પાલિતાણામાં તસ્કરો ફરી સક્રીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો : યાત્રાધામ પાલીતાણામાં આજે ફરીથી તળેટી રોડ ઉપર આવેલ યતીન્દ્ર ભુવન પાછળ આવેલ થરાદ જયંતસેન ધર્મશાળાના જીનાલયમાં ગત મોડીરાત્રે તસ્કરો ત્રાટકયા હતા.અને દેરાસરનાં ભંડાર તોડીને ચોરી કરવામાં આવેલ પરંતુ ચોરોના નસીબ અહિં પણ વાંકા હોય તેમ કશું હાથ લાગ્યું હતુ. કેમકે અહિંપણ થોડા દિવસ પહેલાજ ભંડાર ખોલી નાખવામા અવ્યો હતો. જો કે સમગ્ર ઘટના દેરાસરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. તે ઉપરાંત તસ્કરો દેરાસરની બાજુમાં આવેલા જૈન ઉપાશ્રયમાં પણ જઇ તાળુ તોડયું હતુ.આમ છેલ્લા એક મહીનામાં તળેટી રોડ પર આઠથી 10 જગ્યાઓએ તસ્કરો ત્રાટકયા હતા.અને બધી જગ્યાએથી પોલીસને સીસીટીવી કુટેજ પણ મળે છે.છતા તસ્કરો ઝડપાતા હોવાથી લોકો ભયના ઓથાર નીચે રહે છે.

અન્ય સમાચારો પણ છે...