અયાવેજ પાસે થયેલ અકસ્માતમાં એકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.ભાવનગર.28 મે

પાલીતાણાતાલુકાનાં અયાવેજ ગામ પાસે બે દિવસ પૂર્વે બે યુવકો પોતાની મોટર સાયકલ પર જતાં હતા તે બાબતે અચાનક બાઇક સ્લીપ થતાં અને બંનેને ગંભીર ઇજા પહોંચતાં એક યુવકનું મોત નિપજ્યું હતું.

પાલીતાણા-તળાજા રોડ પર આવેલા હાટકેશ્વર મંદિર પાસે રહેતા ગઢવી ભરતભાઇ ભોળાભાઇ (ઉ.વ.18) અને પાલીતાણાનાં વીરાભાઇ જીવાભાઇ રામાણી બંને ગત તા.26મીનાં રોજ અયાવેજ ગામ પાસેથી બાઇક લઇ પસાર થતાં હતા તે વખતે અચાનક મોટર સાયકલ સ્લીપ થતાં બંનેને ગંભીર ઇજા પહોંચતાં વીરાભાઇનું મોત નિપજ્યું હતું જ્યારે ભરતભાઇને ગંભીર હાલતે સારવાર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાંથી તેઓએ જેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...