તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત/કામરેજ | 17 જુલાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત/કામરેજ | 17 જુલાઇ

સુરતમાંરવિવારે સવારે ભૂકંપના આંચકા આવતા અનેક વિસ્તારમાં લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. ભૂકંપની અસર ભાવનગર, અમરેલી, પાલીતાણા, સાવરકુંડલા અને અડાજણ સુધી અનુભવાઈ હતી. સવારે 9.24 મિનિટે 4.7ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. માત્ર 5 થી 7 સેકન્ડ પુરતા ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની નથી, જો કે ભૂકંપના થોડા સમય બાદ રાંદેરમાં એક જર્જરિત મકાનનો થોડો ભાગ ધસી પડ્યો હતો. હાઇરાઇઝ બિલ્ડીંગો, એપાર્ટમેન્ટોમાં આંચકાની તીવ્રતા વધુ અનુભવાતા લોકો લાંબા સમય સુધી રોડ પર રહ્યા હતા. કામરેજ નજીકની જૂની ફોલ્ટલાઈન સક્રિય થતાં તેનો છેડો લંબાયો હોવાનો તજજ્ઞોનું અનુમાન છે, જેને કારણે સુરતમાં ભવિષ્યમાં જમીનમાં વધુ હિલચાલ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

ભૂકંપના થોડા સમયમાં કોલ્સ અને મેસેજનો મારો શરૂ થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકોને 15 વર્ષ જૂના ભૂકંપની યાદો તાજી થઈ ગઈ હતી. 2001માં પણ ભૂકંપ સવારે આવ્યો હતો. કેન્દ્ર બિંદુ સુરતની પાસે હોવાનું જાણવા મળતા કલેક્ટર મહેન્દ્ર પટેલે તુરંત કામરેજ પ્રાંત અધિકારી અને મામલતદારને એપી સેન્ટર ભાદા ગામે જઈ ત્યાંની સ્થિતિની જાણકારી આપવા સુચના આપી હતી.

ધરતીકંપનું કેન્દ્ર બિંદુ સુરત જિલ્લાના કામરેજનું ભાદાગામ

રાજ્યમાં કોઇ જાનહાનિ અને ગંભીર નુકસાન નથી : રાજ્ય સરકાર

ગાંધીનગર| રાજયમાં સુરત, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અને રાહત કમિશ્નર મનિષ ભરદ્વાજે તમામ જિલ્લા કલેકટર સાથે પરામર્શ કરીને જાણકારી મેળવી હતી. કમિશ્નર ભારદ્વાજે જણાવ્યું કે કોઇ જાનહાનિ કે ગંભીર નુકસાનના અહેવાલ મળ્યા નથી.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી 14 કિલોમીટર દૂર ભાદા ગામે નોંધાયું હતું, નુકસાન બાબતે કામરેજના મામલતદાર યુ.એન. જાડેજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભૂકંપને લઈને તાલુકામાં કોઈ નુકસાન થયું નથી. હાલ એક ટીમ ભાદા ગામમાં છે.

જૂની ફોલ્ટલાઇન લંબાતા ખતરો

^આભૂકંપમાં વિશેષ બાબત છે કે જૂની ફોલ્ટ લાઇનનો છેડો લંબાયો છે. જેથી ભૂકંપ બાદ ભવિષ્યમાં જમીનની અંદર ધીરેધીરે હિલચાલ વધશે. એપી સેન્ટર સુરતથી નજીક હોવાથી ભવિષ્યમાં ફરી ભૂકંપ આવી શકે તેવી શક્યતા પણ છે. >ડો.અતુલદેસાઈ, પ્રોફેસર,S.V.N.I.T.

રાંદેરનાં એક જૂના મકાનમાં નુકસાન થયું હતું. } હેતલશાહ

નવી દિલ્હી | પંજાબ, પાકિસ્તાન તેમ જાપાનમાં પણ રવિવારે ભૂકંપના હળવા આંચકા અાવ્યા હતા. પંજાબના અમૃતસર અને જાલંધર અને લાહોરમાં સાંજે 5.24 4.6ની તીવ્રતાના ભૂકંપ બાદ આંચકો અનુભવાયો હતો. જાપાનના ટોક્યોમાં તેમ ઘણા પૂર્વીય ભાગોમાં પણ 5.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

પંજાબ, પાકિસ્તાન અને જાપાનમાં પણ ધરતીકંપ

કામરેજનું ભાદા ગામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો