તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાજામાં 1 કલાકમાં એક ઇંચ, મહુવામાં ઝાપટાં પડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેધર રિપોર્ટર |ભાવનગર | 7 સપ્ટેમ્બર

ભાવનગર જીલ્લામાં ઉત્તરોત્તર ઘટી રહેલા તાપમાનના પગલે આછું ટાઢોડું પ્રસરી ગયું હતું. ભાવનગર શહેર, તાલુકો અને ઘોઘા પંથક સહિત જીલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લેતાં કોરાડું જોવા મળ્યું હતું. જો કે તળાજામાં એક કલાકમાં ધોધમાર 1 ઇંચથી વધુ અને મહુવા તથા સિહોરમાં આછો-પાતળિયો 5 મીમીથી કંઇક વધુ વરસાદ વરસી જતાં જીલ્લામાં વરસાદની વરસણી યથાવત્ રહી હતી.

મહુવામાં સાંજના ભાગે 6 ઇંચથી વધુ વરસાદ પડી જતાં ટાઢોડું પ્રસરી ગયું હતું. ખબર છે કે મહુવા પ્રભાતનગર રોડ પર ગઇ કાલે પડેલ વરસાદને લીધે મોટા ભુવા પડી ગયા છે. સોસાયટીઓમાં કાદવ-કીચડના કારણે હાડમારી છે ત્યારે સત્તા તંત્ર પરાઝું પાથરવામાં ઢીલ દાખવી રહ્યું હોઇ મહુવાજનો ભારે ખફા છે. સારા વાવડ તળાજા શહેરના છે, જ્યાં બપોર પછી અચાનક વાદળની ખડાંઓ નીકળી પડ્યા બાદ 1 કલાકમાં 1 ઇંચ જેટલો જોરુકો મે આવી ગયો હતો. ફ્લડ કંટ્રોલે તળાજાનો રાત 8 વાગ્યા સુધીનો વરસાદ 27 મીમી નોંધ્યો છે, જે સાથે સીજનનો કુલ વરસાદ 538 મીમી થયો છે. સિહોર પંથકમાં પણ 12 મીમી વરસાદ નોંધાયો છે. જો કે જીલ્લાના બીજા વિસ્તારો જેવા કે ભાવનગર શહેર-તાલુકો, ઘોઘા, ઉમરાળા, વલ્લભીપુર, ઉમરાળા, પાલીતાણા વગેરે વિસ્તારોમાં કોરાડું રહ્યું હતું. સ્થિતિ વચ્ચે આજનું તાપમાન મહત્તમ 32.9 અને લઘુત્તમ 23 ડીગ્રી સેલ્સિયસ અને તે સાથે 93 ટકા ભેજ અને પવનની સરેરાશ ગતિ 7 કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી.

ભાવનગર શહેરમાં દિવસભર ભાદરવાના તાપનો અનુભવ થયો : પવન થંભી ગયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો