પાલિતાણા કોલીંગ એપ શરૂ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : પાલિતાણાના લોકોને એમની દરરોજની જરૂરી સેવાઓ તથા તમામ બીઝનેસ તથા ધર્મશાળાઓના ફોન મોબાઇલ નંબર સરનામા અને તેની પુરી જાણકારી માટે પાલિતાણા કોલીંગ નામની ફ્રી એપ ગુગલ પ્લે સ્ટોરમાં મુકાઇ છે. પાલિતાણા જૈનોનુ ધાર્મિક સ્થળ છે. અને ત્યાં જનાર યાત્રિકોને પાલિતાણામાં ધર્મશાળાના બુકીંગ માટે અથવા તો ઇમરજન્સી સેવાઓ કે ખરીદારી કરવામાં ઉપયોગી થાય તે હેતુસર કલર ક્રિએશન અને ટ્રેઇલ કોડ કંપની દ્વારા ફ્રી એપ સેવાકિય હેતુસર બનાવાઇ છે. એપની સુવિધાથી લોકોને પાલિતાણાની ટેલીફોન ડિરેકટરી પોતાના મોબાઇલમાં નહિ રાખવી પડે અને એપના નંબર પરથી સીધો ફોન મોબાઇલ થઇ શકશે. એપ પાલિતાણાના લોકો તથા પાલિતાણા આવતા લોકોને ઉપયોગી થઇ પડશે.

અન્ય સમાચારો પણ છે...