તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરનું કાશ્મીર કનેક્શન થશે કટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 20 માર્ચ

રેલસેવાના સંદર્ભે ભાવનગરીઓને વધુ એક અન્યાય થશે. અન્યાયનો સત્તાવાર અમલ 1 એપ્રિલથી થશે. દિવસથી ભાવનગર રેલવેની પાલીતાણા-બાન્દ્રા ટ્રેનનું ટાઇમ ટેબલ બદલાઇ જશે અને ટ્રેન મેન્ટેનન્સના બહાને 5 દિવસ મુંબઇ પડી રહેશે અને અને તેનો ઉપયોગ પણ બીજા રૂટ માટે મુંબઇ ડીવીઝન દ્વારા થશે. રીતે ભાવનગરને અગાઉ હોલીડે ટ્રેનના રૂપમાં કશ્મીર કનેક્શનનો જેવો તેવો લાભ મળતો હતો તે પણ નહીં મળે.

પાલીતાણા - બાન્દ્રા ટ્રેન હાલ સુધી પાલીતાણાથી બુધવારે સાંજે 4:30 વાગ્યે ઉપડીને ગુરૂવારે સવારે 6:30 વાગ્યે મુંબઇ પહોંચી ગુરૂવારે બપોરે 1 વાગ્યે ઉપડીને શુક્રવારે સવારે 4 વાગ્યે પાલીતાણા પહોંચીને ભાવનગર 5 દિવસ માટે પડી રહેતી હતી. દિવસો દરમ્યાન હોલીડે ટ્રેનના રૂપમાં ભાવનગરને કશ્મીર કનેક્શનનો લાભ મળ્યો હતો પરંતુ આગામી 1 એપ્રિલથી ટાઇમ ટેબલમાં ફેરફાર થતાં લાભ નહીં મળી શકે. ટ્રેન હવે શુક્રવારે મુંબઇથી ઉપડી રવિવારે મુંબઇ પરત ફરશે અને ત્યાં 5 દિવસ રહેશે. પરિણામે હવે ભાવનગરનું આછું-આછોતરું કશ્મીર કનેક્શન પણ કટ થઇ જશે. અંગે ડીસીએમ માશૂક અહેમદે જણાવ્યું હતું કે, હરિદ્વાર ટ્રેનની પ્રપોઝલ મોકલાયેલી છે. ટ્રેન મંજૂર થશે તો ફરી તેનો લાભ મળતો થશે.

ટ્રેન સપ્તાહમાં 5 દિવસ મુંબઇ પડી રહેતાં બીજે થશે ઉપયોગ

ફેરફાર | 1 એપ્રિલથી પાલિતાણા-બાન્દ્રા ટ્રેનનો સમય બદલાતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો