તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર ભાર રાખવા કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
102-પાલીતાણાવિધાનસભા મતદાર વિભાગમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય ચૂંટવા માટેની સામાન્ય ચૂંટણી-2017 અન્વયે ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખવા અંગે માહિતી અને માર્ગદર્શન અપાયંુ હતંુ.

ચંૂટણી ખર્ચ નિયંત્રણ કરવા માટે ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા નિયુકત કરવામાં આવેલ ખર્ચ નિરીક્ષક અનિલકુમાર (આઈ.આર.એસ) ની અધ્યક્ષતામાં 102-પાલીતાણા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીની કચેરી, પાલીતાણા ખાતે ચૂંટણી લડતા હરીફ ઉમેદવારોને તેઓનો ચૂંટણી ખર્ચ રજિસ્ટરો કઇ રીતે મેઇન્ટેન કરવા તે બાબતે તથા ભારતના ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ નિયત મર્યાદામાં ખર્ચ કરવા તેમજ જિલ્લા ચૂટણી અઘિકારીશ્રી દ્રારા નકકી કરવામાં આવેલ ભાવો મુજબ ખર્ચ વાઉચરો સહિત ખર્ચ રજિસ્ટરમાં નોંઘ રાખવા માહિતગાર કરવામાં આવેલ છે. સાથોસાથ ખર્ચ નિરીક્ષક અનિલકુમાર દ્વારા તેઓનો મોબાઈલ નંબર (7069093884) તથા મદદનીશ ખર્ચ ઓબ્ઝર્વરશ્રી અરૂણકુમારના મોબાઇલ નંબર (7284072611) નો નંબર આપી 102-પાલીતાણા વિધાનસભા મતદાર વિભાગમાં જાહેર જનતાને કોઈપણ લોકો/ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા નાણાકીય હેરફેર કરતાં હોવાનું જાણવા મળે કે તુરંત તેઓના ઉકત મોબાઈલ નંબર ઉપર જાણ કરવા જાહેર જનતાને અપીલ કરી હતી.

નાણાકિય હેરફેર જણાય તો કોલ કરવો

પાલિતાણામાં ખર્ચ નિરીક્ષકની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ : જાહેર જનતા સંપર્ક કરી શકે

અન્ય સમાચારો પણ છે...