• Gujarati News
  • સમઢિયાળા ગાર્ડી વિદ્યાલયના જિર્ણોધ્ધાર નિમિત્તે કાર્યક્રમો

સમઢિયાળા ગાર્ડી વિદ્યાલયના જિર્ણોધ્ધાર નિમિત્તે કાર્યક્રમો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદર્શ કેળવણી મંડળ સંચાલિત ડો.આર.ડી. ગાર્ડી ઉ.બુ. વિદ્યાલય સમઢિયાળામાં શાળાના જિર્ણોધ્ધાર હેતુસર તા.31-10-14 શુક્રવારે (સરદાર જયંતી) ના પાવન દિવસે બપોરે 2 કલાકે વિદ્યાલય ખાતે શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન, દિલાવર દાતાઓ અને રાજવી મહાનુભાવોનો અભિવાદન સમારોહ તેમજ લોકસાહિત્ય અને લોકસંગીતનો લોકડાયરો હાલોને આપણા મલકમાં કાર્યક્રમોનુ આયોજન કરાયેલ છે.

કાર્યક્રમમાં રાજય સભાના સાંસદ મનસુખભાઇ માંડવીયા, વિશિષ્ટ મહાનુભાવો, સંતો મહંતો દાતાઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.