તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિતાણામાં બહુમાળી ભવન બનાવવાની તાતી આવશ્યકતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
78ગામોના બનેલા તાલુકા મથક પાલીતાણામાં તમામ સરકારી ઓફીસો તેમજ વિભાગીય પોલીસ અધિકારી તેમજ પ્રાંત કચેરી અલગ અલગ સ્થોએ આવેલ હોય અરજદારોને કામકાજ સબબ પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે.

હાલમાં એક ઓફીસ ઉત્તર દિશામાં તો બીજી દક્ષિણ દિશામાં છે. તાલુકા પંચાયત કચેરી સ્ટેશન રોડ ઉપર આવેલ છે. પીજીવીસીએલ, મામલતદાર કચેરી, ન્યાય કોર્ટ, રૂરલ, ટાઉન પો.સ્ટે. પેલેસ રોડ ઉપર આવેલ છે. નગરપાલીકા, ટ્રેઝરી, પીડબલ્યુડી ઓફીસ વિગેરે ટાઉન હોલ પાસે આવેલ છે. સીટી સર્વે ઓફીસ છેલ્લા ચકલા પાસે આવેલ છે. પ્રાંત કચેરી અને ઇરીગેશન ઓફીસ તળેટી રોડ વિસ્તારમાં આવેલ છે.

બીજી સરકારી ઓફીસ ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ પુર્વમાં આવેલ છે. આથી પ્રજાજનોને જુદા જુદા કામો માટે ખુબ મુશ્કેલીઓ પડી રહી છે.

અગાઉ સરકારી ઓફીસો એક સ્થળે બેસે તે માટે ઉગ્ર રજુઆતો થયેલ જેથી બહુમાળી ભવન બનાવવાનું નક્કી કરવામા આવેલ. જમીનનો સર્વે પણ કરવામા આવેલ પરંતુ ગમે તે કારણોસર વાત ખોરંભે ચડી ગયેલ છે.

પ્રશ્ને એકમત બની રાજ્ય સરકાર સમક્ષ જોરદાર રજુઆતો કરી પાલીતાણામાં બહુમાળી ભવન બંધાય તેવા પ્રયત્નો હાથ ધરવા જોઇએ તેવી પાલીતાણા પંથકની જનતાની પ્રબળ માંગ ઉઠી છે.

એક સ્થળેથી લોકોને મળી શકે કામનો ઉકેલ

એક કચેરી ઉત્તરમાં તો બીજી દક્ષિણ દિશામાં જુદા જુદા કામો માટે કચેરીઓના થતા ધક્કા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો