તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોર-બોટાદની સગીરાઓએ ફાંસો ખાઇ લેતા મોત નીપજ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | ભાવનગર | 27 સપ્ટેમ્બર

ભાવનગરશહેર-જિલ્લામાં બનેલી જુદી-જુદી ઘટનાઓમા બોટાદ અને સિહોર ગામની સગીરાઓએ ફાંસો ખાતા જયારે ભાદાવાવના આધેડે એસીડ પી લેતા અને ટીબીની બીમારી સબબ રાજુલા પંથકના યુવક સહિત ચારના મોત નીપજયા હતા.

બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ બોટાદમાં સાળંગપુર પર આવેલ સવગણનગર વિસ્તારમાં રહેતા મોહનભાઇ તળશીભાઇ ડાભીની નાની દીકરી પાયલબેન (ઉ.વ.15) છેલ્લા બે માસથી બોટાદમાં મસ્તરામજી મંદીર પાસે આવેલ સંકલ્પ હોસ્પિટલમાં કેસ લખવા માટેની કામગીરી કરતા હતા. તેઓએ કોઇ અગમ્ય કારણસર હોસ્પિટલનાં સ્પે. રૂમમાં દરવાજો અંદરથી બંધ કરી પંખાના હુંક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જે બાબતે બોટાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે સિહોરનાં ગુંદાળા વસાહતમાં આવેલ ટેલીફોન એકસચેન્જ પાસે રહેતા પ્રવીણભાઇ ભીખાભાઇ રાઠોડની દીકરી રીનાબેન (ઉ.વ.17)ને ઘરકામ બાબતે ઠપકો આપતા તેણીને લાગી આવતા તેણીએ મંગળવારે વહેલી સવારે પોતાના ઘરે ફાંસો ખાઇ લેતા તેણીનું મોત નીપજયું હતુ. અંગે સિહોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે ત્રીજા બનાવમાં પાલીતાણાનાં ભાદાવાવ ગામે રહેતા વીઠ્ઠલભાઇ માધાભાઇ વાઘેલા (ઉ.વ.45)એ પેતાના ઘરે અસીડ પી લેતા તેઓને ગંભીર હાલતે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા સારવાર દરમ્યાન તેઓનુું મોત નીપજયું હતુ અન્ય ઘટનામાં રાજુલાનાં જુનીકાતરગામે રહેતા કરસનભાઇ મુળજીભાઇ મકવાણાને ટીબી સબબની બીમારીની સારવાર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજયું હતું અંગે ભાવનગર સર ટી. હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા જે તે પોલીસ મથકમાં ટપાલો મોકલી અપાતા પોલીસે અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાિલતાણા તાલુકાના ભાદાવાવ ગામના યુવકે એસીડ પી લેતા કરૂણ મોત : રાજુલાના આધેડનું સારવારમાં મોત

કરૂણાંતિકા | જુદા-જુદા અપમૃત્યુના ચાર બનાવો

અન્ય સમાચારો પણ છે...