તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર અને પાલિતાણામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેધર રિપોર્ટર|ભાવનગર | 17 જુલાઇ

ભાવનગરશહેર અને જિલ્લામાં આજે પણ અષાઢી મેઘમહેરની આશા ફળીભૂત થઇ હતી. સમગ્ર જિલ્લામાં માત્ર બે તાલુકામાં આજે હળવા ઝાપટા વરસ્યા હતા. બાકી ભર અષાઢ માસે જિલ્લાના અન્ય વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ.

આજે ભાવનગર શહેરમાં બપોરના સમયે બરાબર વરસાદી માહોલ જામ્યો હતો અને હમણા બારે મેઘ ખાંગા થઇને વરસશે તેવી આશા બંધાણી હતી ત્યાં ટાઢાબોળ પવનના સૂસવાટા ફૂંકાવા લાગતા વરસાદી માહોલ વિખાઇ ગયો હતો જો કે બાદમાં એક હળવું ઝાપટું વરસી જતા શહેરમાં એક મી.મી. વરસાદ નોંધાયો હતો. આવી રીતે પાલિતાણામાં પણ અષાઢી માહોલ જામ્યો હતો પણ અંતે એકાદ હળવું ઝાપટુ વરસતા પ્રજાજનો નિરાશ થયા હતા. જિલ્લાના અન્ય વિસ્તારોમાં આજે મેઘમહેર યથાવત રહ્યો હતો.

પવનના સૂસવાટા વરસાદ વરસવામાં વિલન

ભર અષાઢે જિલ્લામાં વાદળો તો છવાય છે પણ વરસવાનું નામ લેતા નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો