પાલીતાણા ખાતે ઓફીસમાં તસ્કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણાખાતે પ્રાઈવેટ કંપનીના માલ-સામાનની વેચાણ કરતી ઓફીસમાં તસ્કરો ત્રાટક્યા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ પાલીતાણાના હવા મહેલ રોડ ઉપર આવેલ લક્ષ્મણધામની પાછળ આવેલ સંસ્કાર સોસાયટીમાં આવેલ પ્રાઇવેટ કંપનીના માલ સામાનનુ વેચાણ અંગેની ઓફીસમાં ગત રાત્રીના તસ્કરોએ ત્રાટકી તીજોરી તોડી તેની અંદર રહેલ રોકડા રૂા.60,254 તેમજ 9 ચેકની ચોરી કરી પલાયન થઇ ગયા હતા અંગેની નરેન્દ્રકુમાર ભરતભાઇ સરવૈયાએ પાલીતાણા ટાઉન પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.