તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Palitana
  • નૂતન દિક્ષીત મુનિરાજ હેમર્ષિપ્રભ મ.સા.શત્રુંજય તીર્થ પાલિતાણા ખાતે પધારશે

નૂતન દિક્ષીત મુનિરાજ હેમર્ષિપ્રભ મ.સા.શત્રુંજય તીર્થ પાલિતાણા ખાતે પધારશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીલીઝીયસ રીપોર્ટર | ભાવનગર | 27 નવેમ્બર

પાલીતાણામાંગિરિવિહાર સંસ્થાનાં માધ્યમે પૂજય ગૂરૂદેવ હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.નાં માર્ગદર્શન અને આશીર્વાદથી સર્વ જીવોને સુખ અને શાતા આપનારા જયુભાઇ શાહની દીક્ષા યોગનિષ્ઠ આચાર્ય કેસરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના ગચ્છાધીપતિ પૂજય આચાર્ય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આધપટ્ટધર પૂજય આચાર્ય ઉદયપ્રભસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે કલિકુંડ તીર્થે નૈસર્ગીક વાતાવરણમાં રાયણવૃક્ષની નીચે તા.18/11/2016,ને કારતક વદ 5,શુક્રવારના રોજ દીક્ષા ગ્રહણ કાર્યક્રમ યોજાયેલ.અને તે�ઓએ મુનિરાજ હેમર્ષિપ્રભ વિજય તરીકે પૂજયશ્રીનું શિષ્યત્વ અંગીકાર કર્યુ છે.

શત્રુ઼જય ગિરિરાજનાં જીનાલયોમાં પરમાત્માની પૂજા માટેના પુષ્પોની વ્યવસ્થા તથા તળેટી વિસ્તારમા઼ જીનાલયોમાં શુધ્ધ ગાયના દૂધની વ્યવસ્થા પણ ચાલુ કરાવી.સરકારી શાળા�ઓનાં બાળકોને નિયમીત ફળ,વિતરણ તથા શૈક્ષણિક કીટ અને ભોજન માટેની થાળી�ઓની વ્યવસ્થા દુષ્કાળનાં વિકટ સમયે મૂંગા અને અબોલ જીવોને બચાવવા કેટલ કેમ્પનું સફળ આયોજન સંચાલન અને વ્યવસ્થા કરેલ.શત્રુંજય જળાશયોમાં હિંસા રોકવા માટે આર્થીક અને વ્યવસાયિક સહાય કરીને સરકારી તંત્ર સાથે રહીને પ્રવૃતિને બંધ કરાવી.

અતીવૃષ્ટિનાં દિવસોમાં સુરત,ભાલ અને ઉમરાળા પંથકના ગામોમાં ભોજન અને આરોગ્ય કીટનુ઼ વિતરણ કરવામાં આવ્યુ છ. ઉપરાંત ગિરિવિહારના સ્ટાફ પરિવારોને લોન,આરોગ્ય અને ઘરવખરીની અનેક ચીજવસ્તુ�ઓ તથા વીમા સુરક્ષાની પણ વ્યવસ્થા કરેલ.જયુભાઇએ સંસારીપક્ષે જીવોની સેવા અને શાતાતો અર્પી છે.પણ સંયમગ્રહણ કરીને તમામ જીવોને અભયદાન આપી વિશ્વમૈત્રી,કરૂણા અને પ્રેમના પંથે ચાલી નીકળ્યા છે.

જયુભાઇના આવા સુંદર દીક્ષા પ્રસંગે ભારતભરનાં જૈન સંઘોના અગ્રણી શ્રેષ્ઠીવર્ય સંવેગભાઇ લાલભાઇ, શ્રીપાલભાઇ, ગોૈરવભાઇ અનુભાઇ, કલીકુંડ તીર્થનાં કુમારપાળભાઇ વી.શાહ,સાધાર્મીક હિતચિંતક કલ્પેશભાઇ વી.શાહ,દિપકભાઇ બારડોલી,ડો.સંજયભાઇ- સુરત, નીતિનભાઇ દોશી, ઉપેન્દ્રભાઇ, કુમુદભાઇ, પ્રકાશભાઇ વસા, રમેશભાઇ ધામી, હર્ષદભાઇ શાહ,ભાવેશભાઇ બી.શેઠ, હિતેષભાઇ સુખડીયા પાલિતાણા તથા પાલખીમંડળના સભ્યો ઉપસ્થિત રહયા હતા.તે�ઓ નૂતનદીક્ષીત થઇ કલીકુંડ તીર્થથી વિહાર કરીને પાલિતાણા ખાતે પધારશે.

જયુભાઇએ ગિરિવિહાર સંસ્થાનું સફળ સંચાલન કરેલ

જયુભાઇએસંસારપક્ષે પાલીતાણા ગિરિવિહાર સંસ્થાનું સફળ સંચાલન અને સાધાર્મીક ઉધ્ધારનાં ભગીરથ કાર્ય કર્યા છે.ગિરિવિહારના માધ્યમે તે�ઓએ સાતેયક્ષેત્રોમાં ઉધ્ધાર કરવામાં પોતાનાં જીવનની એક પળ ખર્ચી નાખી.ભોપાલ તીર્થની પ્રતિષ્ઠા,�ઓગણજ તીર્થનો વિકાસ,ગિરિવિહાર ડેમ પાંજરાપોળને પાયાથી મજબુત કરી,પાલીતાણા વિસ્તારના 105 ગામોમા઼ 1200 થી અધીક પરિવારોને અનુકંપા કીટનુ઼ વીતરણ,ગિરિવિહાર દ્રારા ઉચ્ચ અને અધતન સુવિધાયુકત હોસ્પીટલનુ઼ નીર્માણ,પૂજય શ્રમણ-શ્રમણી ભગંતોને મુંબઇ-અમદાવાદ જેવી ચીકીત્સા મળી રહે અને શાતા મળે તેવી વ્યવસ્થા,પોતાની આગવી કોઠા સુઝથી વાગલધરા ખાતે આર્યુવૈદિક કેન્સર હોસ્પીટલનું નિર્માણ અને સફળ સંચાલન,પાલીતાણા સ્થીત સાધાર્મીકોને વ્યવસાય માટે વગર વ્યાજની લોનની વ્યવસ્થા તથા જરૂરિયાતવાળા પરિવારોને આર્થીક સહાયતા પણ આપી છે.

જયુભાઇએ સંસારીપક્ષે જીવોની સેવા અને શાતાતો અર્પી છે.પણ સંયમગ્રહણ કરીને તમામ જીવોને અભયદાન આપી વિશ્વમૈત્રી,કરૂણા અને પ્રેમના પંથે પ્રયાણ કર્યુ છે

ધર્મલાભ | સંસારીપક્ષે અનેક સેવા કાર્યો પાર પાડયા છે

અન્ય સમાચારો પણ છે...