇના ભાઇ, જીવરાજભાઇના નાનાભાઇના દિકરા, ધરમશીભાઇ, સ્વ.છગનભાઇ, શામજીભાઇ માવજીભાઇ, મોહનભાઇ બાલુભાઇ, ગોવિંદભાઇ વિઠ્ઠલભાઇના ભત્રીજા, જીવરાજભાઇ ભાણાભમાઇ બુધેલીયા(કતપર), કાળુભાઇના ભાણેજ તા.16/9ને શુક્રવારે રામચરણ પામેલ છે. તેમની સાદડી તા.19/9ને સોમવારે સાંજે 4 થી 6 રામજી મંદિર વાસીતળાવ, મહુવા ખાતે તથા ઉત્તરક્રિયા તા.22/9ને ગુરૂવારે કૈલામસબાગ, ગાઘકડા બજાર, મહુવા ખાતે રાખેલ છે.

ઉના| દિપકભાઇકાન્તીભાઇ ભટ્ટીના પત્ની હર્ષાબેન(ઉં.વ.35)તે ગભરૂભાઇના ભત્રીજા વહુ, પરેશભાઇના ભાઇના પત્ની તા.16/9ના શ્રીજીચરણ પામેલ છે. તેનું બેસણું તા.17/9ને શનિવારે સવારે 9 થી 6 તેના નિવાસે શાસ્ત્રીનગર, દેલવાડા રોડ, ઉના રાખેલ છે.ઠળિયા| ઠળિયાનિવાસી ડાયાભાઇઅરજણભાઇ ઢેઢી (ઉં.વ.100)તા.16/9ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે કાળુભાઇ, ધરમશીભાઇ, રણછોડભાઇ, હિંમતભાઇના પિતા, નાનજીભાઇ, રામજીભાઇના મોટા ભાઇ, તરેડ નિવાસી સ્વ.દેવજીભાઇ પરમાભાઇ વળીયા, નાથાભાઇ, ગફુલભાઇના બનેવી, કુંઢડા નિવાસી સવજીભાઇ કેશવભાઇ ખોડીફાડના ફઇના દીકરા થાય. તેનું ઉત્તરકારજ તા.27/9ને મંગળવારે દીવસનું રાખેલ છે.

ભુંભલી| સ્વ.ઢેઢીખાટાભાઇ નાનજીભાઇના પત્ની ગોદાવરીબેનખાટાભાઇ ઢેઢી (ઉં.વ.90)તે પુનાભાઇ, વલ્લભભાઇ કાળુભાઇના માતુશ્રી, જગા રવજીના કાકી, માધા રાવ ગુણવત કાનજી, સવજી વેલજીના મોટાબા, અશોક, હિતેશ, ભદ્રેશના દાદીમાં, ભંડારીયાવાળા સ્વ.સેંતા શામજીભાઇ,પરશોત્તમભાઇ હરીભાઇના બેન, ભુંભલી મુકામે તા.16/9ને શુક્રવારે રામચરણ પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.27/9ને મંગળવારે ભુંભલી તેના નિવાસે રાખેલ છે.ભાવનગર| માથાવડીયા હિરાબેન મગનભાઇ (ઉં.વ.70)તા.16/9ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે સ્વ.મગનભાઇ ટપુભાઇ માથાવડીયાના પત્ની, સ્વ.મોહનભાઇ ટપુભાઇ, છગનભાઇ ટપુભાઇના નાના ભાઇના પત્ની, પ્રવિણભાઇ, ચીમનભાઇ, હિમ્મતભાઇ, કનુભાઇના માતુશ્રી, સુરેશભાઇ મોહનભાઇ માથાવડીયા, કિશોરભાઇ છગનભાઇ માથાવડીયા (અમદાવાદ)ના કાકી, પરમાર વિપુલભાઇ નરેશભાઇ (અવાણીયા)ના નાનીમાં, જાદવ હિમ્મતભાઇ પોપટભાઇ, રાજુભાઇ (ઠાડચ)ના ફઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.24/9ને શનિવારે સવારે કુકડ ગામે તેના નિવાસે રાખેલ છે.તરેડ| કરમશીભાઇ ગોપાળભાઇ પુંભડીયા (ઉં.વ.73)તા.15/9 ગુરૂવારે રામચરણ પામેલ છે. તે ભગવાનભાઇ, હીરજીભાઇના મોટા ભાઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.26/9ને સોમવારે તેના તરેડ નિવાસી રાખેલ છે.સથરા,તા.મહુવા | સાદુળભાઇ ઉકાભાઇ ભાલીયા (ઉં.વ.90)તે હિમતભાઇ, રમેશભાઇના પિતાશ્રી, ખોડાભાઇ, સ્વ.મથુરભાઇના મોટાભાઇ, મગનભાઇ, ભરતભાઇ, બીજલભાઇ, માવજીભાઇ, મુકેશભાઇ, પ્રવિણભાઇ, ભરતભાઇના દાદા, બાબુભાઇ નરશીભાઇ કંટારીયા, શીવાભાઇ જેરામભાઇ(નીકોલ)ના ફુવા તા.16/9ને શુક્રવારે અવસાન પામેલ છે. તેમનું ઉત્તરકારજ તા.27/9ને મંગળવારે દિવસના સથરા પ્લોટમાં રાખેલ છે.

પાલિતાણા| સ્વ.પરશોત્તમભાઇ પાચાભાઇ વાળા (ઉં.વ.72)તા.16/9ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે વાળા જયંતિભાઇ (બુધાભાઇ) પિતાશ્રી, સ્વ.બાબુભાઇ પાચાભાઇ, સ્વ.ઝવેરભાઇ પાચાભાઇ આનંદ પાનવાળાના નાના ભાઇ, દામજીભાઇ મીસ્ત્રી, લક્ષ્મણભાઇના મોટા ભાઇ, કલરવાળા રમેશભાઇ વાળા, નટુભાઇ, પ્રવિણભાઇ, વૈભવ કટલેરીવાળા, શૈલેષભાઇ નગરપાલીકા વો.વકર્સ, વિજયભાઇ, અનીલભાઇના કાકા થાય. તેની સાદડી તા.19/9ને સોમવારે તળપદા કોળી જ્ઞાતીની વાડી, પાલિતાણા ખાતે 4 થી 6 ભાઇઓ - બહેનોની સાથે તેમજ ઉત્તરકારજ તા.28/9ને બુધવારે તેના નિવાસે તળપદા કોળી જ્ઞાતી મંદરવાળી શેરી, પાલિતાણા મુકામે રાખેલ છે.તણસા| ડાભી ઘેલાભાઇ જીવાભાઇ (ઉં.વ.85)તા.16/9ના રામચરણ પામેલ છે. તે ડાભી બાબુભાઇ જીવાભાઇ, જેકીબેન, સુંદરબેનના મોટા ભાઇ, સ્વ.ખોડાભાઇ, સ્વ.રામજીભાઇ, મઘુબેન, મંગુબેનના પિતા,વિપુલભાઇ, પ્રવિણભાઇ, જયસુખભાઇ, રવિના દાદા થાય. તેનું ઉત્તરકારજ તા.27/9ને અમારા નિવાસે તણસા રાખેલ છે.પીપરલા,તા.તળાજા | સ્વ.પરમાર ભોળાભાઇ સીદીભાઇ (ઠળીયાવાળા,ઉં.વ.70) તા.16/9ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે સ્વ.વિઠ્ઠલભાઇ, નાગજીભાઇ, જીણાભાઇ, ખાટાભાઇના ભાઇ, ધીરૂભાઇ, ભરતભાઇ, પ્રવિણભાઇના પિતાશ્રી, સ્વ.પોપટભાઇ, બાલાભાઇ, વનાભાઇ, શીવાભાઇના બનેવી, સોમાતભાઇ, પરશોત્તમભાઇ વેલજીભાઇ, બાબુભાઇના કાકા, ઉકાભાઇ અરજણભાઇ (રાજપરડાવાળા)ના ભાણેજ, બચુભાઇ (મોટા ખુંટવડા), વનાભાઇ (ઠળીયા), ભુપતભાઇ (પીપરલા)ના મામા, બાબુભાઇ (ગોરખી), હરજીભાઇ (માખણીયા), મથુરભાઇ (વાવડી), વિનોદભાઇ (પસવી)ના સસરા થાય. તેના સુંવાળા તા.22/9ને ગુરૂવારે તેમજ ઉત્તરકારજ તા.26/9ને સોમવારે તેના નિવાસે પીપરલા રાખેલ છે.ભાવનગર| કણકોટહાલ દામનગર મંજુબેન ભીમજીભાઇ વાલજીભાઇ બાબરીયાના પુત્ર સ્વ.કીરણભીમજીભાઇ બાબરીયા (ઉં.વ.28)તા.16/9ને શુક્રવારે અવસાન પામેલ છે. તે ભીખાભાઇ, અરજણભાઇ બાબરીયા, રમેશભાઇ સોમાભાઇ બાબરીયાના ભત્રીજા, પાલિતાણા નિવાસી સોમાભાઇ મારૂ, સ્વ.દાસભાઇ મારૂ (અલંગવાળા), ભીખાભાઇ, પ્રવિણભાઇ મારૂના ભાણેજ, જેસીંગભાઇ, જ્યોતિબના મોટા ભાઇ થાય. તેનું બેસણું તા.22/9ને ગુરૂવારે આનંદનગર, રાભડા રોડ, દામનગર રાખેલ છે.ભાવનગર| નેપાળનિવાસી હાલ ભાવનગર લીલા ગ્રૃપ પરિવારના કમલભાઇ મેઘજીભાઇ મહેતાના પત્ની દેવાબેનકમલભાઇ (ઉં.વ.58)નો સ્વર્ગવાસ તા.15/9ના થયેલ છે. તે જીતેશ (જીતુ, અલંગ પ્લોટ નં.2), લક્ષ્મીબેન શર્મા, મોનાબેન બીસ્ટના માતુશ્રી, હર્ષ, સીમાબેનના દાદી થાય. તેનું બેસણું તા.17/9ના ભક્તેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર-1, ટોપ થ્રી સર્કલ પાસે સાંજે 4 થી 6 રાખેલ છે.

જૈનમરણપાલિતાણા| સ્વ.ભુપતભાઇમણીલાલ પારેખ (હણોલવાળા) તથા ગં.સ્વ.જયાબેનના પુત્ર રાજુભાઇ(ઉં.વ.51)તા.16/9ના નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે. તે લાલચંદભાઇ, પ્રવીણચંદ્ર પારેખ, લાભુબેન કપાશીના ભત્રીજા, કિશોરભાઇ (પુના), હેતલભાઇ, જ્યોતિબેન રાજુભાઇ મહેતા (ભાવનગર), મીતાબેન હર્ષદભાઇ ગાંધી (મુંબઇ), જાગૃતિબેન (અવનીબેન), અજયભાઇ ભાયાણી (ભાવનગર)ના ભાઇ, રવિનાબેનના પતિ, કૌતલ, મહિમાના પિતાશ્રી, વિનુભાઇ ભાયચંદભાઇ અદાણી દામનગરવાળાના જમાઇ, શેઠ ખોડીદાસ પાનાચંદ (કલકતા)ના ભાણેજ થાય. તેની પ્રાર્થના સભા તા.17/9ને શનિવારે સવારે 9-30 થી 11 દશાશ્રીમાળી જ્ઞાતીની વાડી, નાની શાકમાર્કેટ, પાલીતાણા રાખેલ છે.મુંબઇ| સ્વ.શાંતિલાલવેલચંદ સંઘવી (ગોલરામાવાળા)ના પત્ની કંચનબેનશાંતિલાલ (ઉં.વ.88)નો સ્વર્ગવાસ તા.16/9ના મુંબઇ મુકામે થયેલ છે. તે રંજનબેન હિંમતલાલ (ભંડારીયાવાળા), મઘુબેન સુરેશકુમાર (મહુવા), કીર્તીભાઇ, નરેન્દ્રના માતુશ્રી, સ્વ.ભોગીલાલ, મોહનલાલના ભાભી, શાહ ધરમશી હરજીવન (રાજપરાવાળા)ના વેવાઇ. સંજોગોવસાત સાદડી તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે. તેની પુજા તા.18/9ને રવિવારે જેસલ પાર્ક, જૈન દેરાસર, ભાયંદર (ઇસ્ટ) મુંબઇ રાખેલ છે.

મુસ્લિમમરણબાબરા| કાસમભાઇ કાળાભાઇ અગવાન (નકુભાઇ,ઉં.વ.51) તે સત્તારભાઇ, ઇભુભાઇ, નુરાભાઇ બાબુભાઇ, હસનભાઇના મોટા ભાઇ, દાઉદભાઇ ટાંક બીલખાના જમાઇ તા.15/9ના અવસાન થયેલ છે. તેની જીયારત તા.18/9 પુરૂષો માટે જુમ્મા મસ્જિદ તેમજ બહેનો માટે તેના નિવાસે સવારે 10 કલાકે રાખેલ છે.બુઢણા,તા.સિહોર | મ.ગોયાંગમસ્તીખાન અલારખાં માસ્તરની દિકરી સદુબેન(ઉં.વ.54)તા.16/9ને શુક્રવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે ગોયાંગ હેમતખાન અલારખખા નિવૃત્ત આચાર્ય મઢડાની ભાઇની દીકરી, અશોકભાઇ, ઇબુભાઇના બેન, યુનુસખા, અમીરખાના માતુશ્રી, આજમખાન બનેશંગ, કુંવરબેન મસ્તીખાન, નશીબખા, જોરાવરખા, મોસમખા મેતાબખા, દીલાવરખા જમાલખા, દીલાવરખા જમાલખા, દીલાવરખા હેમતખા, ઇસુબખા હયાદખા, અનવરખા કાસમખા પીંગળીવાળાની ભાણેજ, યાકુબખા જોરાવરખા, આરીફખા દીલાવરખા, અફજલખા જાફરખાનના સાસુ થાય. તેની જીયારત તા.18/9ને રવિવારે સવારે 10 કલાકે મર્દો માટે હુસેની મસ્જિદમાં તેમજ ઔરતો માટે તેના નિવાસે બુઢણા રાખેલ છે.ગારિયાધાર| મ.ઉસ્માનભાઇ જીવાભાઇ આરબીયાણી (ઉમરાળાવાળા)તા.16ને શુક્રવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે અમીનભાઇ, આસીફભાઇ, મુનાફભાઇ, સરફરાજભાઇના વાલીદ, રહીમભાઇ (ઉમરાળાવાળા)ના મોટા ભાઇ, સત્તારભાઇ (આઇસ્ક્રીમવાળા), આરીફભાઇના બનેવી થાય. તેની જીયારત તા.18ને રવિવારે સવારે 10 કલાકે કે.જી.એન. મસ્જિદ (ઘાંચીવાડ)માં તેમજ ઔરતો માટે અર્જુન સિનેમાની સામે તેના નિવાસે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...