તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવેની 26 ટ્રેનોના સમયમાં કાલથી ફેરફાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ 13 ગાડીઓ વહેલી અને એટલી ગાડીઓ હાલના સમયથી મોડી કરવામાં આવી

ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર| ભાવનગર | 29 સપ્ટેમ્બર

ભાવનગરરેલવેના સમયપત્રકમાં 1 ઓકટોબરથી ફેરફારો અમલમાં આવશે. ડીવીઝનની 13 ગાડીઓને હાલના સમય કરતાં વહેલી અને એટલી બીજી ગાડીઓને મોડી કરાઇ છે. ભાવનગર-બાન્દ્રા સહિત 4 ગાડીઓ સુપરફાસ્ટ ટ્રેનના રૂપમાં પરિવર્તિત થશે.

ભાવનગર- આસનસોલ, બાન્દ્રા-ભાવનગર, ભાવનગર-મહુવા, ભાવનગર-પાલીતાણા, બોટાદ-ગાંધીગ્રામ સહિતની 13 ગાડીઓના સમયપત્રકમાં ફેરફાર થતાં ગાડીઓ હાલના સમય કરતાં વહેલી થશે. પ્રકારે ભાવનગર- કોચ્ચુવેલ્લી, ભાવનગર- સુરેન્દ્રનગર, અમદાવાદ- બોટાદ, ગાંધીગ્રામ- બોટાદ, સહિતની 13 ગાડીઓના સમયપત્રકમાં ફેરફાર થતાં ગાડીઓ હાલના સમય કરતાં મોડી થશે. ઉપરાંત ભાવનગર ટર્મીનસથી બાંન્દ્રા અને બાન્દ્રા ટર્મિનસથી ભાવનગર ભાવનગર ઉપરાંત વેરાવળ-અમદાવાદની આવતી-જતી ટ્રેન સહિત ડીવીઝનની 4 ગાડીઓ 1લીથી સુપરફાસ્ટ બનશે.

ભાવનગરની ગાડીઓ વહેલી થઇ

ટ્રેનહાલનો સમય નવો સમય

આસનસોલ-ભાવનગર 11:35 11:10

બાંન્દ્રા- ભાવનગર 10:35 10:30

કાકીનાડા-ભાવનગર 19:50 19:45

ભાવનગર-મહુવા 14:15 14:00

ભાવનગર-પાલીતાણા 6:40 6:30

બોટાદ-ગાંધીગ્રામ 7:15 7:10

ભાવનગરની ગાડીઓ મોડી થઇ

ટ્રેનહાલનો સમય નવો સમય

ભાવનગર- કોચ્ચુવેલી 7:00 7:15

ભાવનગર- સુરેન્દ્રનગર 11:10 11:25

અમદાવાદ-બોટાદ 5:50 6:05

ગાંધીગ્રામ-બોટાદ 17:50 17:55

ગાંધીગ્રામ-બોટાદ 19:05 19:10

બોટાદ - ગાંધીગ્રામ 4:20 4:30

બોટાદ - ગાંધીગ્રામ 16:50 16:55

કઇ-કઇ ગાડીઓ બનશે સુપરફાસ્ટ

બાંન્દ્રા-

ભાવનગર

ભાવનગર- બાંન્દ્રા

અમદાવાદ- વેરાવળ

વેરાવળ- અમદાવાદ

ટાઇમ ચેન્જ | ભાવનગર-બાંન્દ્રા ટ્રેન બનશે સુપરફાસ્ટ

અન્ય સમાચારો પણ છે...