તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગારિયાધાર શહેર અને ગ્રામ્ય પંથકના માર્ગો બનશે ટનાટન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગારિયાધાર બ્યુરો | 17 જુલાઇ

ગારિયાધારશહેર અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો ટનાટન બનશે. રાજય સરકારમાંથી ફાળવાયેલી ગ્રાન્ટમાંથી તમામ કામો આગામી ટુંક સમયમાં હાથ ધરાશે.

ગારિયાધાર પાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.2.25 કરોડની ગ્રાન્ટ મળનાર છે. જેમાં વાલમનગર વિસ્તાર, સરીતા સોસાયટી, બ્રહ્માણીનગર, ફુલવાડી પ્લોટ, પંચરત્ન સોસાયટી, ધોબીધાર વિસ્તાર, પચ્છેગામ રોડ, દેપલાપરા, ખોડીયાર નગર (કોર્ટની પાસે નાની વાવડી રોડ) વિસ્તાર, ટોળપાણ, પાંચટોબરા રોડ, ધામેલીયા પ્લોટ, પાલિતાણારોડ, ઘોઘારીની વિસ્તાર, જલારામ નગર વિસ્તાર, મફતનગર (બેલા રોડ) વિસ્તાર, સીતારામ હોસ્પિટલ પાછળ, નાની વાવડી રોડ, મફતનગર, નવાગામ રોડ તેમજ ધોબીના વંડાની પાછળના વિસ્તારમાં પેવિંગ બ્લોક તેમજ ડબલ્યુબીએમ વીથ આલ્ફાલ્ટ રોડના કામો કરવાનુ આયોજન કરેલ છે. ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, વલ્લભભાઇ જાદવ પ્રમુખ, રમેશભાઇ વાજા ઉપપ્રમુખ દ્વારા જરૂરિયાત મુજબના વિસ્તારોમાં રોડના કામો માટે આયોજન કરાયુ હોવાનુ સુત્રોએ જણાવ્યંુ હતંુ.

ગ્રામ્ય વિસ્તારના મંજૂર થયેલા માર્ગો

સરકારમાંથીમંજુર થયેલ રસ્તાઓ મુજબ છે. ખારીથી માતલપર 4 કિમી 1.20, ઉગાલવાણથી સરેરા 4 કિમી 1.20, બીલાથી ઇંટીયા 5 કિમી 1.75, ખારીથી ડુંગરપુર 3 કિમી 90 લાખ, મોટા ખુંટવડાથી કૃષ્ણપરા 3 કિમી 1.35, રસ્તાઓ નોનપ્લાન મંજુર થયેલ છે. રસ્તાઓ બનાવવા ટુંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અને કામગી પૂર્ણ થતા ગ્રામજનોને સુવિધ પ્રાપ્ત થશે.

શહેરી વિકાસ યોજના અંતર્ગત કરોડોનો ફાળવાઇ ગ્રાન્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો