તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા બદલ પતિને આજીવન કેદની સજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લિગલ રિપોર્ટર | ભાવનગર | 18 જુલાઇ

પાલિતાણાતાલુકાનાં ઘેટી ગામે એકાદ વર્ષ પૂર્વે પતિએ પિયરમાં રહેતી પત્ની પર છરીનાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.જે અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે.

ભાવનગર જિલ્લાનાં પાલીતાણા તાલુકાનાં ઘેટી ગામે રહેતા મોહનભાઇ અંબાભાઇ મકવાણા કોળીને સંતાનમાં ત્રણ દિકરી પૈકીની સોનલબેનનાં લગ્ન કામનાં આરોપી ભરત ભીમજીભાઇ ચાવડા કોળી (રહે.ઘેટી ગામ )સાથે અઢાર વર્ષ પૂર્વે જ્ઞાતિનાં રીત-રીવાજ મુજબ થયા હતા.જે લગ્ન જીવનથી તે�”ને ત્રણ દિકરી અને બે દિકરા છે.

સોનલબેનનાં પતિ ભરત ચાવડા કોઇ કામ-ધંધો કરતાં હોય તેથી પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતા અને ઘણીવાર સોનલબેન પીયર ચાલ્યા જતાં હતા. પરંતુ તેઓને પાંચ-પાંચ સંતાન હોય જ્ઞાતિના આગેવાનોને વચ્ચે રાખી સમાધાન કરાવી તેઓને ફરી સાસરે મોકલવામાં આવેલ. તેમ છતાં ભરતમાં કોઇ પરિવર્તન નહીં આવતા અન ેદંપતિ વચ્ચે ઝઘડા શરૂ રહેતા હતા. દરમ્યાન સોનલબેન વર્ષ-2015નાં માર્ચ મહિનામાં તેણીના પિયર આવી ગયા હતા અને ગત તા.18/4/2015નાં રોજ કામના આરોપી ભરત ચાવડા તેના સસરા મોહનભાઇનાં ઘરે આવ્યો હતો. તે વેળાએ તેમના પત્ની ઘરનાં વાડામાં ઘરકામ કરતા હતા. તે વેળાએ તે ઘરમાં ઘુસી ગયો હતો. તેને તેના સસરાએ પણ જોયા હતો અને થોડીવારમાં સોનલબેનનો બચાવો બચાવો એવી બુમો પાડતાં સોનલબેનનાં પિતા, માતા, ભાભી પ્રભાબેન દોડી આવ્યા હતા. તે વખતે આરોપી ભરત લોહીયાળ છરી લઇને સામો મળેલો.જેથી પ્રભાબેને આરોપીને પકડવાનો પ્રયત્ન કરેલો પરંતુ આરોપી તેણીને ઘક્કો મારીને નાસી છૂટયો હતો.

તે વખતે સોનલબેન લોહીલુહાણ હાલતે પડયા હતા. જેથી તેણીને તેમના પિતા અને પરિવારજનોએ તાત્કાલીક પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યા તેઓની સ્થીતિ વધુ ગંભીર જણાતા વધુ સારવારાર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યા ફરજ પરનાં તબીબે તેઓને તપાસી મૃત જાહેર કરતાં બનાવ હત્યામા પરિણમ્યો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ મૃતકનાં પિતા મોહનભાઇએ જે તે સમયે ભાવનગર ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઇ.ની રૂબરૂમાં સર ટી. હોસ્પિટલ પોલીસ ચોકીમાં નોંધાવી હતી. પોલીસે આરોપી ભરત સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

જે અંગેનો કેસ ભાવનગરનાં ડીસ્ટ્રીકટ એન્ડ સેશ્ન્સ જજ આર.કે.દેસાઇની કોર્ટમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ વિનયકુમાર ઓઝાની દલીલો, 18 સાહેદો, 26 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ આરોપી ભરત ભીમજીભાઇ ચાવડા સામે હત્યાનો ગુનો સાબિત માની આરોપીને કસુરવાન ઠેરવી આરોપીને આજીવન કેદની સજા અને રૂ.5000નો રોકડ દંડની સજા ફરટકારી હતી.

18 વર્ષના લગ્ન જીવનમાં 3 દીકરા અને 2 દીકરી છતાં પતિ બેકાર ફરતો હતો : રોજિંદા ઝઘડા બાદ કરૂણ અંત

ચુકાદો | પાલિતાણાનાં ઘેટી ગામે 1 વર્ષ પૂર્વે બનેલી ઘટનાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો