તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્વેસ્ટિગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 20 માર્ચ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્વેસ્ટિગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 20 માર્ચ

યુપીનીચૂંટણી બાદ ભાજપમાં વધુ જોમ ચડ્યું હોય તેમ ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ભાવનગરમાંથી 7 િવધાનસભા પૈકી 5 બેઠક પર સિટીંગ ધારાસભ્યોમાં પણ ફેરફારની શકયતાની રાજકીય ચર્ચા જાગી છે.

િજલ્લામાં િવધાનસભાની કુલ 7 બેઠકો પૈકી 1 બેઠક કોંગ્રેસ શાસિત છે. પરંતુ ભાજપમાં 7 બેઠકોમાં આગામી ચૂંટણીમાં ઘણા ફેરફાર થવાની પુરી શકયતા છે. વર્તમાન પરિસ્થિતિ, જ્ઞાિતના સમિકરણ અને ગોડફાધરના માથે હાથ પરથી ઉમેદવાર નક્કી કરવામાં આવશે.

ભાવનગર પૂર્વ અને પશ્ચિમ િવધાનસભાની બેઠક પણ ભારે ચર્ચામાં રહી છે અને સિટીંગ ધારાસભ્યો જીતુભાઇ વાઘાણી અને િવભાવરીબેન દવે પૈકી બે માંથી એકને ટિકિટ મળે તેવી શક્યતા છે. ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સારૂ કામ કરી ભાજપના ઉચ્ચ નેતાઓનો િવશ્વાસ કેળવી લેનાર સુિનલ ઓઝાને પણ ટીકીટ આપી ચાન્સ આપે તેવી શકયતા બળવત્તર બની છે જ્યારે અબડાસા છોડી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ ભાવનગરમાં પુન: પરત આવે તેવી શક્યતા છે.

જ્યારે ભાવનગર ગ્રામ્યની બેઠકમાં હાલમાં પરશોત્તમભાઈ સોલંકીની નાદુરસ્ત તબીયતને કારણેતેમના પરિવારના કોઈ સભ્યને ટિકીટ આપવા અથવા ક્ષત્રિય સમાજમાંથી તક આપવાના પણ સમીકરણો રચાઈ રહ્યા છે. તળાજામાં શિવાભાઈ ગોહિલને સ્થાને ટિકીટ આપવાની ખાત્રી સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર આગેવાનને પણ લડાવાય તેવું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. મહુવામાં કોળી સમાજના પ્રતિનિધિત્વ સાથે ખાસ કોઈ ફેરફાર દેખાતા નથી. પાલિતાણા બેઠક કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે ‘વટ’નો સવાલ ઉભો થયો છે. ભાજપ પાસેથી આંચકેલી બેઠક પર કોંગ્રેસને ટકી રહેલા પ્રવિણભાઈને રિપીટ કરવા ઉપરાંત પ્રદેશના આગેવાનોને પણ બેઠક પરથી લડાવે તો નવાઈ નહીં. જ્યારે ભાજપમાંથી મહેન્દ્રસિંહ સરવૈયા અથવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા વચ્ચે પણ હોડ જામી છે. િસહોર-ગારિયાધાર બેઠકમાં કેશુભાઈ નાકરાણીને બદલી ત્યાં ભાજપ દ્વારા રાજકારણ રમી કોંગ્રેસના મોટુ માથુ ગણાતા સહકારી આગેવાનને ભાજપમાં ભેળવી ટિકિટ આપે તેવી ચર્ચાએ રાજ્યકક્ષાએ વાતાવરણ ગરમાવ્યું છે.

રાજકારણ | ગ્રામ્યને નાદુરસ્તીનું ગ્રહણ : પાલિતાણામાં ખેંચાખેંચી

આગામી સપ્તાહે આવશે કોંગ્રેસના િનરિક્ષકો

િવધાનસભાનીચૂંટણી વહેલા આવવાની પુરી શકયતા વચ્ચે આજે અમદાવાદ ખાતે ગુજરાત યુનિ. કોન્ફરન્સ હોલમાં યોજાયેલી પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં ભાવનગર સહિત રાજ્યભરમાંથી દાવેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુરૂદાસ કામતે દાવેદારી સંદર્ભે જે આગેવાને બુથ યાદી તૈયાર કરી હશે તેઓની દાવેદારી ધ્યાનમાં લેવાશે તેમ જણાવી આગામી અઠવાડીયે િજલ્લા કક્ષાએ દાવેદારોને સાંભળવા િનરિક્ષકો આવવાના અને િજલ્લા લેવલે પેનલ નક્કી કરી મોકલવા પણ જણાવ્યું હતું. ભાવનગરમાંથી દાવેદારી માટે ઈચ્છુક કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જીતુવાઘાણી મુખ્યમંત્રી બનશેની જાહેરાત

તાજેતરમાંચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ અને શ્રેષ્ઠીઓના હસ્તે વડોદરિયા ચોકના નામકરણના કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ ગુરૂકુળના કે.પી. સ્વામીએ ભાવનગરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી આગામી મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરી હતી.

ભાજપના સુિનલભાઈ અને કોંગ્રેસના શક્તિસિંહના ભાવનગરમાં પુનરાગમન થાય તેવી રહેલી સંભાવના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો